________________
અધિકાર ]
વેરાગ્યેાપદેશ
( ૨૧૯
વખત વ્રત-નિયમ ન લેતાં અવિરતિપણામાં આનંદ માને છે, કોઈ વખત મનમાં અશુભ વિચારો શ્રેણીબદ્ધ કર્યાં કરે છે, કોઈ વખત પેાતાના કુળ, બળ, વિદ્યા, ધન વગેરેને મદ કરે છે, કોઈ વખત સ્ત્રીમાં આસક્ત થઈ પડ્યો રહે છે. કેાઈ વખત સારા સારા પદાર્થો ખાવા માટે અનેક આરંભ કરે છે, કોઈ વખત પરસ્ત્રીઓનાં રૂપ જોઇ આનંદ પામે છે, કોઈ વખત રાજકથા કરે છે, કાઈ વખત દેશમાં ચાલતી લડાઈની વાતા કરે છે. કાઇ વખત સ્ત્રીઓની કથા કરે છે, કોઈ વખત ખાટલામાં પડ્યો પડ્યો ક્લાકોના કલાકો સુધી ઊંઘ્યા કરે છે, કાઈ વખત કદાગ્રહમાં પડી જઈ મમત્વ ખાંધે છે, કોઇ વખત મમતને લીધે સંધ કે જ્ઞાતિનું ગમે તેટલુ' બગડતુ' હોય તેની દરકાર કે વિચારણા કર્યા વગર પેાતાનું ધાર્યું કરે છે, કોઈ વખત મત્સર કરે છે, કોઇ વખત કલહ કરે છે, કોઈ વખત અસત્ય ખોલે છે, કાઇ વખત નિંદા કરે છે, કોઈ વખત ચારી કરે છે, કોઈ વખત જીવહિંસા કરે છે—આવાં આવાં અનેક પાપાચરણા કરી આ જીવ મલિન થાય છે, આત્માને મલિન કરે છે અને સંસારમાં રખડે છે. આવા પાપથી આત્માની શુદ્ધતા ઉપર મેલ ચઢતા જાય છે અને તે અનંત સૌંસારસમુદ્રમાં ઝોકાં ખાતુ–ડાલતુ વહાણ હાથ રહેતુ' નથી અને પાણીના વમળમાં અટવાયા કરે છે. હું આત્મન્ ! હું ચેતન ! આ ખાખત બહુ ધ્યાન રાખવા જેવી છે. (૨૬૬ ૧૫૦)
*
*
એવી રીતે વૈરાગ્યેાપદેશદ્વાર પૂર્ણ થયું. આ દ્વારની અગત્યતા ઘણી છે, કારણ કે વૈરાગ્યના વિષય એકંદરે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ દ્વારનુ પૃથક્કરણ કરવાની જરૂર રહેતી નથી. દરેક શ્લોકને મથાળે જે નામ લખ્યુ છે, તે નામા જ પૃથક્કરણુરૂપ છે. લગભગ દરેક શ્લાકમાં જુદા જુદા વૈરાગ્યના વિષય પર વિચારા ખતાવ્યા છે. બધી વાતના સાર એ છે કે આ જીવને ભેદજ્ઞાન થવુ જોઈએ; આત્મિક વસ્તુ કઇ છે અને પૌદ્ગલિક વસ્તુ કઇ છે, તેના ખરાબર ખ્યાલ હોવા જોઈ એ; સ્વ-પરની વહેંચણી થવી જોઇએ. ચેતન શુદ્ધ છે, એખ વગરનુ ઝવેરાત છે, કાહીનૂર છે, પણ અનાદિ અભ્યાસથી પેાતાની શુદ્ધિ ઉપર કર્માંનાં પડ ફેરવી વાળ્યાં છે, તેથી એની શુદ્ધતા દેખાતી નથી. તેની શુદ્ધ સ્થિતિ સમજવા માટે હાલની સ્થિતિ એ અશુદ્ધ સ્થિતિ છે, એ એણે સમજવું જોઈ એ, અને તે જ આ આખા અધિકારના વિષય છે. સ'સાર પર નિવેદ લાવવાની બહુ જરૂર છે, કારણ કે જે દુ:ખ થાય છે તે સ‘સાર-ભ્રમણને લીધે થાય છે અને જો વિષયકષાય પર જય મેળવવામાં આવે તે સંસાર-ભ્રમણ મટી જાય તેમ છે.
સ`સાર પર નિવેદ આવવાનાં (વૈરાગ્ય થવાનાં) ત્રણ કારા છે: એક ઇચ્છિત વસ્તુનુ નહિં મળવું અને અનિચ્છિત વસ્તુનું મળવું; એને શાસ્ત્રકાર દુઃખગલિત વૈરાગ્ય કહે છે. બીજું, આત્માનુ· ખાટી રીતે જ્ઞાન થવાથી વૈરાગ્ય થાય તેને માહગર્ભિત વૈરાગ્ય કહે છે, અને ત્રીજી; આત્માનું શુદ્ધ સ્વરૂપ જાણી-સમજી-વિચારી સ‘સાર પર ઉદાસીનતા
Jain Education International
મ
For Private & Personal Use Only
www.jainelibrary.org