________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૨૭૩ રંજનનો તલ કરી લોકોત્તર રંજનને પ્રાધાન્ય આપ્યું છે. અનંત કાળચક્રના રેલામાં ઘસડાઈ જનાર પામર જીવ ! તારા માની લીધેલા નાના સર્કલના ઉપર ઉપરના વખાણ માટે તું બધું ગુમાવી દેવાની ભૂલ કરીશ નહીં.
- યતિપણાનું સુખ અને ફરજ नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, *नो राजभीश्च भगवत्समयं च वेसि । शुद्ध तथापि चरणे यतसे न भिक्षो ! तत्ते परिग्रहभरो नरकार्थमेव ॥ ९॥ (वसन्ततिलका)
તારે આજીવિકા, સ્ત્રી, પુત્ર વગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની બીક નથી અને ભગવાનના સિદ્ધાંતે તું જાણે છે અથવા સિદ્ધાંતનાં પુસ્તકે તારી પાસે છે, છતાં પણ હે યતિ ! જે તું શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહીં, તે પછી તારી પાસેની વસ્તુઓને ભાર (પરિગ્રહ) નરક માટે જ છે.” (૯)
વિવેચન–તારે બે-પાંચનાં પેટ ભરવાં નથી, સ્ત્રી સારુ સાડી કે બંગડીઓ લેવી નથી, પુત્રનું વેવિશાળ કે તેનાં લગ્ન કરવાં નથી કે કુટુંબની અનેક ઉપાધિઓ કરવી પડતી નથી; તારે કમાવાની માથાકૂટ નથી અને સખ્ત હરીફાઈના જમાનામાં તારે હાથ પણ હલાવે પડતો નથી; તારી પાસે મોટી પૂંજી પણ નથી, કે અગાઉના વખતમાં જેમ રાજ્ય તરફથી ભય હતો અને હાલના વખતમાં નકામા કજિયાના ખરચમાં લૂંટાવાને ભય છે, તે ભય તારે હેય. આ સર્વ ઉપરાંત તે જ્ઞાની છે, સમજુ છે, શાસ્ત્રવિદ્ર છે અને વીર પરમાત્માએ સર્વ સમયને અનુકૂળ થાય તેવા બતાવેલા સિદ્ધાંતનું રહસ્ય જાણનાર છે; આટલી સગવડ છતાં પણ જે તું શુદ્ધ ચારિત્ર પાળતું નથી, તો પછી તારું ભવિષ્ય અમને તે સારું લાગતું નથી. તું તારી પાસે નકામે સંચય શા માટે કરે છે? તું પરિગ્રહના ભારમાં દબાઈ જઈ નરકમાં જઈશ.
અત્ર કહ્યો છે તે સામાન્ય પરિગ્રહ વસ્ત્ર, પાત્ર, ઉપધિરૂપ જ સમજ. પંચ મહાવ્રતધારી હેઈ, જેઓ પૈસા કે સ્ત્રીને પરિગ્રહ કરે છે તે પ્રત્યક્ષ દુરાચારી છે. ગાડીડા રાખે, વાડી-ખેતર રાખે, છડી પોકરાવે અને પધરામણુએ કરાવે, તેની વાત સૂરિમહારાજ બાજુ ઉપર જ મૂકે છે. જેનધર્મનું બંધારણ બહુ જ ઉત્તમ છે, સાધુ અને શ્રાવકના વ્યવહાર બહુ વિચારીને બંધાયેલા છે. તેમાં કેટલાક પેટભરા બગાડો કરી પિતાની જાતને સંસારના અનંત પ્રવાહમાં ઘસડાવે છે ! (૯ ૧૯૦.)
જ્ઞાની પણ પ્રમાદને વશ થાય, તેનાં બે કારણે शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि+ गृहिणीपुत्रादिवन्धोज्झितोऽप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । * नो राजभी/रसि चागमपुस्तकानीति वा पाठः ।+ दृढव्रतोऽपीति पाठः। અ, ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org