SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] અધ્યાત્મકપર્ફ્યુમ | સાક્શ તે અદ્ભુત આનંદ છે અને તેના અનુભવમાં તે વર્તમાન અને ભવિષ્યમાં પણ આનંદ છે; ગુણપ્રાપ્તિના વિચારમાં પણ આનંદ છે. આની સાથે જ લેાકસત્કારનો પ્રયાસ, નિષ્ફળતા, લેકેનું અભિમાન, એ સર્વ સરખાવતાં જણાય છે કે આપણું કર્તવ્ય તા ગુણુ ઉત્પન્ન કરવાનું છે, લેાકર’જન થાય કે ન થાય, તે જોવાનું આપણું કામ નથી. ફળની ઈચ્છા રાખવી નહિ; ફરજ બજાવવી. ઘણી વાર તા ગુણની સુગધ જણાઇ આવે છે, પણ કોઈ વાર ન જણાય, જણાતાં વખત લાગે, તેા ધીરજ રાખવી. આ બહુ અગત્યની ખાખત છે અને જરા વિચાર કરતાં ઉઘાડી રીતે સમજાઈ જાય તેવી છે; છતાં ડાહ્યા માણસા પણ ભૂલ ખાતા જોવામાં આવે. લેાકેાના વિચારથી દારવાઈ જવું કે ખાદ્ય દૃષ્ટિથી તણાઇ જવુ, એ અણુસમજીનુ કામ છે. હે યતિ ! બહિરાત્મભાવ તજી, અંતરાત્મભાવમાં લીન થઇ પરમાત્મભાવ પ્રગટ કરવાના તારા પ્રયાસ હોવા જોઈએ; તે પછી તું આવી બહિરાત્મદશામાં હજી કેમ વર્તે છે ? ગુણુ હાય તાપણુ; લોકસત્કારની ઈચ્છા રાખવી નહિ અને ન હેાય તા તા રાખી શકાય જ નહિ. (૨૩; ૨૦૪) પરિગ્રહત્યાગ परिग्रहं चेद्वयजहा गृहादेस्तत्किं नु धर्मोषकृतिच्छलात्तम् * । करोषि शय्योपधि पुस्तकादेर्गरोऽपि नामान्तरतोऽपि हन्ता ॥ २४ ॥ ( उपेन्द्रवज्रा ) “ ઘર વગેરે પરિગ્રહને તેં તજી દીધા છે, તેા પછી ધર્મના ઉપકરણને બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વગેરેના પરિગ્રહ શા માટે કરે છે ? ઝેરને નામાંતર કર્યાંથી પણ તે તે મારે છે.” (૨૪) વિવેચન— ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ્રુ વગેરે સર્વ સાંસારિક પરિગ્રહના હૈ મુને ! તે' ત્યાગ કર્યા છે. મહાકષ્ટ વેઠી તે આ પૈસા અને ઘર, મહેલ વગેરે પરના માહ ઉતાર્યાં છે. આવી રીતે તું સ'સારસમુદ્ર તરી જવાની અણી ઉપર આવી ગયા છે, ત્યારે હવે તારી પાસે શય્યાની પાટ, પુસ્તક કે ખીજા ઉપકરણા છે, તેના પરિગ્રહ શા માટે કરે છે ? એ વસ્તુની મૂર્છારૂપ પરિગ્રહ પણ તજી દે. આ પ્રસગે પરિગ્રહ શુ' છે અને પરિગ્રહ કાને કહેવાય ?-તે સમજવુ. ઉપયાગી થઈ પડશે ઉપકરણા તજી દેવાના કે પુસ્તકેના ત્યાગ કરવાના અત્ર ઉદ્દેશ નથી. પરિગ્રહ એટલે મૂર્છા-મુચ્છા નહો વૃત્તો-એક વસ્તુ ઉપર મારાપણાની બુદ્ધિ થાય-મમત્વ થાય, એના ત્યાગ કરતાં ખેદ થાય, એ પરિગ્રહ છે. એવા પ્રકારની મૂર્છા કોઇ પણ વસ્તુ ઉપર રાખવી નહિ; ધનાં ઉપકરણને નામે પણ સાંસારિક રાગ સાધુમાં કાઈ વાર થઈ જાય છે, એ મનુષ્યસ્વભાવની નબળાઇ કહેા કે પચમ કાળના પ્રભાવ કહા કે વિભાવદશાની સ્વભાવદશામાં પલટન પામેલી સ્થિતિના આવિર્ભાવ કહા, ગમે તે કહેા, પરતુ એટલે સ્થૂળ * મિતિ યા પાઠઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy