________________
અધિકાર ] સમતા
[ ૧૫ કોઈવાર બળવાન થઈ જાય છેઆવાં આવાં અનેક રૂપે વિચિત્ર કર્મોને વશ થઈને આ જીવ ધારણ કરે છે, સંસાર-રંગભૂમિ ઉપર અનેક પ્રકારના ખેલ ભજવે છે અને કાળ આવે ત્યારે યમરાજાની રાજધાનીના પડદામાં પ્રવેશ કરે છે; વળી પાછે સારા કે ખરાબ બીજે વેશ ધારણ કરે છે, એવી રીતે અનેક વાર રખડપટ્ટી કર્યા કરે છે. આખો વખત મન, વચન, કાયાના વ્યાપારમાં મસ્ત રહી વિષયકષાયને આધીને થાય છે અને છેડે સમય પણ સ્થિરતા પામતો નથી. કષાયાદિકમાં પ્રવૃત્તિ કરતી વખતે તે તન્મય થઈ જાય છે અને જાણે પોતે કષાયમય જ હોય એ દેખાવ આપે છે, આવી અનેક હાડમારી આ જીવ ભેગવે છે અને તે હાડમારીને સુખ માને છે. આવી દોડાદેડમાં સુખ હોય કે નહિ તે કહેવા કરતાં માની લેવું જ યુક્ત છે, કારણ કે નિરાંત વગર સુખ હોય જ નહિ,માથે દુઃખની તરવાર લટકતી હોય ત્યાં સુખ હોય જ નહિ આ સંસારી જીવનું સુખ થયું. એનું ખરેખરૂં તાદામ્ય સ્વરૂપ ચિત્રપટ પર શ્રી ઉપમિતિભવપ્રપંચાના સુપ્રસિદ્ધ વિદ્વાન લેખક પૂજ્યપાદ શ્રી સિદ્ધર્ષિ ગણિએ આલેખ્યું છે, તે મનન કરવાથી આ યુક્તિનું રહસ્ય પ્રાપ્ત થાય છે.
હવે બીજી બાજુએ સર્વ સુખદુઃખ પર માધ્યશ્ય દષ્ટિ રાખનાર, આત્મારામમાં રમણ કરનાર, દશ યતિધર્મોનું વહન કરનાર, પંચ મહાવ્રત પાલનાર, સાંસારિક સર્વ ઉપાધિઓથી દૂર રહેનાર, ખટપટને સ્વપ્નમાં પણ ખ્યાલ ન કરનાર, પવિત્ર જીવન વહન કરનાર શ્રી
ગીમહાત્માઓ-મુનિ મહારાજાઓ કેવા પ્રકારનું સુખ અનુભવે છે તે જોઈએ. આપણે અગાઉ જોયું છે કે સુખ માન્યતામાં જ છે; પુદગલમાં નથી અને વાસ્તવિક સુખ તે સામ્યભાવમાં જ છે. ઉદાર ગીઓ, જેમનું વિસ્તારથી સ્વરૂપ નવમા શ્લોકમાં કહેવામાં આવશે, તેઓને સર્વ સંજોગોમાં આનંદ જ છે. તેઓ સુખથી રાજી થતા નથી, દુઃખથી ડરતા નથી, એટલું જ નહિ, પણ કર્મક્ષય નિમિત્તે દુઃખને આવકારદાયક ગણે છે. તેઓ જાણે છે કે સુખ પુણ્યપ્રકૃતિનો ઉદય છે. અને દુઃખ પાપપ્રકૃતિનો ઉદય છે. અને કર્મપ્રકૃતિ છે, ત્યાજ્ય છે અને તેમાં આનંદ કે શેક માનવે એમાં મૂર્ખતા જ છે. એવા મહાત્માઓને જે અંતર આનંદ થાય છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે, કારણ કે તેઓને દુઃખમાં પણ આનંદ જ છે. માનસિક ઉપાધિનો નાશ થાય છે કે તરત જ સર્વ પાર્થિવ પીડાઓને સ્વતઃ નાશ થઈ જાય છે. અને ઉદારચરિત ભેગીઓ તે સ્થિર મનોવૃત્તિ રાખી માનસિક ઉપાધિઓથી દૂર જ રહે છે અને તેના સંબંધમાં પણ આવતા નથી. એમને તૃણ ને સુવર્ણ સરખું છે. રાય-રંકમાં ભેદ નથી, નિંદા-સ્તુતિમાં દુઃખ કે આનંદ નથી, શત્રુ-મિત્ર પર સમભાવ છે અને રાજા જે દેખીતે તેમને વૈભવ લાગતો નથી, છતાં તેઓ રાજા જેટલે જ વૈભવ અનુભવે છે. એ સંબંધમાં આપણને સૂરિમહારાજ સ્વાનુભવથી સાક્ષી આપે છે. વળી, એ જ - આ આખા ગ્રન્થનું ભાષાંતર વિવેચન કરનારે તૈયાર કર્યું છે, અને ત્રણ ભાગે છપાઈ ગયું છે. એ ગ્રન્થ બહુ ઉપદેશક છે અને ખાસ વાંચવા ગ્યા છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં એ લભ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org