________________
અધ્યાત્મક ૫કુમ
[ દશમ ખરેખરા રૂપમાં લાવવી તેને (સદજ્ઞાનસંગત) જ્ઞાનગર્ભિત વરાગ્ય કહે છે. વસ્તુ સ્વરૂપના ખરેખરા જ્ઞાન પછી થયેલ ત્રીજા પ્રકારના વિરાગ્યથી ભવ-ભ્રમણનું દુઃખ મટે છે અને મેક્ષ-સુખ મળે છે.
વૈરાગ્યદ્વારને અંગે મનુષ્યભવની દુર્લભતા ખાસ સમજવાની જરૂર છે. આ ભવમાં જે જોગવાઈ મળી છે, તેવી ફરી ફરીને જલદી મળી શકતી નથી. શાસ્ત્રમંતર્ગત કેટલાંક દૃષ્ટાંત તેરમા શ્લોકમાં આપ્યાં છે, તે મનન કરવા લાયક છે. વાચનની કેટલીક હકીકત ચાખવાની હોય છે, કેટલીક ગળે ઉતારવાની હોય છે અને કેટલીક પચાવવાની હોય છે* આ વિષય પચાવવાનું છે. મેમાં નાખી, ચાવી, ગળે ઉતારી, પચાવે એટલે કે એને વાંચી, સમજી, વિચારી, મનન કરી, વારંવાર તેનું પુનરાવર્તન કર્યા કરવું. મનુષ્યો તાત્કાલિક સુખ તરફ વિશેષ ધ્યાન આપે છે, પણ લાંબી નજરે જોતા નથી, એ પણ એટલી જ ઉપયોગી હકીકત છે. આ બાબતમાં વણિકબુદ્ધિ રાખવાની જરૂર છે.
દરેક બાબત સંબંધે તેને યોગ્ય સ્થાને પૂરતું વિવેચન કરવા યત્ન કર્યો છે. સંસારમાં કેઈ કેઈનું નથી, સ્વાર્થને મેળે મળ્યો છે, માટે ગૃહસ્થાવાસને કે સંસારને અંગે પિતાની યોગ્ય ફરજ હોય તેટલો વખત તેને સારુ જે કરવું ઘટે તે કરવું. બાકી ખરેખરું કાર્ય તે શાંત સ્થાને બેસી પિતાનું ખરું સ્વરૂપ શું છે તે વિચારવું, એ છે. પ્રવૃત્તિમાં પડી રહેનારને ખરા સુખની વાનકી પણ મળતી નથી. એને મનુષ્યભવ એક ફેરા જેવો થાય છે, નકામે થાય છે અને છેવટે પસ્તા કરાવે છે. આવી અનેક ઉપયોગી હકીકત શાસ્ત્રમાં ભરેલી છે, વિચારને માટે આટલું ઘણું છે. બાકી સંસારયાત્રા સફળ કરવાનું પ્રબળ સાધના પિતાના ક્ષપશમ પ્રમાણે અને ગુરુમહારાજના ફરમાન પ્રમાણે શોધી લેવા દરેકે યત્ન કરે. આ મનુષ્ય ભવ સફળ કેવી રીતે થાય એ વિચારવું બહુ અગત્યનું છે.
શુદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે આ પ્રસંગ બહુ અનુકૂળ છે. પાશ્ચાત્ય સંસ્કારોને લીધે કેળવણીમાં પ્રવેશ, રાજ્ય તરફની ધર્મ સંબંધમાં સગવડ, પુસ્તકો પ્રાપ્ત કરવા માટે મુદ્રાયંત્રથી થયેલી અનુકૂળતા, આખા ભારતવર્ષમાં થયેલી જાગૃતિને લીધે સ્વધર્મમર્યાદા પુનઃસ્થાપન કરવા માટે સંસ્કારવાળાઓની અભિરુચિ અને બીજા અનેક સાધનને લઈને છેલ્લા કેટલાક સિકાઓ કરતાં અત્યારનો સમય અનુકુળ કહી શકાય. તેની સાથે જ પાશ્ચાત્ય દઢ સંસ્કારને લીધે ઘમક્રિયાઓ તરફ પરામુખપણું અને ચગ્ય સંસ્કારને અભાવે ધર્મ તરફ પણ ઉપેક્ષાવૃત્તિ પ્રાપ્તવ્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે; છતાં સામટી રીતે વખતની પ્રતિકૂળતાના સંબંધમાં ખાસ ફરિયાદ કરવાનું કારણ રહેતું નથી. આ અનુકૂળતાને લઈને આ જીવને પિતાને થયેલી વધારાની ખાસ અનુકૂળતા ધ્યાનમાં લેતાં, વખતનો લાભ લેવો જરૂર છે એમ લાગે છે.
* Sea Bacons essay on Studie's.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org