________________
૧૨ ] અધ્યાત્મક૯પમ
[ પ્રથમ (ચોથા પ્રકાશમાં), પ્રવચનસારે દ્વાર (ચરણસિત્તરિ-કરણસિત્તરિ દ્વારમાં), શાંતસુધારસ વગેરે ગ્રંથમાં બહુ વિસ્તારથી આપ્યું છે. આ ગ્રંથની નોટમાં પણ આગળ સવિસ્તર તેનું સ્વરૂપ આવવાનું છે. અત્ર કહેવાનું એ છે કે તારે આવા વસ્તુ-સ્વરૂપની સમજણ આપનારી તદ્રુપ ભાવનાઓ નિરંતર મન સન્મુખ રાખ્યા કરવી. તારા દરેક કાર્યમાં તે ભાવના તારે ચૂકી જવી નહિ, તુ ખાતે હો, પીતે હા, વ્યાપાર કરતે હે કે ધર્મકાર્ય કરતા હો, તે દરેક વખતે તારે આ ભાવનાઓને હૃદયચક્ષુ સન્મુખ રાખવી. એ ભાવના એ ધાર્મિક કિયા કરતી વખતે અને ખાસ કરીને સ્વાધ્યાય-ધ્યાન કરતી વખતે જ ભાવવાની છે એમ તું માનીશ નહિ; એ ભાવના તારા દરેક કાર્યમાં ઓતપ્રોત પરોવાઈ જવી જોઈએ.
અનાદિ અભ્યાસને લીધે સંસારભાવના આ જીવની સ્વભાવદશા જેવી થઈ ગઈ છે. એને ઘર બંધાવવામાં, ઘરેણું ઘડાવવામાં કે વ્યાપાર કરવામાં જેટલો આનંદ આવે છે, અને જેટલે અંશે તે કાર્ય સાથે તે એકમેક થઈ જાય છે, તેટલો સંસારનું ખરું સ્વરૂપ વિચારતી વખતે તે થતું નથી, થઈ શક્યો નથી, થવાનો વિચાર પણ કરતો નથી અને પરિણામે દુર્ગાનમાં પડી જાય છે. વળી, ઘણીવાર તો એવું વિપરીત બને છે કે તેના ધાર્મિક કાર્યોમાં પણ દુર્થોન દાખલ થઈ જાય છે અને ચિત્તવૃત્તિને ડાળી નાંખે છે. એ દુર્યાન કેવી રીતે કામ કરે છે તે આપણે નવમા ચિત્તદમન અધિકારમાં જોઈશું. અત્રે પ્રસ્તુત એ છે કે જે આ જીવ ભાવના ભાવવાથી વિમુખ થઈ જાય છે તે તુરત જ દુર્ગાનરૂપ પિશાચ તેના હદયમંદિરને કબજે લે છે અને પછી તેની પાસે અનેક પ્રકારના વિચિત્ર અને હાસ્યજનક નાચ નચાવે છે.
ભાવનાને તેટલા માટે યંત્રયુક્ત માદળિયું કહેવામાં આવ્યું છે. જગતમાં કેટલાકની એવી માન્યતા છે કે સયંત્ર માદળિયું પહેરનાર પર ભૂત-પિશાચના નામથી પ્રસિદ્ધ થયેલી અમાનુષી પ્રકૃતિઓ અસર કરી શકતી નથી. આ માન્યતા પર રૂપક અલંકાર ગોઠવી વિદ્વાન ગ્રંથકર્તા કહે છે કે જો તું ભાવનામંત્રથી મંત્રિત માદળિયું તારા હાથ પર બાંધીશ તે દુર્ગાનરૂપ ભૂત-પિશાચો તારા હૃદયમંદિરનો કબજે લેશે નહિ, દુર્ગાનનું જોર પ્રબળ આત્મવીર્ય પાસે બિલકુલ ચાલતું નથી. આ જીવ જ્યારે શુદ્ધ આત્મિક દશામાં રમણ કરવા માંડે છે ત્યારે તેનામાં એવું અપૂર્વ વીર્ય ફેરે છે કે તેનું મા૫ અનુભવીથી જ ગમ્ય થઈ શકે છે. માત્ર કમવૃત્ત સ્થિતિને લીધે આ આત્મા ઘણા વખતથી ઊંધ્યા કરે છે તેથી જ તેના પર આવા વિભાવી ભાવો જેર ચલાવે છે; બાકી; જ્યારે ભાવના જળથી તે જાગ્રત થશે કે તુરત જ તે સર્વે ખસી જશે, નાસી જશે અને દૂર જ રહેશે.
ટીકાકાર કહે છે કે ગમ્યઅગમ્ય, કાર્ય-અકાય, હેય-ઉપાદેય વગેરે જ્ઞાનમાં વિકળતા હોવાથી ચિત્ત હજુ બાળક છે. ભાવનાથી ધ-સ્થિરતા પ્રાપ્ત થાય છે તેથી તે ઔષધરૂપ છે; અને દુર્ગાનથી પરવશપણું, દુર્ગતિ અને ઉન્માદ થાય છે તેથી ભૂત-વ્યંતર જેવાં છે.
સમતાના પ્રથમ બીજ તરીકે ભાવના છે એમ અત્ર ઉપદેશ કર્યો. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org