________________
અધિકાર ] સમતા
[ ૧૭ સ્વરૂપે હવે પછી તેરમા શ્લોકમાં આપવામાં આવ્યું છે. એ મિત્રીભાવ બીજા જીવો પર તું એક ક્ષણવાર પણ રાખ. તેના પરિણામે તું એવું સુ-પુણ્ય બાંધીશ કે તેના વેગથી તને આ ભવ અને પરભવમાં અપૂર્વ સુખને અનુભવ થશે. અત્યાર સુધી તે પદ્દગલિક અને અનુભવ્યાં છે તેથી સુખ પણ તું તેમાં જ સમજે છે; પરંતુ જયારે આત્મિક સુખો અનુભવવા ગ્ય સુ-કર્મ—દળ તું ગ્રહણ કરીશ ત્યારે તને નવીન પ્રકારને જ આનંદ થશે.
ગ્રંથકર્તા અત્ર બાળ અધિકારીઓને આશ્રયીને મૈત્રીભાવથી જે સામ્યસુખ પ્રાપ્ત થાય છે તેને પુણ્યકર્મ સાથે સંબંધ જોડે છે. આપણે એથી આગળ વધેલાને કહી શકીએ કે સમતાભાવ ભાવતી વખતે જે અપૂર્વ આનંદ થાય છે તે પણ અનિર્વચનીય છે. એના પરિણામે જે શુભ કમબંધ અથવા કર્મનિર્જરા થાય છે તે તે બાજુ ઉપર રાખીએ, પણ તે ભાવતાં જે માનસિક સંતેષ (Conscious satisfaction) થાય છે તે પણ મહાન છે, ભવ્ય છે, અલૌકિક છે, નૂતન છે, સર્વોત્તમ છે, અનનુભૂતપૂર્વ છે. સમતાથી સુખ થાય છે તે બીજાનું સુખ લઈને અથવા ઓછું કરીને થતું નથી, પણ સ્વસંપન્ન છે, સ્વસંપૂર્ણ છે, પરને ઉપકારી છે અને ઉભયને આનંદદાતા છે. પૌગલિક અને આત્મિક આનંદમાં આ મહાન તફાવત છે. આ સમતાથી થતે આનંદ અનુભવતી વખતે જ એવું સુખ આપે છે કે જેવું આ જીવે અગાઉ સાંસારિક પદાર્થોમાં અનુભવ્યું ન હોય. આ પ્રમાણે હોવાથી હે ભાઈ ! તું એક વાર સામ્યભાવ ધારણ કર, પછી તું તેનું સુખ જેજે. જે તને તેમાં કોઈ અપૂર્વતા માલૂમ પડે તે તે સુખને ફરી વાર અનુભવ કરવાનો વિચાર કરજે; પણ એક વાર તો અમારા આગ્રહથી જ તે રસ્તે પ્રયાણ કર. અમે (ગ્રંથકર્તાએ) એ સુખને સ્વાદ કેઈ કોઈ વાર ચાખ્યો છે અને તેથી તને ભલામણ કરીએ છીએ કે તારે સંસારમાં રહ્યા છતાં મોક્ષસુખની વાનગી ચાખવી હોય તે એ ઉત્તમ માર્ગ છે. (૮)
સમતાની ભાવના (Ideal)-તેનું દર્શન न यस्य मित्रं न च कोऽपि शत्रु-निजः परो वापि न कश्चनास्ते । न चेन्द्रियार्थेषु रमेत चेतः, कषायमुक्तः परमः स योगी ॥९॥ (उपेन्द्रवज्रा)
“જેને કઈ પણ મિત્ર નથી અને કોઈ પણ શત્રુ નથી, જેને કોઈ પિતાને નથી અને કઈ પારકે નથી, જેનું મન કષાય રહિત હેઈને ઈદ્રિયેના વિષયમાં રમણ કરતું નથી, તે પુરુષ મહાયોગી છે.” (૯).
વિવેચન–જે યોગીનું દર્શન સાતમા લોકમાં કરાવવામાં આવ્યું છે તેનું સ્વરૂપ અત્ર બતાવે છે. સમતા ગુણ પ્રાપ્ત કરવાની ઈરછાવાળા પ્રાણીએ પિતાની સનમુખ આ શ્લોકમાં લખી છે તેવી ભાવના રાખવી જોઈએ. કેઈ એક ગુણ પ્રાપ્ત કરવો હોય તે પ્રથમ તેનું શુદ્ધ સ્વરૂપ સમજી બરાબર હૃદયમંદિરમાં તેનું સ્થાપન કરવું જોઈએ અને ત્યાર પછી કઈ પણ પ્રસંગ આવતાં અથવા ગમે તે કાર્ય કરતાં તેની ભાવના સમીપ જ રાખવી
-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org