________________
૩૪૪ ] અધ્યાત્મક૫મ
[ચતુ વહન કરવાને દઢ સંકલ્પ કરવામાં આવે, તે ઈદ્રિયવિષય ઉપભેગને માર્ગ અંકિત થઈ જાય. અને એક વાર આ અભ્યાસ થોડા વખત પાડવામાં આવે તે પછી તે નિસર્થિક પ્રવાહ થઈ જાય. આવા આત્મિક શુદ્ધ પ્રવાહમાં રમણ કરનારા, ઇન્દ્રિયોને શુભ માર્ગે પ્રવર્તાવનારા મહાત્માઓની અમે સ્તુતિ કરીએ છીએ. (૧૮) ૨૫૬)
કષાયસંવર–કરટ અને ઉત્કરટ कषायान् संघृणु प्राज्ञ :, नरकं यदसंवरात् । મહાતપસ્વિનો થાક, રોટવિયા | ૨૬ (અનુષ્ટ્ર)
હે વિદ્વાન્ ! તું કષાયને સંવર કર. તેનો સંવર નહિ કરવાથી કરટ અને ઉત્કરટ જેવા મહાતપસ્વીઓ પણ નરકને પામ્યા છે.” (૧૯)
વિવેચન–મિથ્યાત્વત્યાગ અને યોગસંવર માટે કહ્યું હવે કષાયસંવર માટે જરા સૂચના કરે છે. વિષય પરત્વે આખે અધિકાર અગાઉ લખાયે છે તેથી અત્ર વિશેષ લખવાની જરૂર રહેતી નથી. એ સર્વ હકીકતનો મુખ્ય સાર એ છે કે કષાયને ત્યાગ કરે; તે (કષાય) કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તે પણ કરવા નહિ અને આત્મિક ચિંતવના કર્યા કરવી. કષાય એ જ સંસારને લાભ છે અને સંસારની વૃદ્ધિ કરનાર છે એને પ્રસાર થવા દીધાથી બહુ મોટું નુકસાન થાય છે. કષાયથી અનેક જ દુગતિ પામ્યા છે, જેનાં દષ્ટાંત આ ગ્રંથના સાતમા અધિકારમાં યોગ્ય સ્થાને બતાવવામાં આવ્યાં છે. કટ અને ઉત્કરટ મુનિનું દષ્ટાંત જાણવા લાયક છે, તેથી શ્રી ધનવિજયસૂરિની ટીકા ઉપરથી અત્ર લખવામાં આવ્યું છે.
કરટ અને ઉત્કરટ નામના બે ભાઈઓ હતા. એ બને સગા ભાઈ મહેતા, પણ માસી-માસીના દીકરા હતા. તેઓ બન્ને અધ્યાપકને બંધ કરતા હતા. એક વખત સંસાર પર વૈરાગ્ય આવ્યે તેથી બન્ને ભાઈઓએ વ્રત ગ્રહણ કર્યું. તેઓ બહુ તપસ્યા કરતા હતા. પૃથ્વીતળ પર વિહાર કરતા કરતા તેઓ કુણાલા નગરીમાં ચોમાસું કરવા આવ્યા અને ગામ ફરતા કિલ્લાના ગરનાળામાં રહી ઘેર તપસ્યા કરવા માંડી. વરસાદ થશે તે તેમાં આ સાધુ તણાઈ જશે એ વિચારથી ક્ષેત્રદેવતાએ વરસાદને કુણાલા નગરીમાં વરસવા દીધું નહિ. અટકાવી રાખ્યો. તે નગરી સિવાય આજુબાજુ બહુ સારી રીતે વરસાદ થયો. ગામના લેકે આનું કારણ સમજી ગયા, તેથી તે મુનિઓને અંત:કરણથી શ્રાપ આપવા લાગ્યા. અને છેવટે સર્વ લોકોએ એકઠા થઈ મુનિઓને યષ્ટિ-મુષ્ટિ વગેરેના પ્રહારો કરી ગામથી દૂર કાઢી મૂક્યા. આ વખતે લોકોએ કરેલા તાડન તર્જનથી ગુસ્સે થઈ તેઓ બોલ્યા - A # જુએ “કષાયત્યાગ ” નામને સાતમે અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org