________________
૩૬ ] અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ જાણ નથી; (વલી) તું દુઃખ પર દ્વેષ કરે છે અને સુખ મેળવવા ઈચ્છે છે, પણ તેનાં કારણે નહિ જાણતા હોવાથી તું તે ઈચ્છિત વસ્તુ કેવી રીતે મેળવીશ?” (૨૦)
વિવેચન–એક સાધારણ નિયમ છે કે શત્રુ પર જય મેળવવા માટે તેને બરાબર ઓળખવો જોઈએ અને તેના બળનો ખ્યાલ કરવો જોઈએ. ટ્રાન્સવાલના રહેવાશી બાર લોકેના બળને ઓછો ખ્યાલ કરવાથી અંગ્રેજ સરકારને શરૂઆતમાં બહુ મુશ્કેલી નડી હતી. તું તો તારા શત્રુઓ કેણ છે તે પણ જાણતું નથી, તે પછી તેઓ કેવા છે એ જાણવાનો તે તને અવકાશ પણ ક્યાંથી હોય? રાગ, દ્વેષ અથવા તજજન્ય કષાય, વેદોદય, માહ અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તારા શત્રુઓ છે અને ઉપશમ વિવેક, સંવર વગેરે તારા મિત્રો છે. આ સર્વને બરાબર ઓળખ અને તે પ્રત્યેકનું તારી વિરુદ્ધમાં અને તારી મદદમાં કેટલું બળ છે, તેને ખ્યાલ કર. આવી રીતે શત્રુ-મિત્રને ઓળખવાથી તે આત્મગુણ-વ્યક્તીકરણરૂપ સોનાની ખાણે તુરત જ પ્રાપ્ત કરી શકીશ.
વળી, તને હિત કરનાર શું છે અને કોણ છે ? અને અહિત કરનાર શું છે અને કોણ છે તે પણ તું જાણતા નથી. તારું તાત્કાલિક હિત દેખાતું હોય પણ તેથી પરિણામે તને અહિત થતું હોય તે તે આદરવા યોગ્ય નથી, એ કહેવાની જરૂર નથી. એથી પણ વધારે તારું શું છે અને પારકું શું છે તે પણ બરાબર જાણતા નથી. તું કોણ? તું શરીર નહિ, કપડાં નહિ, આભૂષણો નહિ, પણ કેઈ બીજો છે. શરીરને ગતિમાં રાખનાર, કપડાં પહેરનાર, આભૂષણો ધારણ કરનાર કઈ બીજો જ છે; તે આત્મા છે, તે તું છે. તેની વસ્તુ તે આત્મિક વસ્તુ કહેવાય છે. બાકી ઘર, કપડાં, ઘરેણાં, પૈસા અને શરીર સર્વ પારકાં છે, અપર છે અને અજ્ઞાનતાથી તેમને તું તારાં માની બેઠે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે. પૌગલિક પદાર્થ સર્વથા પારકા જ છે; તેઓ સાથે આવતા નથી અને લાંબે વખત રહેતા પણ નથી. તારું છે તે તે તારા રૂપ જ છે, તારી પાસે જ છે, તારાથી ભિન્ન નથી : આ વિવેક જ્યારે તારામાં આવશે ત્યારે તને વસ્તસ્વરૂપનું બરાબર ભાન થશે અને પછી તને બહુ આનંદ આવશે. અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ તારાં છે અને તે જ તને પરિણામે હિત કરનારાં છે. બાકી સર્વ વસ્તુઓ પારકી છે અને પરિણામે અહિત કરનારી છે,
વૈદ્ય પાસે વ્યાધિગ્રરત માણસ જાય ત્યારે પહેલાં તે તેને શે વ્યાધિ છે તેનું વૈદ્ય નિદાન કરે છે, વ્યાધિનું કારણ શોધે છે અને કયો વ્યાધિ છે તેને તે નિર્ણય કરે છે. તને વિભાગ દશામાં રાચવા-માચારૂપ વ્યાધિ થયા છે અને તેમાંથી મુક્ત થઈ તું સુખ મેળવવા ઈરછે છે, તે તેનું કારણ શોધી કાઢ. જ્યાં સુધી આ કારણ તને જડશે નહિ ત્યાં સુધી તારા વ્યાધિઓ જશે નહિ. માટે સ્વ-પર વિવેક લાવી હિતકર અને અહિતકર શું છે તે બરાબર સમજી લે. આ ગ્રંથકર્તાના વિદ્યપણુમાં તને ભરોંસે હોય તો આ ગ્રંથ જોઈ જા, તું બરાબર વિચાર કરીશ તે આ ગ્રંથમાંથી તેનું નિદાન તને જડી આવશે. વળી, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org