________________
૩૫૦ ]. અધ્યાત્મકલ્પમ
[ પંચદશ ૨. ચતુર્વિશતિજિનસ્તવન–જગત પર મહાઉપકાર કરનાર, મહાપ્રભાવક પરમાત્માની નામાદિરૂપે સ્તુતિ.
૩. વંદન–ગુરુ વગેરે વડીલ પુરુષોને વંદન કરવું.
૪પ્રતિકમણું–આખા દિવસ કે રાત્રિ સંબંધી, અગર પંદર દિવસ, ચાર માસ કે વર્ષ સંબધી કાર્ય, ઉરચાર કે ચિંતવનથી થયેલ દો, ફરમાવેલ કાર્યો અને અનુદેલ અપવર્તન સંબંધી દેશે માટે અંતઃકરણથી પશ્ચાત્તાપ. નહિ કરવા સંબંધી વિચાર કરવો જોઈએ તે ન કર્યો હોય તે સંબંધી વિચારણા એ સવથી વધારે ઉપયોગી આવશ્યક છે. એનો હેતુ બતાવતાં શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં કહે છે કે “નિષેધ કરેલાં કાર્યો કર્યા હોય, આદેશ કરેલાં કાર્યો ન ર્યા હોય, જીવાદિક પદાર્થો પર શ્રદ્ધા ન કરી હોય અને ધર્મવિરુદ્ધ પ્રરૂપણ કરી હોય, તે સર્વનું ક્ષમાયાચન કરવું એ પ્રતિકમણ છે.” (ગાથા ૪૮).
૫. કાયોત્સર્ગ–દેહને ઉત્સર્ગ કરો, ત્યાગ કરે એટલે તે સંબંધી બાહા વ્યવસાય મંદ પાડી, અંતરથી આત્મજાગૃતિ કરવી તે.
૬. પચ્ચખાણુ–સ્થળ પદાર્થોના ભંગ અ૫ કરવા, તદ્દન બંધ કરવા અને બની શકે તેટલે ત્યાગભાવ કરે તે.
આ છ આવશ્યકે સર્વ જૈનોએ અવશ્ય કરવાનાં છે. શાસ્ત્રપ્રણીત છે, પરમાત્માના મુખથી નિર્દિષ્ટ થયેલાં છે અને સ્વતઃ નિર્દોષ છે. વળી એ પિતે નિર્દોષ છે એટલું જ નહિ, પણ ભવોગ મટાડવા માટે ઔષધરૂપ છે. એની ઔધુપણાની શક્તિ સર્વજ્ઞપ્રણીત છે અને અનુભવથી સમજાય છે. ઔષધ બતાવનાર વૈદ્ય ગમે તે વિદ્વાન હોય છતાં પણ, તેનું બતાવેલું ઔષધ ખાવાથી જ વ્યાધિને નાશ થાય છે, માત્ર નામ જાણવાથી કામ થતું નથી. એવી જ રીતે આવશ્યકરૂપ ઔષધ ખાવાથી જ ભવરોગ મટે છે. વળી, ખાધા છતાં પણ ઔષધ શુદ્ધ ન હોય તે એ વ્યાધિ મટતે નથી, એ બાબતમાં પણ ચિંતા કરવા જેવું નથી. અનેક પ્રાણીઓ ઉપર પ્રયોગ થયા પછી અને અતીન્દ્રિય ચક્ષુથી તેને લાભ પ્રત્યક્ષ નજરમાં આવ્યા પછી જ તે બતાવવામાં આવ્યું છે અને તેના બતાવનાર સર્વ પ્રકારનો વિચાર કરી શકે તેવી સ્થિતિમાં હતા, તેથી એ ઔષધ ફૂટી નીકળશે કે વ્યાધિ વધારશે એવી પણ ચિંતા કરવા જેવું નથી.
આવશ્યક ક્રિયાની બહુ જરૂર છે. તેનાથી આત્મા બહુ નિર્મળ રહે છે, જુનાં પાપ અંશે અંશે છેડી દેતો જાય છે, નવીન ગ્રહણ કરતું નથી, તેથી તે ધર્મસન્મુખ રહે છે અને તેની આંતર વૃત્તિ જાગ્રત રહે છે. આવશ્યક ક્રિયામાં લાગતા દેશે સમજવાની જરૂર છે. સામાયિકના ૩૨ દેશ, કાર્યોત્સર્ગના ૧ દેષ વગેરે ક્રિયામાર્ગના ગ્રંથેથી જાણવા અને તેને ત્યાગ કરવા નિશ્ચય કરે. દોષ વગરનાં આવશ્યક મહાફળ આપે છે અને એ સ્થિતિ અભ્યાસથી પ્રાપ્ત થાય છે. દરમ્યાન શુદ્ધ દશાના ખપી થવું; પણ સદોષ ક્રિયા કરતાં ક્રિયા ન કરવી સારીએવી વિપરીત વૃત્તિ રાખવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org