________________
૩૫૨ ] અધ્યાત્મકલ્પમ
[ પંચદશ રાશિને નાશ કરે છે, એ બાબત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. સહજ લાભ થતો હોય તે બાબત સામાન્ય ગણાય, પણ આ તે ઢગલાબંધ લાભ છે. (૨; ૨૬૨)
શીલાંગ, ગ, ઉપસર્ગ. સમિતિ, ગુતિ विशुद्धशीलाङ्गसहस्रधारी, भवानिशं निर्मितयोगसिद्धिः । સોreતવૃનિર્મમ સર્, મારા પુતી સમિતી સંસ્થમ્ રૂ . ( ગ્રા)
“તું (અઢાર) હજાર શુદ્ધ શીલાંગને ધારણ કરનારો થા, યોગસિદ્ધિ નિષ્પાદિત થા, શરીર પરની મમતા દર મૂકીને ઉપસર્ગોને સહન કર, સમિતિ અને ગુપ્તિને સારી રીતે ભજ.” (૩)
વિવેચન–૧. શીલાંગ એટલે ચારિત્રનાં અંગ. એના દશ યતિધર્મ સાથે અઢાર હજાર ભેદ થાય છે, જે આ ગ્રંથમાં અન્યત્ર સવિસ્તર વર્ણવ્યા છે કે અત્ર સાધુનું શું કાર્ય છે તે બતાવતાં તેનું સ્મરણ માત્ર આપે છે. ૨. મન વચન-કાયાના ચેગેને વશ કરી લે અને તેના સાધન તરીકે અષ્ટાંગ ગની સાધના કર. ગરુંધનનું માહાસ્ય કેટલું છે, તે ચૌદમા અને નવમા અધિકારમાં સવિસ્તર જોઈ લેવું. સંસાર-સમુદ્રમાંથી ઊંચા આવવાનું પરમ સાધન ગરું ધન જ છે. ૩. શરીર પરની મમતા છોડી દેવી અને પરિષહ તથા ઉપસર્ગો યથાશક્તિ સહન કરવા. શરીર શું છે? શેનું છે? કોનું છે? અને તેને સ્વભાવ શું છે ? એ આપણે દેહમમત્વમેચન નામના આ જ ગ્રંથના પાંચમા અધિકારમાં જોયું છે. ૪. સમિતિ અને ગુપ્તિ૮ રાખી શુદ્ધ વર્તન કરવું.
આ કમાં શુભ પ્રવૃત્તિ કેવી રીતે રખાય, તેને માર્ગ દેખાડવા માટે નામમાત્ર નિર્દેશ કર્યો છે. આ શ્લોક ખાસ મુનિ મહારાજને ઉદ્દેશીને લખાય છે. આ આખા અધિકારમાં આ જ રીતિ ગ્રહણ કરી છે. ચૌદ અધિકાર વાંચીને આવનાર આ અધિકાર સહજ સમજી જાય તેમ હોવાથી, વિશેષ વિવેચનની અપેક્ષા મૂળ ગ્રંથકર્તાએ પણ યોગ્ય ધારી નથી. (૩; ૨૬૩)
સ્વાધ્યાય, આગમાર્થ, ભિક્ષા ઈત્યાદિ स्वाध्याययोगेषु दधस्व यत्न, मध्यस्थवृत्त्यानुसरागमार्थान् । अगारवो भैक्षमटाविषादी, हेतौ विशुद्धे वशितेन्द्रियौधः ॥४॥ (उपजाति )
“સઝાય-ધ્યાનમાં યત્ન કર, મધ્યસ્થ બુદ્ધિથી આગમના અર્થને અનુસર, અહંકાર મૂકી દઈને ભિક્ષા માટે ફર, તેમ જ ઇન્દ્રિયના સમૂહને વશ કરીને શુદ્ધ હેતુમાં વિખવાદ રહિત થા.” (૪)
૯ જુઓ શ્લોક ૨-૩, અધિકાર તેરમ, પૃષ્ઠ ૨૬પ. ૪ જુઓ વિવેચન ગ્લૅક ૨-૩, અધિકાર તેરમ, પૃષ્ઠ ૨૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org