SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] અધ્યાત્મકલ્પમ [ પ્રથમ वैराग्यशुद्धधर्मा, देवादिसत्तत्त्वविद्विरतिधारी । संवरवान् शुभवृत्तिः साम्यरहस्यं भज शिवार्थिन् ! ॥४॥ (युग्मम ) (आर्यावृत्त* ) હે મોક્ષાથી પ્રાણ ! તું સમતાને વિષે લીન ચિત્તવાળે થા ! સ્ત્રી, પુત્ર, પિસા અને શરીર ઉપરથી મમતા છેડી દે! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ઈન્દ્રિયોના વિષ અને ક્રોધ, માન, માયા તથા લેભ એ કષાયને વશ થા નહિ ! શાસ્ત્રરૂપ લગામ વડે તારા મનરૂપ અને તું કાબૂમાં રાખ! વૈરાગ્યે કરીને શુદ્ધ-નિષ્કલંક-ધર્મવાનું થા! (સાધુના દશ યતિધર્મ અને શ્રાવકનાં બાર વ્રત તેમ જ આત્મગુણોમાં રમણતા કરવારૂપ શુદ્ધ ધર્મવાળે થા !) દેવગુરુ-ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણનારે થા! સર્વ પ્રકારના સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ વિરતિ ધારણ કર ! (સત્તાવન પ્રકારના) સંવરવાળો થા ! તારી વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તું ભજ!” (૩-૪) વિવેચન-આ યુગ્મમાં સામાન્ય રીતે પ્રકીર્ણ ઉપદેશ આપવા ઉપરાંત આ ગ્રંથમાં કહેવાના આ સેળ અધિકારો અનુક્રમે સૂચવ્યા છે, તે નીચે પ્રમાણે છે – ૧. સમતા. ૯. ચિત્તદમન. ૨. સ્ત્રી(લલના)મમત્વચન. ૧૦. વિરાગ્યપદેશ. ૩. અપત્યમમત્વમેચન. ૧૧. ધર્મશુદ્ધિ. ૪. ધનમમત્વમેચન. ૧૨. ગુરુશુદ્ધિ. ૫. દેહમમતવમોચન. ૧૩. યતિશિક્ષા. ૬. વિષય પ્રમાદત્યાગ. ૧૪. મિથ્યાત્વાદિ નિરોધ-સંવપદેશ. ૭. કષાયત્યાગ, ૧૫. શુભ વૃત્તિ. ૮. શાસ્ત્રાભ્યાસ અને વર્તન-અંતર્ગત ૧૬. સામ્યસર્વસ્વ. ચતુતિનાં દુખે. આ સોળ વિષય અધ્યાત્મના છે. એના ઉપર આખા ગ્રંથમાં વિવેચન કરવામાં આવ્યું છે અને તેઓને પરસ્પર સંબંધ પણ યુક્ત સ્થાનકે બતાવવામાં આવ્યે છે. એ સર્વ કલ્પવૃક્ષ સમાન છે; એની સેવા કરનારને તે મનવાંછિત આપે છે માટે એનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવા આગ્રહ કરી અત્ર પ્રાસંગિક ઉદ્દગાર પૂર્ણ કરવામાં આવે છે અને ગ્રંથની શરૂઆત કરવામાં આવે છે. (૩-૪) ઇતિ ગ્રંથકારકૃત ઉદ્દદ્યાત * આર્યાના ચાર ચરણ હોય છે. દરેક ચરણમાં અનુક્રમે ૧૨, ૧૮, ૧૨, ૧૫ માત્રા હોય છે. એ માત્રામેળ છંદ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy