________________
૧૭૮ ] અધ્યાત્મકલ્પમ
[ નવમ योगस्य हेतुर्मनसः समाधिः परं निदानं तपसश्च योगः । तपश्च मूलं शिवशर्मवल्ल्या, मनःसमाधि भज* तत्कथश्चित् ॥१५॥ (उपजाति)
મનની સમાધિ (એકાગ્રતા-રાગદ્વેષરહિતપણું) યોગનું કારણ છે, વેગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે. અને તપ શિવસુખ-વેલડીનું મૂળ છે તેટલા માટે કોઈ પણ રીતે મનની સમાધિ રાખ.” (૧૫)
વિવેચન–શાસ્ત્રને કઈ પણ ગ્રંથ વાંચતાં જણાશે કે, તેરમા શ્લોકમાં કહ્યું તેમ, મનોનિગ્રહથી અશુભ કર્મબંધ રોકાય છે, પુણ્યબંધ થાય છે, એટલું જ નહિ પણ તેથી પરિણામે મોક્ષપ્રાપ્તિ પણ થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માને ઊંચી પાયરીએ ચઢાવવા પહેલાં શુદ્ધ ભૂમિકા કરવી જોઈએ. એક ભીંત પર ચિત્ર કાઢવાં હોય તે પ્રથમ તે સાફ કરવી જોઈએ. મનમાં દ્વેષ, ખેદ, વિકલ્પ, અસ્થિરતારૂપ ઝાંખરાં અને કચરે બાઝેલ હોય
ત્યાં સુધી ભૂમિકા અશુભ કહેવાય છે અને તેની ભૂમિકા પર ગમે તેટલાં ચિત્ર કરો અર્થાત્ વાંચન વાંચે, વિચારો સાંભળે, પણ અસરકારક રીતે શોભતાં થશે નહિ; તે થવા સારુ મનને સ્થિર, એકાગ્ર, રાગ-દ્વેષ-સંકલ્પ રહિત કરવાની પ્રથમ જરૂર છે. એક વખત સમતા પ્રાપ્ત થઈ, સ્થિરતા આવી, એટલે મન પર કબજે આવશે. આવી રીતે જ્યારે યોગ પર જય થાય ત્યારે ઈદ્રિયો પર અંકુશ આવે છે અને તેથી છ બાહ્ય અને છ આત્યંતર તપ કરવાનું સૂઝે છે અને કરેલાં તપ કર્મ તપાવવાનું-નિર્જરા કરવાનું–પિતાનું કામ પણ ત્યારે જ કરે છે, ત્યાં સુધી ઘણુંખરું તે તપ કરવાનું મન જ થતું નથી, અથવા અજ્ઞાન કષ્ટરૂપ તપ ફળની ઇરછા સાથે થાય છે, જે શાસ્ત્રકારની દષ્ટિમાં લગભગ નકામાં જ છે; તેથી મનઃસંયમપૂર્વક તપ થાય છે તેનાથી કર્મનિર્જરા દ્વારા તરત જ મેક્ષપ્રાપ્તિ થાય છે. એક્ષપ્રાપ્તિ કરી આ સંસારના હંમેશાંના કચકચાટને, રખડપાટાને છેડે આણુ એ સર્વ અંતરંગ હેતુ છે અને તેનું મૂળ સાધન મનસમાધિ છે. સુજ્ઞ પુરુષએ મનની સમાધિ રાખવા યત્ન કરે એ ખાસ જરૂરનું કર્તવ્ય છે. (૧૫; ૧૨૨)
મનેનિગ્રહના કેટલાક ઉપાયો स्वाध्याययोगैश्चरणक्रियासु, व्यापारणैर्द्वादशभावनाभिः । सुधी स्त्रियोगी सदसत्प्रवृत्ति-फलोपयोगैश्च मनो निरन्ध्यात् ॥ १६ ॥ (उपजाति )
“સ્વાધ્યાય (શાસને અભ્યાસ), ગવહન, ચારિત્રક્રિયામાં વ્યાપાર, બાર ભાવના અને મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિના ફળના ચિંતવનથી સુજ્ઞ પ્રાણ મનને નિષેધ કરે” (૧૬)
* મત તિ પાડા , મર=ધર,
Jain Education International
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org