SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] શા ગુણ [ ૧૫૫ બહાનું કાઢી ક્રિયા તરફ અપ્રીતિને દેખાવ કરે છે, એટલું જ નહીં પણ શુદ્ધ ક્રિય કરનારને હસી કાઢે છે, તેઓ નીચેનાં બે મહાનું વાક્ય લક્ષમાં લેવાની આવશ્યકતા છે– “કિયા રહિત જ્ઞાનમાત્ર નિષ્ફળ છે. રસ્તાનો જાણનાર પણ ગતિ કર્યા વગર વાંછિત નગરે પહોંચતો નથી.” (જ્ઞાનસાર, ૯-૨). શ્રીમદ્દ યશોવિજયજી “ક્રિયા બિના જ્ઞાન નહી કબહું, ક્રિયા જ્ઞાન બીનું નાહી; કિયા જ્ઞાન દેઉ મિલત રહત હૈ, જ્યાં જલસ જલમાંહી; પરમ ગુરુ જન કહે કયું છે?” આ પણ એ જ ધુરંધર વિદ્વાનનું મહાવાક્ય છે. કહેવાનો મતલબ એ જ છે કે દેખાવ કરો નહિ, શુદ્ધ વર્તન કરે; દરેક માણસ મોટે થવા કે ધનવાન થવા બંધાયેલ નથી, પણ ભલે–સાર થવા બંધાયેલે છે. આ અધિકારમાંથી એટલું પણ જણાય છે કે વિશેષ અભ્યાસ ન કર્યો હોય તે પણ શુદ્ધ શ્રદ્ધાથી ક્રિયા કરનાર જીવ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. છેલ્લા શ્લોકમાં “ગદંભનું દૃષ્ટાંત મનન કરવા જેવું છે. જ્ઞાન ભણવાની પૂરેપૂરીબહુ જ જરૂર છે, પણ ભણીને પછી આગળ વધવું, અહંકાર કે દેખાવ કરવો નહિ. મુખ્ય રસ્તો એ જ છે કે જ્ઞાનને અભ્યાસ કરી પોતાને ગ્ય ક્રિયા કરી શુદ્ધ વ્યવહાર કરે, કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, નહિ તે તે જ્ઞાન વધ્યું છે. સાધુ તે સંસારની અસારતા વિચાર, ધર્મોપદેશ આપી લોકોને ચગ્ય રસ્તે દેર, ઇંદ્રિયો પર સંયમ કર, મન પર અંકુશ રાખ, તું શ્રાવક હે તો વ્રતદઢતા રાખ, વ્યવહાર શુદ્ધ રાખ, ચિત્તવૃત્તિમાંથી કચરે કાઢી નાખ, દેખાવ કરવાની ચાહનામાં ફસાવાનું કારણ બાહ્ય દેખાવ જ છે અને તેમાં ઘણા માણસે લલચાઈ જાય છે. ચૌદ પૂર્વધર જ્યારે પ્રમાદવશ થઈ નિગદમાં રખડે છે ત્યારે સારી રીતે સામાયિક કરનાર મોક્ષ જાય છે, તેનું કારણ સૂક્ષમ બુદ્ધિએ વિચારવા યોગ્ય છે. શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન સિવાય અંગારમદકાચાર્યનું જ્ઞાન શું કામ આવ્યું અને સ્કદકાચાર્યના પાંચ શિષ્યની ગતિ મેક્ષની થઈ અને તેઓની પિતાની ગતિ જ્ઞાન છતાં પણ શમના અભાવે કેવી થઈ? મુદ્દે જ્ઞાન સાથે ઉરચ વર્તન, ઇદ્રિયદમન, ચિત્ત પર અંકુશ વગેરે હોય તે ધારેલ લાભ થાય છે. આ વિષયને અંગે શ્રી હરિભદ્રસૂરિનું નવમું અષ્ટક બહુ મનન કરવા ગ્ય છે. જ્યાં સુધી વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે, ત્યાં સુધી બહુ લાભ થતું નથી. ચાલુ જમાનામાં જ્ઞાનની તંગી નથી, જ્ઞાનીની પણ નથી, પરંતુ બહુધા ઉપર કહ્યું તેવું જ જ્ઞાન જોવામાં આવે છે. આના પરિણામે ત્યાગ અને ગ્રહણનું શુદ્ધ સ્વરૂપ પણ મળતું નથી અને તેથી ત્યાગવૈરાગ્ય પણ થતા નથી. શાસ્ત્રકારે આ જ્ઞાનને અજ્ઞાન જ કહે છે. જ્યારે વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy