________________
અધિકાર ]
વૈરાગ્યઉપદેશ
[ ૨૧૭
છે, મદિરાપાન કરે છે અને એરેટેડ વાટરના અપેય પદાર્થોના ગ્લાસેા ગળામાં રેડે છે, તેમ જ અનેક રમત રમે છે; પણ તુ' વિચાર તે ખરો કે એ સવ પુણ્યના પ્રતાપે છે, તારે ગામનું લેણુ છે અને તે ઉઘરાણી પતતી જાય છે અને મળેલેા વારસા ખવાતા જાય છે, ધન એછુ થતું જાય છે એટલે પુણ્યધન ખવાતુ' જાય છે. હવે અત્યારે તે તું કાંઈ ધન રાખતા નથી, ત્યારે આગળ તારા શા હાલ થશે? મને તે તારે માટે વિચાર થઈ પડયા છે, પણ તું વિચાર કરતા નથી.
જેને અત્ર સુખ, ભાગ, વૈભવ. સ'પત્તિ, આરોગ્ય હાય તેણે સંસારમાં લપટાવુ' એ મળેલી પુજીને ઉડાવી દેવા જેવું છે. અને વૈભવ, આરેાગ્ય વગર સ'સારમાં લપટાવું એ તા તદ્દન મજૂરી કરવા જેવુ છે, અફળ છે, અને કાઈ ડાહ્યો માણસ તેવું કરવાની હા પણ પાડે નહિ, એ સમજાય તેવુ છે. ભતૃહરિએ એક સ્થાનકે લખ્યું છે કે, “માઢા આગળ ગીતા ગવાતાં હોય, પડખે કવિએ બિરુદાવલિ ખેલતા હાય, ખાજુ પર ચામર વીતાં હાય અને માથે સેવકો છત્ર ધરી રહ્યા હાય એવું તારે હાય તા તે તું સંસારરસના સ્વાદ લેવાની ઈચ્છા કરે તે જરા વ્યાજબી પણ ગણાય.” આવું તેા તારે કાંઈ છે નહિ, વાસ્તે તુ' સ’સારમાં લપટાઈશ નહિ. તારે તેા વ્યવહારમાં કહેવત છે તેમ ન મળ્યા રામ, ને ન મળી માયા' જેવુ થાય છે. જરા પુણ્યધન છે તે પશુ ઊલટુ' તું તો હારી બેસે છે. તારી સ્થિતિ ઉચ્ચ કરવા માટે, અસગપણ' પ્રાપ્ત કરવાનાં સાધના મેળવવા માટે અને ચાલુ નકામી ઉપાધિઓથી દૂર રહેવા માટે તારે હજી પુણ્યની બહુ જરૂર છે; માટે જે કાર્ય સુખથી-સરળતાથી કરવાં જોઈ એ તે કર અને ખાવા-પીવાની ઉપર બહુ લક્ષ્ય છે તે છે।ડી દે. તારી હાલની સ્થિતિમાં તા હજુ પુણ્યધનના મોટા સૉંચયની જરૂર છે. તારી જીવનમુક્ત સ્થિતિ આવશે ત્યારે જ તારે પુણ્યને ખપ નથી; તે વખત અમે તને તે સ્વરૂપ અતાવશું અથવા તુ તારી મેળે જ તે સમજી શકીશ. (૨૪, ૧૪૮ )
થોડા કષ્ટથી બીવે છે અન બહુ કષ્ટ થાય તેવુ કરે છે शीतातापान्मक्षिकाकत्तृणादिस्पर्शाद्युत्थात्कष्टतोऽल्पाद्विभेषि ।
तास्ताश्चैभिः कर्मभिः स्वीकरोषि श्रश्रादीनां वेदना धिग् धियं ते ॥ २५ ॥ ( शालिनी )
'
ટાઢ, તડકા, માખીના ડસ અને કર્કશ તૃણાદિના સ્પર્શથી થયેલાં બહુ થાડાં અને થોડા વખત સુધી ચાલે તેવાં કષ્ટથી તુ' ડરી જાય છે અને તારાં પેાતાનાં કૃત્યાથી પ્રાપ્ત થનારી નરક–નિંગાદની મહાવેદનાઓને અંગીકાર કરે છે ! રંગ છે તારી અક્કલને !” (૨૫)
વિવેચન—જ્ઞાની ગુરુને એક અહુ મેટુ આશ્ચય થાય છે. આ જીવ અહી તે એવા સુખશીલીએ થઈ જાય છે કે કપડામાં જરા તણખલુ પેઠું' હાય, તે તે પણુ ખમી શકતા નથી, ઠડડીથી રાડો પાડે છે અને ગરમીના વખતમાં ટટ્ટી, કાલ્ડ ડ્રીન્ક * વૈરાગ્યશતક, લેાક ૫૮ મે.
અ. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org