________________
અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ
[૩૬૧ એ શુભ પ્રવૃત્તિને મુખ્ય ઉદ્દેશ મન, વચન અને કાયાને શુભ રસ્તે પ્રવર્તાવવા પ્રયાસ કરે એ જ છે અને તે હેતુ ઉપર પણ સૂરિમહારાજ ધ્યાન ખેંચ્યા વગર રહ્યા નથી. જ્યાં સુધી મનમાં વિચાર જુદા, વચન જુદું અને વર્તન ત્રીજા પ્રકારનું હોય ત્યાં સુધી સર્વ ફેગટ છે. ત્રિપુટીને ત્રણ રસ્તે ચલાવવી નહિ. એ ત્રણમાં પણ મનને વશ કરવાની વિશેષ જરૂર છે. એ જેમ જેમ વશ થતું જાય છે તેમ તેમ કર્મબંધમાં બહુ ફેર પડતો જાય છે. એ જ્યારે નિર્મળ થાય છે ત્યારે આત્મ-પ્રદેશમાંથી શુભ ભાવના ઊઠે છે, શુભ ભાવનાથી આત્મ-લય થાય છે. આત્મ-લયથી કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે પછી જ મુક્તિ થાય છે. મુક્તિ પ્રાપ્ત કરવી એ જ કર્તવ્ય છે અને એ જ પ્રાપ્તવ્ય છે. હેય, શેય, ઉપાદેયનું સ્વરૂપ સમજી, સ્વાનુકૂળ ક્રિયામાં પ્રવૃત્તિ રાખવી એ આપણું કામ છે. પરિણામ સુલભ છે અને આ ભવમાં પણ અનુભવ-ગોચર છે. એક વખત કાર્ય કરો અને પછી શુભ ફળ મળી આવશે, એ ચોક્કસ માનજે. આ શુભ વૃત્તિ રાખવાના શિક્ષાપાઠ આપ્યા છે તે હૃદયપટ પર ચીતરી રાખવા જેવા છે.
इति सविवरणः शुभवृत्तिशिक्षापदेशनामा पञ्चदशोऽधिकारः ॥
અ. ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org