________________
અધિકાર ]
સમતા
સમતાનાં અગા : ચાર ભાવ
भजस्व मैत्रीं जगदंगिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः । भवादिनेषु कृपारसं सदा - प्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि ॥ १० ॥ ( वंशस्थवृत्त)
“ હું આત્મા ! જગતના સર્વ જીવા ઉપર મૈત્રીભાવ ધારણ કર, સર્વ ગુણવાન પુરુષા તરફ સંતાષર્દષ્ટિથી જે; ભવ(સ'સાર)ની પીડાથી દુ:ખી થતાં પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિણી પ્રાણીઓ ઉપર ઉદાસવૃત્તિ-માધ્યસ્થ્યભાવ રાખે.” (૧૦)
[ ૧૯
વિવેચન—સમતાની ભાવનાનુ` સ્વરૂપ કહી તે લક્ષ્યમાં રાખવા જણાવ્યું. હવે સમતા પ્રાપ્ત કરવા માટે અનેક સાધના છે તે મતાવે છે. સાધના અનેક પ્રકારનાં હાય છે. પેાતાના સંચાગેા પ્રમાણે કયુ' સાધન અનુકૂળ આવશે તે મુમુક્ષુ પ્રાણીએ વિવેકદૃષ્ટિથી વિચાર કરીને સમજી લેવું. એક જીવને જે અહુ લાભ કરનાર સાધન હોય છે, તે બીજા જીવના માનસિક બધારણ અને વિકાસના પ્રમાણમાં તેટલું જ ઉપકાર કરનારું નીવડતું નથી; તેથી એ સંબંધમાં એક સામાન્ય નિયમ બાંધવા કરતાં સમતા પ્રાપ્ત કરવાનાં અનેક સાધના બતાવવાં અને તેમાંથી પેાતાને ચાગ્ય પસંદગી આ જીવે કરી લેવી એ વધારે સરળ માર્ગ છે, એમ ધારી આ ગ્રંથમાં તેનાં અનેક સાધના બતાવ્યાં છે. લગભગ બધા જીવા પર એક સરખા ઉપકાર કરનાર સાધન ચાર ભાવના ભાવવી તે છે. એ ભાવના એવી ઉત્તમ છે કે, પાંચમા શ્ર્લેકમાં બતાવ્યા પ્રમાણે, તે દુર્ધ્યાનને આવવા દેતી નથી. એ ચાર ભાવના તે આ શ્લાકમાં બતાવ્યા પ્રમાણે મંત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય છે. એનુ વિસ્તારથી સ્વરૂપ તેરથી સાળ ક્ષેાકમાં હવે પછી બતાવવામાં આવશે. એ સાધન તરફ ધ્યાન ખેંચી, તે જ ત્રિષય પર હવે વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. અત્ર પ્રથમ શ્લાકના વિવેચનમાં જણાવ્યુ છે તે પ્રમાણે ઉદ્દેશ-નિર્દે શરૂપમાં પુનરાવૃત્તિદોષની શંકાના સદ્ભાવ જ નથી. (૧૦)
ચાર ભાવનાનુ` સંક્ષિપ્ત સ્વરૂપ
मैत्रीं परस्मिन् हितधीः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवा प्रतिकर्तुमीहो - पेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ ११ ॥
Jain Education International
“ બીજા સર્વાં પ્રાણીઓ ઉપર હિત કરવાની બુદ્ધિ તે (પ્રથમ ) મૈત્રી ભાવના; ગુણુના પક્ષપાત તે ( બીજી) પ્રમાદ ભાવના; ભવરૂપ વ્યાધિથી હેરાન થતા પ્રાણીઓને ભાવ-ઔષધથી સારું કરવાની ઈચ્છા તે (ત્રીજી ) કૃપા ભાવના; ન ટળી શકે તેવા દાષવાળા પ્રાણી ઉપર ઉદાસીન ભાવ તે (ચાથી ) માધ્યસ્થ્ય ભાવના.” (૧૧)
* સૌંસાર અથવા કર્મ. એથી ભાવધ્યા અને દ્રવ્યયા બન્નેના અત્ર સમાવેશ થાય છે.
For Private & Personal Use Only
( उपजाति )
www.jainelibrary.org