________________
અધિકાર ] યતિશિક્ષા
[ ર૭૧ વર્તન વિનાનું લકરંજન: બોધિવૃક્ષને કુહાડે किं लोकसत्कृतिनमस्करणार्चनाये, रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पर्शन् ॥७॥ (वसन्ततिलका)
“તારા ત્રિકરણ ચોગ વિશુદ્ધ નથી છતાં પણ લોકો તારો આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા-સેવા કરે, ત્યારે તે મૂઢ! તું શા માટે સંતોષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત બેધિવૃક્ષનો જ છે; તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતા સંતેષાદિ પ્રમાદ આ(લેકસત્કાર વગેરે)ને કુહાડા બનાવે છે.” (૭).
વિવેચન-મનની અસ્થિરતા ઓછી થઈ નથી, વચન પર અંકુશ આવ્યો નથી, કાયાના યે કાબૂમાં નથી અને તેમ છતાં પણ લોકે વંદન, પૂજન, ભક્તિ કરે ત્યારે, તારા મનમાં આનંદ આવે છે, એ કેટલું બેટું છે ! હે સાધુ! તેવાં વદન, પૂજન ઉપર તારે હક્ક શું છે? તું જરા સમજ કે આ સંસાર એ સમુદ્ર છે. એમાં જે ડૂબે છે તેને છેડે અનંત કાળે પણું આવતું નથી, છતાં તેમાંથી બચવા માટે બોધિવૃક્ષ-સમ્યક્ત્વતરું , પ્રાપ્ત થઈ જાય તે બચાવ થાય છે, પરંતુ તેને પ્રમાદ થાય છે તે શિથિલતાને લીધે આ વદન, નમસ્કાર ઉપર કહેલા વૃક્ષને કાપી નાખવામાં કુહાડાનું કામ કરે છે. વૃક્ષને નાશ થયે અને તેથી કરીને એ વૃક્ષને એક વખત પણ આશ્રય તને ન મળે, પછી તું સંસારસમુદ્રમાં ઘસડાઈ જઈશ. ત્યાં તને કેઈ પણ પ્રકારને આશ્રય મળશે નહિ.
તારા શુદ્ધ વેશથી તારી જવાબદારી કેટલી વધે છે તેને તું વિચાર કર. દુનિયા તારી પાસેથી તારી પ્રતિજ્ઞાને અનુસારે કેટલા ઊંચા વતનની આશા રાખે, તેને ખ્યાલ કર. હે મુનિ ! જરા અંતરંગ ચક્ષુ ઉઘાડ. આ રોગ-આવી સામગ્રી-તને ફરી મળવી બહુ મુશ્કેલ છે. ડહાપણ વાપરી સમયનો ઉપયોગ કર. ઉપલક્ષણથી, મુનિને અધિકાર છતાં પણ, શ્રાવકે ખાસ આ લેકના ભાવાર્થથી વિચાર કરી સમજવાનું છે કે શ્રાવકપણાને કેળ ધારણ કરી ગુણ સિવાય, મારામારી કરી, ધમાધમીથી નકારસી આદિના જમણ જમવાં, અનેક પ્રકારની પ્રભાવનાઓ વગર ઉકે, અનીતિથી, વગર ગુણે, એક વખતથી પણ વધારે વખત લેવાની તુચ્છતા કરી, તેના હકદાર તરીકે પોતાના આત્માને માનવ, એ બહુ વિચારવા જેવું છે. આ વિચાર શ્રાવકે પણ પિતાના આત્માને માટે આ અધિકારમાં દરેક સ્થળે કરવાનો છે. (૭; ૧૮૮)
લોકસત્કારને હેતુ, ગુણુ વગરની ગતિ गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । વિના પુન વેવમૂવિમર્ષિ વ, તત¥વના તવ માવિની જતિ ના થરાથવિત્ર) * વાસક્ષેપ, બરાસ વગેરે ઉત્તમ ગધેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org