________________
पंचदशः शुभवृत्तिशिक्षोपदेशाधिकारः ॥
:0:
ચિત્તદમન, વૈરાગ્યઉપદેશ અને યતિયાગ્ય શિક્ષા કહી; ગત અધિકારમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગના નિરોધ કરવાના ઉપદેશ આપ્યા અને પ્રસંગે સંવર કરવા ગર્ભિત ઉપદેશ આપ્યા. હવે કેવા પ્રકારની વૃત્તિ કરવી, તે બતાવે છે. અમુક પ્રણાલિકા ખંધ થાય ત્યારે યંત્રની શક્તિના ઉપયોગ કરવા માટે નવીન પ્રવાહા શેાધવા જોઈએ, નહિ તા શક્તિના લય થાય છે અથવા અસ્ત-વ્યસ્ત દિશામાં ચાલી જાય છે. આ અધિકારમાં જે વૃત્તિ-વર્તન ખતાવેલ છે તેમાંની ઘણી સાધુયેાગ્ય છે અને કેટલીક શ્રાવકાગ્ય છે. વાંચનારે પોતાની ચાગ્યતા પ્રમાણે શિક્ષા ગ્રહણુ કરવી. આ અધિકાર ખાસ સાધુને ઉદ્દેશીને લખાયેલા છે. દરેક શ્લાકના પ્રસંગ પર વિવેચન કરવામાં આવ્યું છે.
આવશ્યક ક્રિયા કરવી
आवश्यकेष्वातनु यत्नमाप्तोदितेषु शुद्धेषु तमोऽपहेषु ।
न हन्त्यभुक्तं हि न चाप्यशुद्धं, वैद्योक्तमप्यौषधमामयान् यत् ॥ १ ॥ ( उपजाति)
“આપ્ત પુરુષોનાં ખતાવેલાં શુદ્ધ અને પાપને હરનારાં એવાં આવશ્યકે! કરવામાં યત્ન કર; કારણ કે વૈદ્ય ખતાવેલું ઔષધ ખાધું ન હોય અથવા (ખાધા છતાં પણ જે ) અશુદ્ધ હાય તા તે રાગના નાશ કરી શકતું નથી. ” ( ૧ )
વિવેચન—આવશ્યક એટલે અવશ્ય કરવા ચાગ્ય નિત્યક્રમ, અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તા સાધુ અને શ્રાવકની ફરજિયાત નિત્યક્રિયા. એ જ છે ઃ——
૧. સામાયિક—એ ઘડી સુધી સ્થિર ચિત્ત સ્થિર આસન ઉપર સમતા રાખી શાંત જગ્યામાં, આત્મિક જાગૃતિ કરવી તે. એમાં અભ્યાસ, તત્ત્વચિંતવન, ધ્યાન અને જાપ ઇત્યાદિ ક્રિયામાંથી પાતાની શક્તિ પ્રમાણે કર્તવ્ય છે. આ શ્રાવકને માટે છે અને સાધુ માટે તફાવત એટલા જ છે કે તેએ નિર'તર સામાયિક દશામાં જ વતે છે,
* मामयापहमिति पाठान्तरम् । रोगहरणक्षममित्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org