________________
૨૧૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ રામ વગેરે અનેક ધાંધલ કરી મૂકે છે. એક માખી કે મરછર બેસે ત્યાં તે તેને જીવ નીકળી જાય છે અને તપસ્યા પણ કરતા નથી. એક ઉપવાસ કરે તે જાણે બીજા ઉપર પાડ કરી નાખે છે અને તેમાં આગલે દિવસે સાંજે અને બીજે દિવસે સવારનાં એટલી ધમાધમ કરે છે કે તેવો ઉપવાસ કરવાથી ભગ બમણે થાય છે. આવી રીતે નાની-મોટી દરેક બાબતમાં આ જીવ આગ્રહભરેલી રીતે કષ્ટથી દૂર રહેવા યત્ન કરે છે, પરંતુ પોતાનું વર્તન, વ્યવહાર, આચરણ એવું રાખે છે કે જે દુઃખોથી અત્ર બીવે છે, તેવાં જ દુઃખ તેનાથી લાગણી જોરમાં સહન કરવો પડે. અત્ર પુણ્યધન ખાઈ જાય છે અને પછી તેને દુઃખ ને દુઃખ જ ભેગવવાને વારે આવે છે. ગુરુમહારાજ કહે છે કે “અરે મૂખ! તારી બુદ્ધિને માટે અમારે તે શું કહેવું ? તું ગૃહસ્થ હો કે યતિ છે, પણ તારે એક મુદ્દો અવશ્ય સાચવવું જોઈએ, અને તે એ છે કે મનુષ્યભવને પરિણામે સરવૈયામાં તેટે આવે નહિ. જે પુંછ લઈને આવ્યું છે, તેમાં કાંઈ પણ વધારે થ જોઈએ.” જે ગુરુમહારાજના એ ઉપદેશ પર ધ્યાન આપીશ, તો તે તને અમેઘ લક્ષમી પ્રાપ્ત થશે, તેથી વિચાર કરીને નરક-નિગદનાં દુઃખ સહન કરવો પડે તેવે વખત આવતો અટકાવ પછી તે ગતિમાં જતી વખત તું રાડ પાડીશ કે રેઈશ, તેપણ તારું કોઈ સાંભળશે નહિ.
આ શ્લોકમાં એક બીજો ભાવ હોય એમ પણ કુંરે છે. સાધુધર્મ વહન કરવામાં પરીષહ સહન કરવા પડે છે, એ ખરું છે અને તેની બીકથી જ બહુ પ્રાકૃત પ્રાણીઓ તે ધર્મ અંગીકાર કરી શકતા નથી અને તેનાથી ડર્યા કરે છે, પરંતુ તેને બદલે થાય છે એમ કે જે કષ્ટની બીકથી ડર્યા કરે છે, તે જ કષ્ટ વ્યવહારમાં સહન કરે છે. ઠંડી વગેરે પરીષહના રૂપમાં સહન કરતો નથી, પરંતુ પરતંત્રતાથી સર્વ સહન કરે છે એ લગભગ દરરોજના અનુભવનો વિષય છે. આના પરિણામે બંને ભવ બગડે છે. અત્ર કષ્ટ વેઠે છે અને પરભવમાં પાછો દુર્ગતિમાં પડે છે. આવા પ્રકારની તારી પૃથક્કરણ કરવાની બુદ્ધિને રંગ છે ! (૨૫; ૧૪૯)
ઉપસંહાર-પાપનો ડર कचित्कषायः क्वचन प्रमादैः, कदाग्रहैः कापि च* मत्सराद्यः । आत्मानमात्मन् ! कलुषीकरोपि, बिभेषि धिङ् ना नरकादधर्मा ॥ २६ ॥ (उपजाति)
હે આત્મન ! કઈ વખત કષાય કરીને અને કોઈ વખત પ્રમાદ કરીને, કઈ વખત કદાગ્રહ કરીને અને કઈ વખત મત્સર વગેરે કરીને, આત્માને મલિન કરે છે. અરે ! તને ધિક્કાર છે! તું એ અધમી કે નરકથી પણ બીતે નથી?” (૨૬)
વિવેચન-આ જીવ કોઈ વાર ક્રોધ કરે છે, કેઈ વાર અહંકાર કરે છે, કઈ વાર કપટ કરે છે, કેઈ વાર પૈસાની ઝંખના કર્યા કરે છે, કઈ વખત બેટ અભિનિવેશ કરે છે, કેઈ
એક રમતઃ તિ વા ઘર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org