________________
૨૮૮ ]
અધ્યાત્મક૫મ
[ ત્રયોદશ આવી રીતે જીવ આત્મવંચન કરે છે એ માને છે ધમ, પરંતુ પિતાને મૂરછ થાય છે તે સમજાતું નથી. પુસ્તકની માટી લાઈબ્રેરી રાખે કે ભંડાર રાખો, તેની સાથે અત્ર સંબંધ નથી. અત્ર કહેવાને ઉદ્દેશ એ છે કે કઈ પણ વસ્તુ ઉપર, ધર્મને નામે પણ, હૃદયમાં મારાપણાની બુદ્ધિને અહેમમભાવને-ત્યાગ કરે; એ પ્રમાણે થશે નહિ ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, પોતાની પાસે પૈસા રાખવા; અથવા અમુક નિમિત્ત મનમાં કલ્પી શ્રાવકને ત્યાં જમે રખાવવા કે શાસ્ત્રને આદેશ દૂર કરી, ઉત્સર્ગ અપવાદના નિમિત્ત વગર, વધારે વસ્ત્રપાત્રાદિ રાખવાં એ તે અત્યાચાર જ છે અને બહુધા સંસાર વધારનાર જ છે, અત્ર તે જે હોય તેના પર મમત્વબુદ્ધિ તજવાને ઉપદેશ છે. (૨૫ ૨૦૬)
ધર્મોપકરણ પર મૂચ્છ-એ પણ પરિગ્રહ येऽहःकषायकलिकर्मनिबन्धभाजनं, स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरै रपि सर्पदामयै-रार्तात्मनां गदहृतेः सुखकृत्त किं भवेत् ? ॥२६॥(मृदङ्ग)*
“જેના વડે ધર્મસાધનની વાંછા રાખી હોય, એવાં પુસ્તકાદિ વડે પણ જે પ્રાણીઓ પાપ, કષાય, કંકાસ અને કર્મબંધ કરે ત્યારે તેઓને સુખનું સાધન શું થાય ? જે પ્રાણીના વ્યાધિઓ, ઉત્તમ પ્રકારનાં રસાયણથી પણ ઊલટા વધારે પ્રસરતા જાય તેને, વ્યાધિની શાંતિ માટે શું સાધન થઈ શકે ?”(૨૬)
વિવેચન-પુસ્તક પ્રભુનાં વચન સંગ્રહ છે અને આ કાળમાં સંસાર તરવાનું મુખ્ય સાધન છે, છતાં કેટલાંક મુગ્ધ પ્રાણીઓને તે પણ અનેક પ્રકારના કર્મબંધનું કારણ બને છે. ખપથી વધારેને સંગ્રહ કરવાને લીધે બરાબર સંભાળ ન રખાવાથી, છત્પત્તિ થઈ જઈ, તેને વિનાશ થાય છે અથવા પુસ્તક લેનાર પર કષાય થઈ જાય છે; તેવી જ રીતે કંકાસ પણ થઈ જાય છે. જેમ પુસ્તકની બાબતમાં તેમ જ બીજા ધાર્મિક ઉપકરણોની બાબતમાં પણ સમજવું. હવે આવાં ઉપકરણે, જે સંસારનાશનાં પરમ સાધન છે, તેનાથી જ સંસાર વૃદ્ધિ પામે ત્યારે પછી ઉપાય શું કરે ? જે રસાયણથી સર્વ વ્યાધિનો નાશ થાય છે, તેનાથી જ જ્યારે વ્યાધિ વૃદ્ધિ પામે ત્યારે સુખસાધન શું રહ્યું ? માટે ધર્મનાં ઉપકરણ ઉપર પણ મમત્વબુદ્ધિ રાખવી નહિ, તેની ખાતર મન બગાડવું નહિ અને કોઈ સાથે કંકાસ કરે નહિ.
આ હકીકત જરા વિચારવા જેવી છે. એના સંબંધમાં ધ્યાન આપવા જેવું એ છે કે માત્ર મમત્વ ખાતર ધારેલી ધારણું ધૂળ મળે છે અને સંસાર વધી જાય છે. આ * મૃદંગમાં પંદર અક્ષર હોય છે. ત ભ. જ. જ. ૨ ભી કો મૃદંગઃ
દાનુશાસન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org