SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ] અધ્યાત્મકલ્પમ [ ત્રયોદશ આ લેકે તારા ગુણોને આશ્રયીને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્ય તને આપે છે. હવે જે ગુણ વગર ઋષિ(યતિ)ને વેશ તું ધારણ કરતા હઈશ તે ઠગના જેવી તારી ગતિ થશે.” (૮) વિવેચન–અર્થ સ્પષ્ટ છે. તારા સેવકે સારાં કપડાં તને આપવા ઇરછે છે, ઘરમાં સારી વસ્તુ કરે તે તેને પ્રથમ આમંત્રણ કરે છે, પિતે ઝુપડામાં રહે છતાં તને મહેલ જેવા ઉપાશ્રયે રહેવા આપે છે અને છેવટે પિતાનાં વહાલાં પુત્ર-પુત્રીને પણ તારા શિષ્યપણે અર્પણ કરી દે છે; એ બધું તારામાં સાધુપણાના ઉત્તમ ગુણે અને દશ યતિધર્મો છે, એમ ધારીને આપે છે. આ ગુણે વગરના તારા જીવનને તે દંભી-પાપી-ધુતારાની ઉપમા અપાય અને જિંદગીનું ફળ પણ તેવું જ મળે. (૮; ૧૮૯). ૧૮૮-૧૮૯–આ બન્ને કલોકેમાં લેકરંજનથી અટકી મુનિપણને ગુણ ગ્રહણ કરવા ઉપદેશ કર્યો છે. દંભ-કપટ વગેરે કરીને બહારથી દેખાવ કરનારને આ ઉપરથી બહુ સમજવાનું છે. સ્વમાન( self-respect)ના રૂપમાં આ જમાનામાં દંભને સારું રૂપ આપવામાં આવે છે. બુદ્ધિમાન યતિએ તેમાં દંભ ક્યાં છે તે સમજી જવું જોઈએ. આ મીઠે અવગુણ બેધિવૃક્ષને ઘાત કરે છે અને પ્રાણીને પિતાની ખરી ફરજ શી છે તેને ખ્યાલ આવવા દેતા નથી. દરેક યતિ-સાધુએ યાદ રાખવું કે તેનું કામ લોકોને કેવળ ખુશી કરવાનું નથી, પણ બરાબર શુદ્ધ માગે દેરવાનું છે. દુનિયાના ઉપદેશક હોવાને દા કરી એકાંતમાં કુકમ કરે, એવા શેખીનેને માટે તે અધેલક તૈયાર છે, પણ અત્ર કલ્પેલા મુનિવર્ય તે મનમાં પણ ખરાબ વિચાર લાવે નહિ અને કાયાનું વર્તન તો બહુ જ શુદ્ધ રાખે. આવા મુનિ તે જ સાધુ કહેવાય. બાકી તે યતિના જતિ અને ગુરુજીના ગારજી થઈ ગયા છે, તે શબ્દની માફક વર્તનમાં પણ અપભ્રંશ બતાવે છે. વીર પરમાત્મા શુદ્ધ પવનને ફેલા કરે ! લકરંજન એ વાસ્તવિક રીતે શું છે? લકે થોડે વખત કહે કે અમુક યતિ સારા છે, એમાં વળ્યું શું? જ્યાં સર્વ સુખદુઃખને આધાર કર્મબંધ ઉપર છે, ત્યાં બાહ્ય દષ્ટિની કિંમત કેવળ મીંડા માત્ર છે. વળી, બને છે એમ કે, શુદ્ધ વર્તનવાળા પુરુષને કેટલાંક કારણસર કેટલીક વાર નુકસાન જાય છે ત્યારે કે તેની નિંદા કરે છે, પણ સાધુને તેવું કાંઈ હેતું જ નથી. શ્રી મલ્લિનાથના સ્તવનમાં ઉપાધ્યાયજીએ લકરંજન અને કેન્સર ૪ આ શ્લેક પરથી વૈરાગ્યવાન પુત્ર-પુત્રીને શિષ્ય તરીકે વહેરાવવાને પ્રચાર અગાઉ હતો એમ જણાય છે. એ બાબતમાં ગૃહ અને માતા ઉદારચિત્ત રહેતાં હતાં; તેમ જ સાધુઓ પણ શિષ્યને વહોરી લેતા હતા, એમ જણાય છે. એ સંબંધમાં હીરવિજયસૂરિ વગેરેનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એ સંબંધમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય એગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશને છેડે સાત ક્ષેત્રના નિરૂપણમાં પુત્ર-પુત્રી વહેરાવવાને ક્રમ સ્પષ્ટ બતાવે છે અને તે જ વિષયમાં શ્રી માનવિજયજી ઉપાધ્યાય ધર્મ સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy