________________
૧૬ ]
અધ્યાત્મક૫મ
[ પ્રથમ
સંબંધમાં વિરક્ત ભાવનું સુખ અનુભવનાર અને સંસારને પણ અનુભવ લેનાર રાજષિ ભર્તુહરિ સંક્ષેપમાં કહે છે કે--
मही रम्या शय्या विपुलमुपधानं भुजलता, वितानं चाकाश व्यजनमनुकूलोऽयमनिलः । स्फुरदीपश्चन्द्रो विरतिवनितासङ्गमुदितः,
सुख शान्तः शेते मुनिरतनुभूतिर्नुप इब ।। જેમ કઈ પુણ્યવાન પોતાની ઈચ્છાની તૃપ્તિથી સકળ અનુકૂળ સંગોમાં નિશ્ચિતપણે સૂવે છે તેમ ત્યાગી પુરુષે પણ સકળ ફલેશ-તાપને શમાવી સમાધિથી સૂવે છે. તે વખતે તેઓને પૃથ્વી સુંદર શય્યા છે, લતા જેવા તેના હાથ વિસ્તારવાળું ઓશિકું છે, આકાશ તેને ચંદરવો છે, અનુકૂળ પવન તેને પંખે છે અને ચંદ્ર તેને દેદીપ્યમાન દીવે છે તથા તે વિરતિ સ્ત્રીની સોબતમાં આનંદ માને છે. આવી રીતે સર્વ રાજ્યચિહનો તે મુનિ પાસે છે અને રાજા કરતાં પણ વધારે શાંતિથી તે સૂએ છે, કારણ કે તેની માનસિક સર્વ ઉપાધિઓ દૂર થયેલી હોય છે.”
આવા જ કારણથી સંતપુરુષે વિપત્તિ માગી લે છે, કારણ કે સારા વખતમાં દુઃખ ભગવી લીધું હોય તે પછી અગવડ પડતી નથી અને બાંધેલાં દુઃખો એક વાર ભેગવવાં તે પડવાનાં જ, તેથી તેમાં તેને કાયરતા આવતી નથી. આવી રીતે સાંસારિક જી અને યતિના સુખની સરખામણી કરવામાં આવી છે, એ બને હકીકત હે આત્મા! તું ખાસ ધ્યાનમાં રાખજે ! (૭)
સમતાસુખ અનુભવવાને ઉપદેશ विश्वजन्तुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानस ! मैत्रीम् । तत्सुखं परममत्र परत्राप्यनुषे न यदभूत्तव जातु ॥८॥ ( स्वाग तावृत्त)
“હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતારૂપ મિત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જેવું તે કદી પણ અનુભવ્યું હશે નહિ.” (૮)
વિવેચન--સમતા સુખ એ અધ્યાત્મનું બીજ છે અને તે માટે સાદું દાંત બતાવ્યું; પરંતુ ખરેખરું સમતાસુખ જાણવાનું સાધન છે તેને અનુભવ જ છે, વથી તે બાબતમાં પ્રેરણા કરતાં કહે છે કે હે ભાઈ ! અમે સમતા-સુખનાં આટલાં બધાં વખાણ કરીએ છીએ, પણ એથી લાભ કેટલો થાય છે તે તને બતાવી શકતા નથી. રસાયણ ખાનારને પરિણામે લાંબા વખત સુધી અનેક લાભ થાય છે, પણ ખાધા સિવાય બોલવાથી તેનો લાભ સમજાવી શકાતે નથી, માટે તું જરા વખત સમતા રાખ. પરહિતનું ચિંતવન કરવું અને પરહિતના વિચારમાં પિતાની જાતના સુખને ભૂલી જવું-સ્વાર્થ ત્યાગ કર-એને મિત્રીભાવના કહે છે. એનું સવિસ્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org