________________
અધિકાર ] મિથ્યાત્વાદિનિધ
[ ૩૪૩ પ્રવાહ પર ચાલ્યા જવાની અનાદિ પદ્ધતિ છેડી દે. અનંત ગુણ તમારા આત્મામાં જ ભરેલા છે; એ પ્રાપ્ત કરવા જવા પડે તેમ નથી, ફક્ત તેને પ્રગટ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય પાળ્યા વગર અને તેમ ન બને તે પણ સ્પર્શનેન્દ્રિય પર સારી રીતે સંયમ રાખ્યા વગર એ ગુણ પ્રકટ થાય તેમ નથી, માટે પિતાનું (આત્માનું) જાણવું અને પારકું (પુદગલનું) તજવું એ સામાન્ય જણાતા સૂત્ર પર વ્યવહાર કરવો એગ્ય છે. (૧૭; ૨૫૫)
સમુદાયથી પાંચે ઈન્દ્રિયોના સંવરને ઉપદેશ विषयेन्द्रियसंयोगाभावात्के के न संयताः ? ।
રાજપમનોયોગામ વાઘે 1 મિ તાન ૨૮ ( અનુz ) વિષય અને ઇન્દ્રિયને સંગ ન થવાથી કેણ સંયમ પાળતું નથી પરંતુ રાગ-દ્વેષને યોગ જેઓ મનની સાથે થવા દેતા નથી, તેઓની તે હું સ્તવના કરું છું.”(૧૮)
વિવેચન –મધુર સ્વર, સુંદર રૂપ, સુગંધી પુષ્પ, મિષ્ટ પદાર્થ અને સુકોમળ સ્ત્રી–આ પાંચ વિષયે છે. તેઓ ઇન્દ્રિયને મળે નહિ, એટલે કાનને સુસ્વર મળે નહિ, આંખને સુરૂપ મળે નહિ, રસનાને અનુકૂળ પદાર્થ મળે નહિ, ઈત્યાદિ, ત્યારે તે વૃદ્ધા ના તિવ્રતા' જેવું થાય છે, પણ એનું નામ આત્મસંયમ કહેવાય નહિ; ઈદ્રિયના સારા વિષયે પર રાગ ન થાય અને ખરાબ વિષય પર દ્વેષ ન થાય એનું નામ સંયમ છે. વાસ્તવિક રીતે વિકાલિક વસ્તુસ્વરૂપ વિચારતાં કઈ વસ્તુ સારી કે ખરાબ છે જ નહિ, કારણ કે સ્વાભાવિક રીતે જ અમુક વસ્તુ ખરાબ હોય તો તે સર્વદા ખરાબ જ રહેવી જોઈએ, પણ અવલોકન કરતાં આથી વિરુદ્ધ અનુભવ થાય છે. લીંબડો કડવો લાગે, તેથી રસનાને અપ્રિય લાગે છે, પણ મંદવાડ વખતે વ્યાધિનો નાશ કરે છે અને તિય તે આનંદથી ખાય છે, ત્યારે વસ્તુનું ખરાબ પણું અથવા સારાપણું મનના માનવા ઉપર જ થાય છે, એમ સિદ્ધ થાય છે. અને ઘણુંખરું તે તેને ગ્રહણ કરનાર વ્યક્તિના મનના ચલન વિચલન સ્વભાવ પર જ તે આધાર રાખે છે. તેટલા માટે નીતિકાર કહે છે કે
न रम्यं नारम्यं प्रकृतिगुणतो वस्तु किमपि,
વિથ કરતૂનાં મવતિ રાહુ બાવરાત ! “કઈ પણ વસ્તુ પ્રકૃતિથી સુંદર કે અસુંદર નથી; સુંદર અથવા અસુંદરપારું વસ્તુના ગ્રાહક પર આધાર રાખે છે.”
ત્યારે હવે જે સવાલ રહે છે તે વસ્તુ પર નહિ, પણ આપણે પોતાના મનના વલણ પર આધાર રાખે છે. એ મનને અનુકૂળ ઇંદ્રિયોને જય કરે એ પ્રબળ પુરુષાર્થ છે. અને તેથી જ ઈદ્રિયસંયમ કર્તવ્ય છે. જરા આત્મવીર્ય કુરાવી, મનમાં ચોક્કસ નિયમથી કાર્યતંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org