________________
અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ
[ ૩૫૧ આ શ્લોકમાં સર્વજ્ઞ ભગવાનનો વૈદ્ય સાથે, આવશ્યક ક્રિયાને ઔષધ સાથે અને ભવપર્યટનને વ્યાધિ સાથે ઉપમાન-ઉપમેય સંબંધ છે. (૧ ૨૬૧)
તપસ્યા કરવી तपांसि तन्याद्विविधानि नित्यं, मुखे कटन्यायतिसुन्दराणि । નિયત્તિ તાજ્જૈવ રાશિ , રસાયનાની દુકામયાન વર | ૨. (૩જાતિ)
શરૂઆતમાં કડવા લાગે તેવાં પણ પરિણામે સુંદર બન્ને પ્રકારનાં તપ હમેશાં કરવાં. તે કુકર્મના ઢગલાને તુરત વિનાશ કરે છે–જેવી રીતે રસાયણ દુષ્ઠ રોગોને દૂર કરે છે તેમ.” (૨)
વિવેચન–બાહા અને આત્યંતર એમ બે પ્રકારનાં તપ છે. ન ખાવું (અનશન), ઓછું ખાવું, ઓછા પદાર્થો ખાવા, રસને ત્યાગ કરે, કષ્ટ સહન ફરવાં અને અંગોપાંગ સંકેચી રાખવાં એ છ બાહ્ય તપ છે. કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવું, વડીલને વિનય કર, બાળવૃદ્ધગ્લાનનું વૈયાવૃત્ય કરવું, અભ્યાસાદિ કરવાં, ધ્યાન કરવું અને કાયાને ઉત્સર્ગ કરે એ છ આત્યંતર તપ છે. આ સર્વ તપ કરતાં કષ્ટ પડે છે, જરા આકરું પણ લાગે છે, પણ આત્માની સાથે અનાદિ કાળથી જે કર્મસમૂહ લાગ્યો છે, તેને એકદમ દૂર કરે હોય, ભગવ્યા સિવાય તેને ત્યાગ કરવો હોય, જૈન પરિભાષામાં કહીએ તે કર્મની “નિરા” કરવી હોય, તો તેનો આ જ રસ્તો છે. દરેક સમયે સાત અગર આઠ કમ બાંધનાર જીવ ભગવતી વખત બધાં કર્મો વિપાકેદયે જ ભગવે એ નિયમ નથી; તેથી જે તપસ્યા કરી આત્મપ્રદેશથી ભેગી કર્મને ખેરવી નાખે તે જ એને કટુક વિપાકેદય વેદ ન પડે. તપસ્યા કરવામાં જરા આકરું લાગે છે, કારણ કે તેમાં સ્થળ ભેગોને ત્યાગ કરે પડે છે, સ્થિરતા રાખવી પડે છે એ વગેરેથી જરા મુશ્કેલી આવે છે, પણ તે શરૂઆતમાં જ આવે છે, તેનું પરિણામ ઘણું સારું છે અને આગળ જતાં અભ્યાસ પડયા પછી અભ્યાસની શરૂઆતમાં માલુમ પડેલી મુશ્કેલીઓ પણ લાગતી નથી.
જે ઈદ્રિયદમન માટે ચૌદમા અધિકારમાં કહ્યું છે અને જેથી મહાલાભ થઈ શકે છે તે ઈદ્રિયદમનનું પરમ સાધન તપ જ છે. આવી રીતે તપસ્યાથી મહાલાભ થાય છે. રસાયણ જેમ ખાતી વખતે, “કરી” પ્રમુખ સાચવવી પડતી હોવાને અંગે, સપ્ત લાગે, પરંતુ શરીરમાં ગયા પછી દુઃસાધ્ય લાગતા વ્યાધિઓને પણ મટાડે છે, તેવી જ રીતે જે સુગુરુરૂપ સુધે બતાવેલા તરૂ૫ રસાયણ, શાસ્ત્રાનુસાર વિધિ પ્રમાણે અપથ્યને ત્યાગ કરી, ભક્ષણ કરવામાં આવે તે આ સંસારી જીવને કર્મ રગ સુસાધ્ય થઈ નાશ પામે અને પરિણામે તેને અનંત સુખ મળે.
ગ્રંથકર્તા કહે છે કે તપ કુકમને નાશ કરે છે, એટલું જ નહિ પણ કુકમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org