SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] અધ્યાત્મકલ્પદ્રુમ जं च कामसुहं लोप, जं च दिव्यं महासुहं । बीयराय सुहस्से यं णतभागंपि ન−રૂં || બ્લેકમાં જે વિષયાદિકનાં સુખા છે અને દેવલેાકમાં જે મહાસુખા છે તે વીતરાગના સુખ પાસે અનંતમા ભાગે પણ થતાં નથી.” આવું મહાન સુખ તારા યત્નથી સાધ્ય છે, અત્રે જ તને મળી શકે તેમ છે; તેમાં નથી પૈસાની જરૂર કે નથી બાહ્ય મદદની જરૂર; નથી કોઈના રક્ષણની જરૂર કે નથી કાઈ તરફની આકાંક્ષાની જરૂર, માત્ર તારું શુ છે તે સમજી તે મેળવવા અથવા પ્રગટ કરવા પ્રયાસ કર અને બીજી બધી બાહ્ય ઉપાધિ તજી દે, એટલે સમતાસુખ તને આપેઆપ પ્રાપ્ત થઇ જશે, પર`તુ આ ખાખતમાં તારે દૃઢ નિશ્ચય કરવાની જરૂર છે. એક વાર નિશ્ચય કર્યો કે પછી તેનાં સાધને કયાં છે તે બતાવનારા તને મળી જશે; તે સાધના સ્વતઃ તને મળી જશે અને તને બહુ આન ંદ થશે. પૌલિક સ* સુખા નાશવંત છે, પછવાડે દુઃખસંતતિ મૂકી જનારાં છે; ભાગવતી વખત પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક ઉપાધિ કરનારાં છે, ત્યારે અત્ર ખતાવેલું સમતાજન્ય સુખ એ સ પ્રકારની અગવડાથી મુક્ત છે; માટે સમતાસુખ આદર! (૬) સાંસારિક જીવનાં સુખ : : યતિનાં સુખ अदृष्टवैचित्र्यवशाज्जगज्जने, विचित्रकर्माशयवाग्विसंस्थूले । उदासवृत्तिस्थितचित्तवृत्तयः सुखं श्रयन्ते यतयः क्षतार्तयः ॥ ७ ॥ ( वंशस्थवृत्त* ) [ પ્રથમ “ જ્યારે જગતના પ્રાણીઓ પુણ્ય-પાપના વિચિત્રપણાને આધીન છે, અને નાના પ્રકારના કાયાના વ્યાપાર, મનના વ્યાપાર અને વચનના વ્યાપારથી અસ્વસ્થ (અસ્થિર) છે, ત્યારે માધ્યસ્થ્ય વૃત્તિમાં જેમની ચિત્તવૃત્તિ રહેલી છે અને જેએની મનની પીડાએ (આધિ) નાશ પામી છે તેવા યતિઓ ખરા સુખને ભજે છે. (ભાગવે છે.)” (૭) વિવેચન :-ઇઇંદ્રિયજનિત વિષયસુખ અને સમતાસુખનું સ્વરૂપ બતાવી હવે તે બંનેનાં દૃષ્ટાંતા ખતાવીને સમતાસુખની અધિકતા સિદ્ધ કરે છે. પુણ્યના ઉદયથી આ જીવ સારા શરીરવાળા, રૂપાળા, સગાંસ્નેહીથી પરિવૃત, ધનવાન, પુત્રવાન, આયુષ્માન વગેરે અનેક પ્રકારનાં રૂપે ધારણ કરે છે; તે જ જીવ પાપના ઉદયથી તેથી ઊલટાં કુરૂપે ધારણ કરી કંગાળ જેવા દેખાય છે. પુણ્યના ઉયથી આ જીવ સુખી દેખાય છે; વળી, એકાદ પ્રતિકૂળ કર્મીના સપાટા આવે ત્યારે મહાદુ:ખી દેખાય છે. કેાઇવાર ખાળક જેવા થઈ રઝળે છે અને કાઈ વાર કામરસિક થઇ વિષયસેવન કરે છે; કાઇ વાર વિત્ત વગરનેા થઈ જાય છે અને કાઇ વાર સંપૂર્ણ વૈભવવાળા થાય છે; કોઈ વાર ઘરડાખખ થઈ જાય છે અને * વંશસ્થ અથવા વંશસ્થવિલ વૃત્તના દરેક ચરણમાં બાર અક્ષર હાય છે, Jain Education International वदंति वंशस्थविलं जतौ जरौ (५-७) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy