________________
અધિકાર ]. વૈરાગ્યપદેશ
( રર વૈરાગ્યને લગતે આ આખો અધિકાર છે. ઉદ્દઘાતમાં આ વિષયની અગત્યતાના સંબંધમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવશે. અત્ર વૈરાગ્યનાં કારણો શોધવાં હોય, તે તેમાં બહુ મુશ્કેલી પડતી નથી. આપણે સંસારનો કોઈ પણ પ્રસંગ લઈએ, તો તેમાં ઉક્ત કારણ સહજ પ્રાપ્ત થશે; પ્રેમની અસ્થિરતા, પ્રેમીના મરણને સંભવ, વસ્તુને નાશ, યૌવનનું પ્રાગ૯ભ્ય, વૃદ્ધાવસ્થાની મંદતા, પૌગલિક પદાર્થોને પલટને સ્વભાવ, એ સર્વ વૈરાગ્યને ખેંચી લાવે છે; આકર્ષ લાવે છે, મન પર સજજડ છાપ ચટાડે છે. આ તે સામાન્ય વાત થઈ, પરંતુ વ્યવહારને કોઈ પણ પ્રસંગ-સામાન્ય કે અસાધારણ-લેતાં તેમાંથી વૈરાગ્યનું કારણ મળી આવશે. વાધે માત્ર પ્રસંગને અનુકૂળ વિચાર કરવાનું છે. એકના એક પુત્રના મરણપ્રસંગે શોક કરવામાં આવે, તે તે વિચાર કર્તવ્ય નથી, શાસ્ત્રોક્ત નથી, પ્રસંગને અનુરૂપ નથી. શુભ કે અશુભ વ્યવહારના કાર્યને અંગે કંઈક વિચાર આવે છે, પણ સાધ્ય અક્કસ હોવાથી વસ્તુતઃ કર્તવ્યનું ભાન કરાવનારા વિચારે આવતા નથી. અધિકારના દરેક શ્લોક પર વિચાર કરી તેને પોતાના વ્યવહારમાં પણ ઉપયેગી બનાવવામાં આવે તે અવ વર્ણવેલી સ્થિતિને બદલે કાંઈક નવીન પ્રકાશ, નૂતન સકુરણા, અભિનવ અનુભવ થાય; પરંતુ અવકાશના વખતમાં માત્ર વાંચવા ખાતર જ આ અધિકારાંતર્ગત શ્લેકે વાંચવામાં આવે છે તેથી સ્વાત્માનુભવ કે આત્મદર્શન થવાને બહુ સંભવ તુરત તે રહેતા નથી.
આત્માની અનંત શક્તિ છે એ હવે નવું જાણવાનું રહેતું નથી એ શક્તિ પ્રકટ કરવા માટે આત્મદ્રવ્ય પર લાગેલા કર્મના સમૂહે દૂર કરવાની જરૂર છે. એ ભાવ પ્રાપ્ત કરવા માટે, શુદ્ધ આત્મદર્શન કરવાની રુચિ થવા માટે વૈરાગ્યની જરૂર છે. કારણ કે સંસાર અને વૈરાગ્યને બનતું નથી અને સંસાર છે, ત્યાં કર્મ છે અને કર્મ છે ત્યાં ઓછી વધતી આત્મ-દર્શનવિમુખતા છે. સંસાર પરથી નિવેદ લાવવા માટે શુદ્ધ વિચારણું કરવાની અને પિતાના દરેક કાર્ય પર નિરીક્ષા કરવાની જરૂરિયાત તેથી સ્પષ્ટ થાય છે. આ અધિકારને પ્રત્યેક લેક તે તરફ પ્રયાણ સૂચવે છે.
इति सविवरणो वैराग्योपदेशनामा दशमोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org