________________
અધિકાર ] શુભવૃત્તિશિક્ષપદેશ
[ ૩૫૩ વિવેચન – ઉપરના શ્લોકમાં જેમ નામનિર્દેશ કર્યો છે તેમ જ અત્ર પણ સાધુને ઉદ્દેશીને શુભ પ્રવૃત્તિ માટે વિશેષ કાર્યો નામમાત્રથી બતાવ્યાં છે –
૧. હે યતિ ! તું સ્વાધ્યાયમાં કાળ નિર્ગમન કર. તારે નકામી વાત કરવી કે પંચાત કરવી અયોગ્ય છે, કેમ કે તેથી ભાષાસમિતિ અને જીવયતના નહિ જળવાતાં, સાવદ્ય ઉપદેશ અને સાવદ્ય ચિંતવન તને ખ્યાલ ન આવે તેમ થાય છે. અભ્યાસથી જ્ઞાનદષ્ટિ જાગ્રત થાય છે અને પરોપકાર કરવાનું પ્રબળ સાધન મળે છે. વળી, તારે યોગ વહન કરવા. આગમનું જ્ઞાન મેળવવાની યેગ્યતા મેળવવા માટે ઉદ્દેશ, સમુશ, અનુજ્ઞારૂપ અનુષ્ઠાન કરવાં (શ્રી ધનવિજય). ચોગવહન કરવાની જરૂરિયાત શાસ્ત્રમાં બતાવી છે. એની ક્રિયા જોતાં એથી ગસિદ્ધિ અને મન-વચન કાયાના પેગો પર પણ સારો અંકુશ પ્રાપ્ત થાય છે. ૨. આગમમાં કહેલા ભાવને મધ્યસ્થ બુદ્ધિએ ગ્રહણ કર, કદાગ્રહ કરીને, તાણી-તેડીને આગમના અર્થ કરવાનું તજી દે અને તારું શુદ્ધ દષ્ટિબિંદુ હૃદયચક્ષુ સન્મુખ નિરંતર રાખી શુદ્ધ પ્રરૂપણ કર. ૩. તારે નુપાદિકૃત સત્કારને, સારા પદાર્થો મળવાને કે તંદુરસ્તીને અહંકાર કરે નહિ. * એ અહંકાર કરવાથી કેવાં દુખે થાય છે, તે આપણે કષાયમોચન દ્વારમાં જઈ ગયા છીએ. ૪. તારે મનમાં પણ વિષાદ આણ નહિ. ખેદ કરવાથી આત્મિક તત્ત્વ ક્ષીણ પડે છે અને સંસારભાવ વૃદ્ધિ પામે છે. ૫. ઈદ્રિયના સમૂહને તારે વશ કર. એ કેટલું દુઃખ આપે છે તે આપણે ચૌદમા અને દશમા અધિકારમાં જોઈ ગયા છીએ, તેમ જ વશ કર્યા પછી કે આનંદ આપે છે તે પણ એ જ સ્થળોએ જોઈ ગયા છીએ.૪ ૬. શુદ્ધ હેતુ માટે ભિક્ષા લેવા સારુ પર્યટન કર. સાધુ માધુકરી વૃત્તિ કરે છે એટલે જેવી રીતે મધમાખ એક ફૂલથી બીજા ફૂલ પર બેસીને (તે ફૂલના દેખાવને બગાડવા વગર) તેમાંથી મધ ચૂસે છે, તેવી રીતે સાધુ શાસ્ત્રોક્ત ગેમૂત્રરેખાદિ આકાર પ્રમાણે છૂટાં છૂટાં ઘરોમાંથી, બોજારૂપ થયા વગર, શુદ્ધ આહાર લઈ, જે મળે તેમાં સંતોષ માની બેસી રહે છે. એનાં. આહારપાણી શુદ્ધ હેતુ માટે જ હોય છે, શરીર પિષવા સારુ આહાર નથી, પણ ધર્મકાર્યમાં શરીર ઉપયોગી થઈ પડે, તેવા શુદ્ધ હેતુથી શરીરને ભાડારૂપે આહાર આપવાને તેમાં આશય હોય છે. (૪; ૨૬૪)
ઉપદેશ, વિહાર ददस्व धर्माथितयैव धान् , सदोपदेशान् स्वपरादि साम्यान्+ । जगद्धितैषी नवभिश्च कल्पै मे कुले वा विहराप्रमत्तः ॥ ५ ॥ ( उपजाति ) * જેને પરિભાષામાં તે અનુક્રમે ઋદ્ધિ, રસ અને શીતાગારવ કહેવાય છે.
૪ જુઓ પૃષ્ઠ ૩૩૮ થી શરૂ કરીને આગળ છ શ્લોક સુધી; તેમ જ શ્લોક ૧૪, અધિકાર દશમે, પૃષ્ઠ ૨૦૬.
+ સાળા એ પાઠાંતર છે. પિતાના પક્ષ અને બીજાના પક્ષ તરફ રાગ-દ્વેષની વૃત્તિરહિતપણે ઉપદેશ આપવો એ અર્થ છે,
અ. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org