________________
૧૮] અધ્યાત્મક૯૫મ
[ પ્રથમ જોઈએ. એ પ્રમાણે કરવામાં આવે તે જ ગુણપ્રાપ્તિ થાય છે, તે વગર ધ્યાન સ્થિર રહેતું નથી. અને સાધ્યની સ્પષ્ટતા ન હોય તે અસ્તવ્યસ્ત પ્રયાસે લગભગ નકામા જેવા થાય છે. ભાવનાનિશ્ચય થયા પછી તેવા થવાની ધારણા થાય છે અને તેવા થવાનો ધીમે ધીમે અભ્યાસ પાડતાં તેવા થઈ જવાય છે. ત્યારે સમતાની ભાવના કેવી હોવી જોઈએ, તે આપણે અત્ર જોઈએ.
કોઈ પ્રાણી આ જીવને ગાળે આપે યા તેની નિંદા કરે ને કઈ તેની સ્તુતિ કરે, કેઈ તેને લાખો રૂપિયાનું નુકસાન કરે ને કે તેને કરોડોને ફાયદે કરી આપે, કેઈ તેને તિરસ્કાર કરે ને કેઈ તેને બહુમાન આપે, કે તેની સાથે લડાઈ કરવા તૈયાર થઈ જાય ને કેઈ તેની સાથે મિત્રી વધારવા ઈરછા રાખે–આવા આવા પરસ્પર વિરોધસૂચક દ્વિસંગ ગમે તેટલા કલ્પીએ તે સર્વમાં જેની મતિ એકસરખી જ રહે છે, જેને શત્રુ અને મિત્ર તુલ્ય છે, જે શત્રુતા અથવા મિત્રતાના કારણમાં સામા જીવને કાંઈ પણ દેશ સમજતો નથી, પરંતુ કર્માવૃત આત્મિક સ્વરૂપનું રટણ કરી તે દષ્ટિમાં જાતને લીન કરી દઈ સામા પુરુષ તરફ જરા પણ અપ્રીતિ લાવતા નથી તે પુરુષ ખરેખર યોગી છે જેને પિતાના કે પારકા કેઈ નથી, જેને પુત્ર કે અન્ય સરખા છે તે યોગી છે, જેને પાંચ ઇદ્રિના વિષયોમાં આસક્તિ નથી, જેને મદ બિલકુલ નથી, કષાયને અંશ જે જીવમાં આવિર્ભાવ પામતે નથી, વિકથાનું નામ જેની પાસે સંભળાતું નથી અને જે સર્વદા ધર્મજાગ્રત અવસ્થામાં રહે છે–આવા પુરુષ પરમાગી છે. ટૂંકમાં કહીએ તે, જે મહાત્મા સર્વદા વ્યવહારમાં માની લીધેલાં કાર્યોથી દૂર રહી પિતાનું શું છે તે ઓળખે છે અને ઓળખીને બેસી રહેતા નથી પણ તે અનુસાર વર્તન કરે છે, તે શુદ્ધ યોગી છે. તેમની કાયાની પ્રવૃત્તિ, વચનનો ઉચ્ચાર અને મનના વિચારે નિરંતર શુદ્ધ, જરૂર પડે ત્યારે જ વપરાશમાં આવનારા અને અતિશય સ્થિર હોય છે. આવા મહાત્મા જેવા થવાની ઈચ્છા રાખવી એ સર્વ મુમુક્ષુનું દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. પરમગી આનંદઘનજી મહારાજે શાંતિનું સ્વરૂપ બેધતાં, શાંત જીવનમાં ઘણા પ્રકારે લક્ષણે કહ્યાં છે, તેમાં નીચેનાં લક્ષણે અત્રે પ્રસ્તુત છે –
માન અપમાન ચિત્ત સમ ગણે. સમ ગણે કનક પાષાણુ રે; વંદક નિંદક સમ ગણે, ઈસ્ય હેય તું જાણું રે. . શાંતિ૯ સર્વ જગજતુને સમ ગણે, સમ ગણે તૃણમણિભાવ રે; મુક્તિ-સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. . શાંતિ૧૦ આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથ સંજોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ૧૧ાા
આવું સમતાવંત જીવનું સ્વરૂપ સંક્ષેપથી છે, એને વધારે વિસ્તાર આગમમાં છે, એમ યોગીશ્રી ભલામણ કરે છે. જુઓ વિસ્તાર માટે શાંતિજિન સ્તવન. આ ભાવના સમતાના અધિકારી જી એ નિરંતર હૃદય સન્મુખ રાખવી. (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org