________________
प्रथमः समताधिकारः ॥
ભાવના ભાવવા માટે મનને ઉપદેશ चित्तबालक ! मा त्याक्षी-रजनं भावनौषधीः ।
यत्त्वां दुर्ध्यानभूता न, च्छलयन्ति छलान्विषः ॥ ५॥ ( अनुष्दुप)
હે ચિત્તરૂપ બાળક ! તું ભાવનારૂપ ઔષધિઓને હંમેશાં દૂર કરીશ નહિ, જેથી કરીને છળને શેષનારા દુર્ગાનરૂપ ભૂત, પિશાચે તને છેતરી શકશે નહિ.” (૫)
વિવેચન-સમતાદિક અધ્યાત્મના વિષયમાં હજુ આ જીવ બહુ પછાત છે; તેનું ખરું રહસ્ય સમજી તેને અનુસરતો નથી, તેથી તેના મનને બાળક કહેવામાં આવ્યું છે.
હે બાળ મન ! તું જરા વિચાર કર. સાંસારિક સગાં-સ્નેહીઓ અસ્થિર છે, પૌગલિક વિષયસુખ અનિત્ય છે, આજ જે રંગ છે તે કાલ રહેતું નથી; સગાં-સ્નેહીઓનું કે શેઠ વગેરે સ્વામીનું કેઈનું વાસ્તવિક રીતે તારે શરણ નથી; તને ખરૂં દુઃખ પડતાં તેઓ કાંઈ પણ ઉપકાર કરી શકે તેમ નથી. વળી, તેઓ સર્વ એક મેળાની જેમ અત્ર મળ્યા છે; પણ તેને છૂટા પડતાં વાર લાગવાની નથી. તું પિતે તે એક જ આવ્યું છે અને એક જ જવાને છે; તું કેઈનો નથી અને તારું કઈ નથી—આમ અનેક રીતે સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને વિચાર કરવો, પોતાની શુદ્ધ દશા અને વિભાવદશા કઈ છે તેનું સ્વરૂપ સમજી તેનું રટણ કર્યા કરવું, પદ્દગલિક અને આત્મિક તમાં શો ફેર છે તે સમજી તેના પર વિચાર કરે, એને શાસ્ત્રકાર ભાવના કહે છે. એ ભાવના ભાવવાથી સાચી સ્થિર વસ્તુ કઈ છે તેનું સત્ય જ્ઞાન થાય છે અને જ્ઞાનના પરિણામે તદનુસાર વર્તન કરવાનો નિશ્ચય થતાં પરિણામે તેવું વર્તન પણ થાય છે. કઈ પણ કાર્ય થવાનો અથવા કરવાને આ શુદ્ધ ક્રમ છે, અને વિકાસ પણ તદનુસાર જ થાય છે. આવી ભાવનાઓ શાસ્ત્રકાર બાર પ્રકારની અથવા સેન પ્રકારની કહે છે અને તેનું બરાબર સ્વરૂપ યોગશાસ્ત્ર
- થોડે વખત પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org