________________
૩૫૮ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ પંચદશ ૨. ભાવના ભાવતાં ભાવતાં શુદ્ધ સમતાનો ઉદય થાય છે. એ સમતા આત્મિક ગુણ છે અને સ્થિરતા એ એને પાયો છે. જ્ઞાન, ધ્યાન, તપ અને શીલયુક્ત મુનિએ પણ સમતાયુક્ત મુનિ જેટલો ગુણ નિષ્પાદન કરી શકતા નથી, એમ જયારે વાચકવર્ય ઉમાસ્વાતિજી તેમ જ શ્રીમદ્દ યશોવિજયજી કહે છે ત્યારે સમતાના લાભની પરાકાષ્ઠા સમજાય છે.
૩. આ પ્રમાણે શુભ પ્રવૃત્તિ કરતાં કરતાં જ્યારે સમતા પ્રાપ્ત થાય છે, ત્યાર પછી જીવ આત્મજાગૃતિ કરે છે, એને સાંસારિક સર્વ કાર્યો તુરછ લાગે છે; એનું મન આત્મ-પરિણતિમાં
ડે છે; એને સર્વ દિશા પ્રફુલ્લિત લાગે છે અને આત્મરમણ એ જ કાર્ય લાગે છે. શુભ ધ્યાનધારાને વરસાદ થાય ત્યારે આત્મલય થાય છે અને એ વખતે જે આત્માનંદ થાય છે તે વચન-અગોચર છે, આમરમણ કરવા માટે પ્રબળ પુરુષાર્થ ફેરવવાની જરૂર પડે છે અને મને જ્યારે તે બાબતમાં ફેકાય છે ત્યારે તેને બાહ્ય વસ્તુનું ભાન પણ રહેતું નથી. એવા આત્મ-રમણમાં જરા પણ અન્યત્ર વિસામે લીધા વગર પ્રવૃત્તિ કર, એટલે નિરંતર આત્મ-૨મણુતાના કાર્યમાં ઉઘુક્ત થા ! (૮) ૨૬૮)
મેહના સુભટને પરાજય कुर्यान्न* कुत्रापि ममत्वभावं, न च प्रभो रत्यरती कषायान् । इहापि सौख्यं लभसेऽप्यनीहो, ह्यनुत्तरामर्त्यसुखाभमात्मन् ! ॥९॥ ( इन्द्रवन्ना)
હે સમર્થ આત્મા ! કઈ પણ વસ્તુ ઉપર મમત્વભાવ ન કરવો, તેમ જ રતિ, અરતિ અને કષાય પણ ન કરવાં, જ્યારે તું વાંછા રહિત થઈશ ત્યારે તે અનુત્તર વિમાન માં રહેનારા દેવતાઓનું સુખ પણ તને અહીં મળશે.” (૯)
વિવેચન–શુભ વૃત્તિનાં સાધનોનું વિશેષ દર્શન કરાવતાં કહે છે ઃ ૧. હે ચેતન ! તારું છે તે તારી પાસે જ છે. દેહ તારે નથી, પુત્ર તારા નથી. સ્ત્રી તારી નથી અને ઘન તારું નથી. એ ચારેનું મમત્વ અત્ર મહાપીડા કરનારું છે, એટલું જ નહિ પણ પરભવમાં મહાદુઃખ આપનાર છે જે વસ્તુઓ તારી નથી તેને તારી માનીને તેઓના ઉપર શા માટે રાચી માચી રહે છે ? તારો આત્મા મેહ મદિરામાં ચકચૂર થઈ સત્યાસત્યને વિવેક ચૂકી જાય છે, તેથી તે સ્થિતિ દૂર કરી મમત્વભાવને ત્યાગ કરી દે.
૨-૩. તારે સુંદર વસ્તુ જોઈને રાજી થવું નહિ, અને તને પ્રિય ન લાગે એવી વસ્તુ જેઈને નારાજ થવું નહિ. વસ્તુ કઈ ખરાબ કે સારી નથી; એ બાબતમાં તારી માન્યતા જ બેટી છે. એ બેટી માન્યતા પર બાંધેલા વિચારો તને હેરાન કરે છે, માટે રતિ-અરતિને ખ્યાલ છોડી દે. પછી તને આઠમ ફ્લેકમાં ઉપર કહ્યું તેવો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે.
* कुर्या न इति वा पाठो मा विदध्या इत्यर्थः । + વિશેષ હકીકત માટે જુઓ આ ગ્રંથને અધિકાર બીજે, ત્રીજો, એથે તથા પાંચમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org