SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] યતિશિક્ષા [ ૨૮૭ પરિગ્રહ પણ ત્યાજ્ય છે. જે વસ્તુઓ ધાર્મિક ક્રિયામાં સાધનરૂપ છે, તે તેટલે અંશે રાખવા ચોગ્ય છે, પણ તેના ઉપર મારાપણાની બુદ્ધિ અથવા તે એને વારસે મુકરર કરવાની પિતાની સત્તા, કે એને લગતી કેઈ પણ જાતની ખટપટ ત્યાજ્ય છે. આ બાબતમાં જે કાંઈ પણ અપવાદ હોય તે તે ગુણનિષ્પન્ન ગીતાર્થ આપતિ માટે છે, જેના સંબંધમાં અત્ર ઉલ્લેખ નથી. આ છ ગ્લૅકમાં આ વિષય બહુ દષ્ટાંત આપીને ચ છે. અધિપતિ વ્યતિરિક્ત વ્યક્તિએ શાસ્ત્રમાં ગણાવેલાં ઉપકરણથી અધિક રાખવાં એ પણ પરિગ્રહ છે એ ઉપલક્ષણથી સમજી લેવું. હે મુનિ ! તું કઈ પણ વસ્તુને ધાર્મિક ઉપકરણનું નામ આપી તેના પર મૂછાં કરીશ તે, તે તને ભવાંતરમાં દુઃખ આપશે જ; નામ ફેરવવાથી કાંઈ પરિણામ ફરી જતું નથી, પરિણામ તે અભિપ્રાય ફેરવવાથી ફરે છે. ઝેરી કિપાકને “ફળ” કહી નામાંતર કરવામાં આવે તો, તેથી તેનું દારુણ ફળ મળ્યા વગર રહેતું નથી, અથવા “મીઠાઈનું નામ આપવાથી ઝેર પોતાનું ફળ આપ્યા વગર રહેતું નથી; એવી જ રીતે પરિગ્રહને બીજું કંઈ પણ કલ્પિત નામ આપવાથી કામ થતું નથી. તારી મરજી હેય તે તેને ધર્મોપકરણ કહે કે ગમે તે કહે, પણ જે તેના ઉપર તારી મૂચ્છી હશે તો તે તને પિતાને દુર્ગુણ બતાવ્યા વગર રહેશે નહિ. (૨૪; ૨૦૫). ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ परिग्रहात्स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किमु मूढ ! तुष्यसि ? । રેસિ નાતિમારિતા તરી, નિમન્નચિકિનમવુ તૂત? આ ર૧ (વંરાથ) હે મૂઢ! ધર્મનાં સાધનને ઉપકરણાદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તું કેમ હર્ષ પામે છે ? શું જાણતા નથી કે વહાણમાં જે સેનાને પણ અતિ ભારે ભર્યો હોય તે તે પણ બેસનાર પ્રાણીને તુરત જ સમુદ્રમાં ડુબાવે છે?(૨૫) વિવેચન–સેનું સર્વને પ્રિય લાગે છે; તેને રંગ જોઈને પ્રાણી મોહમાં પડે છે; છતાં પણ એક વહાણમાં તેને અતિ ભાર ભરવામાં આવે, તે તે વહાણ પણ ડૂબે છે અને બેસનારને ડુબાડે છે, તેવી રીતે જ પરિગ્રહ પ્રિય લાગે છે, બાહ્ય રૂપ જોઈ તેના પર મહ લાગે છે અને ખાસ કરીને ધર્મને નિમિત્તે કરવામાં આવતે પરિગ્રહ તે જરા પણ છેટે છે એમ કેટલીક વાર, વિચાર કર્યા વગર, સમજવામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતા પરિગ્રહરૂપ સુવણને અતિ ભાર ભરવામાં આવે તે ચારિત્રનૌકા સંસાર સમુદ્રમાં નાશ પામે છે અને એનો આશ્રય કરનાર મૂહ જીવ પણ ડૂબે છે. * સંયમના નિર્વાહ માટે કામે લાગતાં વસ્ત્ર-પત્રાદિકને “ઉપકરણ” કહેવામાં આવે છે. અને જે નકામાં મમતાબુદ્ધિથી એકઠાં કરેલાં હોય તેવાં ઉપકરણને અધિકરણ કહેવામાં આવે છે. (યતિદિનચર્યા) આ જ હેતુથી તેવાં અધિકરણને અત્ર અતિ ભારરૂપ કહેવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy