SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] સમતા [[ ૧૩ આ અધિકારમાં મૈથ્યાદિ ચાર ભાવનાનું સ્વરૂપ બતાવવામાં આવશે. તે પહેલાં સમતાનું સુખ કેવા પ્રકારનું છે તે બતાવે છે – ઇન્દ્રિયેનાં સુખ :: સમતાનાં સુખ यदिन्द्रियार्थैः सकलैः सुखं स्यान्नरेन्द्रचक्रित्रिदशाधिपानाम् । तद् बिन्दवत्येव पुरो हि साम्यसुधाम्बुधेस्तेन तमाद्रियस्व ॥६॥ (उपजातिवृत्त*) રાજા, ચક્રવતી અને દેવોના સ્વામી ઈદ્રોને સર્વ ઈદ્રિયના અર્થોથી જે સુખ થાય છે, તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક બિંદુ તુલ્ય છે, માટે સમતાના સુખને આદર.” (૬). વિવેચન :-અધ્યાત્મજ્ઞાનનું પ્રથમ બીજ સમતા છે. સર્વ સજોગેમાં મનને એકસરખું રાખવું, ગમે તેવા પ્રસંગે આવે તો પણ ચંચળ વૃત્તિ ધારણ કરવી નહિ, એને સમતા કહે છે. એવી મનવૃત્તિ થાય ત્યારે જ ખરેખરું સુખ થાય છે. અને બીજા શ્લોકમાં જે સુખની શોધ કરવામાં આવી છે તે સમતાનું જ સુખ છે. એ સુખ ખરેખરું તે અનુભવગમ્ય છે. તે સુખને બીજી કોઈપણ રીતે ખ્યાલ આપ મુશ્કેલ છે, લગભગ અશક્ય જેવું છે, છતાં આ જીવ તે પોદ્દગલિક સુખમાં આસક્ત છે, તેથી તે સુખને ખ્યાલ અત્યાર સુધીના સાદા અનુભવ અનુસાર આપવાથી જ તે નવીન વાસ્તવિક સુખ પ્રાપ્ત કરવા ઉદ્યમવંતા થાય તેમ છે. આમ હોવાથી તેને કહે છે કે હે જીવ! એક રાજા અનેક પ્રકારના હુકમ કરતો હોય, પણ માગે ત્યાં દૂધ મળતું હોય, ખમા-ખમાં પોકારાતી હોય, અનેક રાણીઓથી પરિવૃત્ત હોય અને સર્વ ઇદ્રિનાં વિષયસુખે સારામાં સારા આકારમાં ભેગવત હોય, તેનું સર્વ સુખ તું ક૯પી લે; તે ઉપરાંત રાજાઓના પણ મુગટમણિ સાર્વભૌમ ચકવર્તીની છ ખંડ ઋદ્ધિનું સુખ એકત્ર કરવું અને દેવપતિ ઇંદ્રના સર્વ પૌગલિક સુખને પણ એકઠાં કર; આ સર્વ સુખોને સરવાળો કર. તારી કલ્પનામાં આથી વધારે સુખ આવવું મુકેલ છે, પરંતુ અમે સ્વાનુભવથી કહીએ છીએ કે આ સર્વ સુખો એકત્ર કરીને કરોડો વર્ષ–યાવત્ અનંત કાળ-અનુભવ્યાં હોય તો પણ સમતાથી જે સુખ થાય છે તેની પાસે તે કાંઈ હિસાબમાં નથી. સમતાનું સુખ સમુદ્ર જેટલું ગણીએ તો આ સ્થૂલ સુખને સરવાળો એક ટીપા જેટલું થાય છે. સર્વસાધનસંપન્ન રાજાઓ કે દિગવિજય કરનારા ચકવતને અથવા બહુ સુખી ગણાતા દેવેંદ્રને પણ સમતાના સુખ જેટલું સુખ નથી. શાસ્ત્રકાર પણ * ઉપેંદ્રવજામાં ૧૧ અક્ષર વિઝા પ્રથમે ના अनन्तरोदीरितलक्ष्मभाजौ पादौ यदियावुपजातयस्ताः । ઈન્દ્રવજા ને ઉપેન્દ્રવજાનાં ચરણે મળી જાય ત્યારે ઉપાતિ છંદ થાય છે. એના દરેક ચરણમાં ૧૧ અક્ષર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy