________________
અધિકાર ]
શુભવૃત્તિશિક્ષપદેશ
[ ૩૫૭
બાહ્ય હિ`સા અને 'તરગ હિંસાના ત્યાગ થાય છે ત્યારે જ સમતા અને ક્ષમારૂપ મહાગુણા પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી ગુણશ્રેણીએ ચઢતાં વખત લાગતા નથી. સમતા વગરના કોઈ પણ કાર્યને શાસ્ત્રકાર નકામુ' ગણે છે, એટલું જ નહિ પણ કેટલીકવાર નકામા કરતાં પણ વધારે ખરાબ ગણે છે; જ્યારે રમતવાળાં કાર્યોમાં એક એવી જાતના આનંદ્ન આવે છે કે જે અનુભવથી જ જાણી શકાય. વળી, હિંસાના ત્યાગ થતાં મનમાંથી સ જાતના માઠા વિકલ્પો દૂર થાય છે, કારણ કે દુર્વિકલ્પાનુ કારણ હિંસા જ છે, જ્યારે પારકુ` મન દુખાવવુ એ પણ હિંસા છે એમ સમજવામાં આવે અને એના ત્યાગ કરવા ઉપાય લેવામાં આવે ત્યારે સંકલ્પાનુ* ઉત્પત્તિસ્થાન નાશ પામી જાય છે. આવી રીતે હિંસા તજવાથી મનયાગ સાધ્ય થાય છે અને વચનપ્રવૃત્તિ પણ નિરવદ્ય થાય છે તેનુ' કારણ ઉપર કહ્યું તે જ સમજવું,
ગ્રંથકર્તાએ મનયાગ અને વચનયાગની શુદ્ધિ સ્પષ્ટ શબ્દોમાં કહી; એ બન્નેની અપેક્ષાએ કાયયેાગદ્ધિ સુસાધ્ય છે, તેથી સ્પષ્ટ કહી નથી, પણ અથ અને સંબંધ પરથી સમજી લેવી. (શ્રી ધનવિજય ગણિ. )
શ્રીમદ્ ચશેાવિજયજી મૌનાષ્ટકમાં લખે છે કે :~~
सुलभं वागनुच्चार मौन मेकेन्द्रियेष्वपि । पुनलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ॥ “ વાણીના અનુચારરૂપ મૌન એકેદ્રિયાદિને વિષે પણ સુલભ છે, પરંતુ યોગાનુ પુદ્ગલને વિષે અપ્રવ્રુત્તિરૂપ મૌન ઉત્તમ છે. આ ભાવ ખરાખર હૃદયમાં રાખવાની જરૂર છે. (૭; ૨૬૭)
ભાવના; આત્મલય
मैत्री प्रमोदं करुणां च सम्यकू, मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं x प्रयत्नात्, कृताविरामं रमयस्व चेतः ॥ ४ ॥ ( उपजाति ) હે આત્મન્ ! મૈત્રી, પ્રમેાદ, કરુણા અને મધ્યસ્થતાને સારી રીતે ભાવ, (અને તે વર્ડ) સમતાભાવ પ્રગટ કર. પ્રયત્ન કરી સદ્ભાવના ભાવીને આત્મલયમાં વિસામે પામ્યા વિના (તારા) મનને ક્રીડા કરાવ.
66
,,
(૮)
વિવેચન—૧. મત્રીભાવ, પ્રમેાદમાવ, કરુણાભાવ અને માધ્યસ્થ્યભાવ તારા હૃદયમાં નિરંતર ભાવ. એ ચાર ભાવના બહુ ઉપયાગી છે. એમાં આત્મરમણ કરવાથી પરમ સાધ્ય પદાર્થી અનુભવગાચર થાય છે અને મનને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. એનુ` સૂક્ષ્મ સ્વરૂપ પ્રથમ અધિકારમાં બતાવવા પ્રયાસ કર્યાં છે.+ એ ભાવના શુભ વૃત્તિનું મુખ્ય અંગ છે.
* सात्म्यमिति पाठान्तरम् आत्मना सहेकीभावमित्यर्थः । x स्वाप्तल्यमिति वा पाठः સંપ્રાપ્તતમયસ્થમાનું યથા ચાત્તયેત્વર્થઃ । + જુએ પ્રથમ અધિકાર, શ્લાક ૧૩-૧૬, પૃષ્ઠ ૨૦-૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org