________________
અધિકાર]. શુભવૃત્તિશિક્ષપદેશ
[ ૩૫૫ નિર્વાહ યોગ્ય અન્ય ક્ષેત્રો છતાં પણ લાંબે વખત રહેવું એ, શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ છે, અનુચિત છે અને પરિણામે પ્રત્યક્ષ રીતે સંસાર વધારનાર છે.
આ લેકમાં એક ઘણું અગત્યના સવાલને નિર્ણય કર્યો છે. સાધુજીવનમાં નિવૃત્તિ પ્રધાન છે કે પ્રવૃત્તિ પ્રધાન છે ? સાધુને એકાંત સ્થાનકે બેસી રહી કાંઈ ન કરવું એ અત્ર ઉદ્દેશ નથી અને એવી નિવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત કરવા પહેલાં અપ્રમત્ત પ્રવૃત્તિ કરવી પડે છે. અલબત્ત, એ પ્રશસ્ત પ્રવૃત્તિ છે અને, વાસ્તવિક રીતે કહીએ તે, એ નિવૃત્તિ જ છે. ઉપદેશ દે, સભાઓ ભરવી, ફરજે સમજાવવી, વિહાર કરવા, ગ્રંથે રચવા, અભ્યાસ કરે, આવશ્યક ક્રિયા કરવી, ગવહન કરવા વગેરે પ્રશસ્ત પ્રવૃત્તિ જ છે. અને સાધુજીવનને વખાણવાને હેતુ ઘણેખર આ પ્રશસ્ત પ્રવૃત્તિ ઉપર જ બંધાયેલો છે. કેટલીક વાર પ્રવૃત્તિ શબ્દથી જ ગભરાઈ જઈને લોકો તેની વિરુદ્ધ બોલે છે; પરંતુ બહુ વિચાર પછી નિર્ણય થાય છે કે જેને શાસ્ત્રમાં નિવૃત્તિહેતુક પ્રશસ્ત પ્રવૃત્તિ પણ ખાસ આદરણીય છે. અધિકારવિશેષ પ્રાપ્ત થયા પછી શું કર્તવ્ય છે તે અધિકારી શોધી કાઢે છે. (૫) ૨૬૫)
સ્વાત્મનિરીક્ષણ–પરિણામ कृताकृतं स्वस्य तपोजपादि, शक्तीरशक्तीः सुकृतेतरे च । सदा समीक्षस्व हृदाऽथ साध्ये, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥६॥ ( उपजाति)
“તપ, જપ વગેરે તે કર્યો છે કે કર્યા નથી, સારાં કામે અને નઠારાં કામ કરવામાં શક્તિ-અશક્તિ કેટલી છે તે સવ બાબતને હમેશાં તારા હૃદય સાથે વિચાર કર. તું મક્ષચક્ષુ મેળવવાની ઈચ્છાવાળે છે, તેથી સાધવા ગ્ય (બની શકે તેવાં) કાર્યોમાં યત્ન કર અને ત્યાગ કરવા યોગ્ય કાર્યોને છોડી દે.” (૬)
વિવેચન-આત્મવિચારણા કરવાથી બહુ પ્રકારના લાભ થાય છે. પિતે શાં કાર્યો કરે છે તેને ખ્યાલ આવે છે અને તેમાંથી ક્યાં કાર્યોને ત્યાગ કરે, શું ગ્રહણ કરવું, વગેરે સંબંધી વિચાર આવે છે. પરિણામે કાર્યરેખા અંકિત કરવાનો નિશ્ચય થાય છે અને શુદ્ધ વર્તન થવાનું નિમિત્ત પ્રાપ્ત થાય છે.
હે પ્રાણી! તું તપ, જપ અને આદિ શબ્દથી પૂજા, પ્રભાવના, સ્વામિવાત્સલ્ય (ફક્ત જમણવાર નહિ, પણ તેથી સ્વધર્મના લોકોને ઉત્કર્ષ થાય, એવા ઉપાયે વત્સલ ભાવથી વિચારવા અને તદનુસાર જનાઓ કરવી) વગેરેમાંથી શું શું કરી શકે છે અને શું શું કરી શકતા નથી તે વિચાર–આ શ્રાવકને અંગે છે. સાધુને અને તે કેટલી લોકોને ઉપદેશ આપે, તે પિતે પઠન-પાઠન કેટલાં કર્યા, ક્યારે કર્યા? શાસન ઉદ્યોત કે કેવો કર્યો, તે વિચાર, અને કેમ કરી શકતું નથી, તે પર ધ્યાન આપ. શરીરની અશક્તિ છે કે મનની નબળાઈ છે, તે શોધી કાઢ. વળી, સુકૃત્યમાં તારી શક્તિ અને મને કેટલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org