________________
૩૫૬ ] અધ્યાત્મક ૫કુમ
[ પંચદશ પ્રવર્તે છે તેમાં તારી, શી સ્થિતિ વતે છે, તું કેવી તાદાસ્ય વૃત્તિથી સારાં કાર્યો કરે છે તે, અને અંતરથી કેટલાં ખરાબ કામ કરે છે કે તારા સંબંધમાં એથી ઊલટું જ છે, એટલે સારાં કામ ઉપર ઉપરથી કરે છે, અને ખરાબ કામ તાદાસ્ય વૃત્તિથી કરે છે–એ સર્વ બાબતોના સંબંધમાં તારા હૃદય સાથે વિચાર કર. વળી, કેટલાં સુકૃત્યમાં કે અપકૃત્યમાં તારી અશક્તિ વતે છે, એ પણ તું વિચારી જે.
આવી રીતે આત્મનિરીક્ષણ કરી જાગૃતિ પામેલો જીવ અનેક પાપમાંથી સહજ રીતે બચી જાય છે. અથવા તે પાપકાર્યમાંથી બચવાનું એને પ્રબળ નિમિત્ત પ્રાપ્ત થાય છે. તેટલા માટે આત્મ-વિચારણા કરી જે સાધ્ય કાર્યો જણાય, એમાં જ તારે લક્ષ્ય આપવું અને એ સાધવા પાછળ જ પુરુષાર્થ કરે, અને જે ત્યાગ કરવા યોગ્ય કાર્યો લાગે, તે તજી દેવાં. કહેવાની મતલબ એ છે કે આત્મવિચારણા કરીને બેસી રહેવું નહિ, પણ પછી જે કરવા યોગ્ય કે તજવા યોગ્ય લાગે, તે અનુક્રમે કરવું અને તજવું. ચૌદ નિયમ આ જ ધોરણ પર ધારવાનું શાસ્ત્રકાર કહે છે. તેથી જેમ સ્થળ પદાર્થો પર અંકુશ આવે છે, તેમ જ આંતર પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માટે આત્મ-જાગૃતિ બહુ ઉપયોગી છે અને અને તેથી જ ચૌદ નિયમ પર અંકુશ આવે છે. એને ઉપગ સાધુજીવન અને શ્રાવકજીવનમાં એકસરખે છે. (૬; ૨૬૬)
પરપીડાવજનઃ યોગનિર્મળતા परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाप्यनघप्रवृत्ति ॥ ७ ॥ (उपजाति )
બીજા અને ત્રણ પ્રકારે પીડા ન કરવાથી તારા મન-વચન-કાયાના વેગોની ત્રિપુટી નિર્મળ થાય છે. મને માત્ર સમતામાં જ લીન થઈ જાય છે. વળી, તે તેના દુર્વિકલ્પ તજી દે છે અને વચન પણ નિરવદ્ય વ્યાપારમાં જ પ્રવૃત્ત થતું રહે છે.”
વિવેચન–માનસિક, વાચિક અને કાયિક હિંસાને યથાધિકાર ત્યાગ કરવાના મૂળ સિદ્ધાંત પર જૈનધર્મની રચના છે. મસા પરમો ધર્મ: એ સૂત્ર સર્વ સંજોગોમાં સત્ય છે અને એ સિદ્ધાંત પર જ બંધાયેલે ધર્મ હોય તે, તે નામને યોગ્ય છે, એ જૈનો વર્તનથી અને દલીલથી સિદ્ધ કરી આપે છે. આત્મ-વ્યતિરિક્ત કઈ પણ પ્રાણને પીડા કરવી, બીજા પાસે કરાવવી અથવા કરનારને મદદ કરવી કે તે કાર્યની પ્રશંસા કરવી કે તેની પુષ્ટિ કરવી, એ સર્વ વર્યું છે. અને એને વર્જવાથી મન, વચન અને કાયાના પેગો બહુ નિર્મળ થાય છે. જેનાચાર્યો કોઈ પણ કાર્યનું તરતમતાએ શુભત્વ-અશુભત્વ તેના હિંસા સાથેના સંબંધ પરથી જ કરે છે જે કાર્યમાં અ૫ હિંસા તે કાર્ય તેટલે અંશે સારું.
હિંસાના સંબંધમાં એટલું યાદ રાખવાનું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે કરવા એ પણ (ભાવ) હિંસા જ છે, કારણ કે એમાં આત્મગુણને ઘાત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org