SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ] અધ્યાત્મકલ્પમ [ પંચદશ “હે મુનિ ! તું ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી એવા પ્રકારના ધર્માનુસાર ઉપદેશ આપ કે જે સ્વ અને પરની બાબતમાં સમાન પણું પ્રતિપાદન કરનારા હોય. તું જગતનું સારું ઇરછીને પ્રમાદ વગર થઈને, ગામ અથવા કુળમાં, નવકલપી વિહાર કર.” વિવેચન–૧. હે સાધુ! ઉપદેશ આપ એ તારો ધર્મ છે. તારા ઉપદેશમાં ત્રણ ગુણ હોવા જોઈએ ? (અ) ઉપદેશ નિષ્પાપ હવે જોઈએ, એટલે તેમાં સાવધ આચરણની આજ્ઞા કે સૂચના ન હોવી જોઈએ; (બ) તે ઉપદેશ ધર્મપ્રાપ્તિના એકાંત હેતુથી જ આપેલ હવે જોઈએ અને તે ઉપદેશ આપતી વખતે કોઈ પણ જાતને સ્વાર્થ ન હૈ જોઈએ; ફક્ત પારમાર્થિક હેતુથી જ તે ઉપદેશ આપવો જોઈએ. અને (ક) તે ઉપદેશ પોતાની અને પારકી આત્મિક અને પૌગલિક વસ્તુઓ ઉપર સમભાવ ઉત્પન્ન કરનારો હો જોઈએ; એ ઉદ્ધતાઈ ભરેલો કે સ્કર્ષ બતાવનાર ન હોવું જોઈએ, સાંભળનારને મણિ અને પથ્થર પર, લવંડર અને વિષ્ટા પર સમભાવ આવે તેવો તે હવે જોઈએ. ઉપદેશના આ મુખ્ય ગુણ છે. એના પેટામાં અનેક વિષયે સમાઈ જાય છે. દાખલા તરીકે વિષય સર્વસામાન્ય જોઈએ, અંગત છેષબુદ્ધિએ, અમુક વ્યક્તિને અપેક્ષીને, કાંઈ બોલવું ન જોઈએ. ભાષા પ્રૌઢ જોઈએ. વચન પદ્ધતિસર અને વિચાર નિયમસર એક પછી એક કુદરતી રીતે અનુસરનારા હોવા જોઈએ. વિષયની પ્રૌઢતા સાથે શાકત દષ્ટાંતથી સંકલિત ભાવ હોવો જોઈએ. ભાષા શ્રોતાને પ્રિય પણ હિત કરનારી, પ્રસંગ પ્રાપ્ત થયે દુર્ગાનાં કટુ ફળ સમજાવનારી છતાં નિરંતર સત્ય હોવી જોઈએ. દલીલ વાયસર અને કદાગ્રહને અભાવ દર્શાવનારી હોવી જોઈએ—આ વગેરે અનેક ગુણે ઉપદેશમાં હોવા જોઈએ. ટૂંકામાં કહીએ તે, સાંભળનારના મન પર એવા પ્રકારની છાપ પડવી જોઈએ કે જાણે તે શ્રવણ દરમ્યાન કેઈ બીજા વ્યવહારમાં જોડાઈ ગયે છે અને તેને ચાલુ વ્યવહાર વીસરી ગયે છે. આવા અસરકારક ઉપદેશ પથ્થરને પણ પિગળાવી શકે છે. ૨. સાધુએ નવક૯પી વિહાર કરવા જોઈએ. કાર્તિકી પૂર્ણિમાથી અષાડ સુદ ચૌદશ સુધીના આઠ માસના આઠ વિહાર અને ચોમાસાને એક વિહાર એમ નવ વિહાર તે અવશ્ય કરવા જોઈએ; એમાં કદી પ્રમાદ કરે નહિ અને જગતનું હિત દષ્ટિ-સન્મુખ રાખવું. આ બાબત સાવ સાધુ-યતિને ઉપયોગી છે. ખાસ અભ્યાસ, રેગ. વૃદ્ધાવસ્થા અથવા તે શાસનને અપૂર્વ લાભ થવાના શાસ્ત્રોક્ત કારણ સિવાય,એક સ્થાનકે સાધુએ રહેવું નહિ. એક સ્થાનકે રહેવામાં ઘણી જાતની હાનિ છે. મોટામાં મોટું નુકસાન ગૃહસ્થના પ્રતિબંધનું થાય છે? મારા શ્રાવકો અથવા મારે પક્ષ – એમ થઈ જાય છે; અને, આ કાળમાં ચાલતા પ્રવાહની જેમ, આ અમુક સાધુને ઉપાશ્રય, એમ પણ થઈ જાય છે. નગરમાં રહેવાની આજ્ઞાને આપનાર સ્થવિરકલ્પને ધીમે ધીમે અત્યંત દુરુપયોગ કરવામાં આવે છે. વિહાર કરવાથી ઉપદેશને લાભ સર્વ ગામના લોકોને મળી શકે છે, કરવા ધારેલાં કાર્યો પાર પડે છે અને જીવન-સાફલ્ય થાય છે. એક જગ્યાએ રેગાદિ કારણ સિવાય સંયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy