________________
અધિકાર ] સમતા
[ સુખની પછવાડે દુઃખ થાય છે તેને સુખ કેમ કહેવાય? સાંસારિક સર્વ સુખે આવા પ્રકારનાં છે. વિષયજન્ય સુખ માત્ર માન્યતામાં જ રહે છે, તેથી કઈ પણ પ્રકારનો વાસ્તવિક આનંદ થતું નથી. આનંદ લાગે છે તે પણ ખોટે છે, અસ્થિર છે, અલ્પ છે, અલ્પ સમય ચાલે તેવે છે અને એને સુખ માનવું એમાં મોટી ભૂલ થાય છે, સુખ ખરેખરું મનની શાંતિમાં જ છે. જ્યારે મને એક વિચાર કે વિષય પરથી બીજા તરફ દોરાય છે અને એક વસ્તુ પર સ્થિર રહેતું નથી, ત્યારે સમજવું કે હજુ તેને વાસ્તવિક ખ્યાલ થયેલ નથી. આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનું પરમ સાધન શાંતરસની ભાવના ચિત્તક્ષેત્રમાં સ્થિર કરવી એ જ છે. એ શાંતરસ ભાવતાં જે સુખ પ્રાપ્ત થાય છે તે અનિર્વચનીય છે, પાર્થિવ વસ્તુમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેની સાથે એ સુખની સરખામણ થઈ શકે. શાંતરસની ભાવના ઉત્કૃષ્ટ રીતે ભાવતાં સર્વ પ્રકારનાં દુ:ખને આત્યંતિક અભાવ થાય છે અને એવી રીતે અવિનાશી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય તેને જ વાસ્તવિક સુખ કહેવું યોગ્ય છે.
આવું ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય, ઉપર કહ્યું તેમ, શાંતરસનો વિચારકર અને તે જ પરમ સાધ્ય છે, એમ માનવું એ છે. શૃંગાર, હાસ્ય, વીર વગેરે રસમાં માની લીધેલા પાર્થિવ વિષયસુખથી ક૯િ૫ત, ક્ષણિક, વિનશ્વર આનંદ થાય છે, પરંતુ ખરેખર ચિરસ્થાયી, અંત વગરને આનંદ તે શાંતરસની ભાવનાથી જ થાય છે. અને તે શાંતરસને ભાવવાનો ઉપદેશ અત્ર આપવામાં આવ્યો છે. આખા ગ્રંથમાં આ સાધ્ય રાખવામાં આવેલ છે, તેથી મનનપૂર્વક આ ગ્રંથનો અભ્યાસ કરે એ સુખ-પ્રાપ્તિને ઉપાય સાધવા બરાબર છે.
રસે-રસેશ્વર. સિદ્ધાંત એવો છે કે દેહપાત પછી બીજાઓની માની લીધેલી મુક્તિ મળે તે ચોક્કસ નથી, માટે અત્રે રસેન્દ્ર (પારો) ખાઈને શરીરને નિભાવવું; છતાં શરીર તો નાશ પામવાનું જ છે, એમ જે શંકા થાય તે તેના જવાબમાં આ સિદ્ધાંતના અનુયાયીઓ એમ કહે છે કે આ શરીર પડ્યા પછી હરગૌરી સૃષ્ટિમાં શરીર પ્રાપ્ત થવાનું છે તે બહુ મજબૂત મળશે. તેઓના આ મત પર આક્ષેપ કરતાં સૂરિમહારાજ કહે છે કે રસેન્દ્ર (પારો) પણ આ શાંતરસાધિરાજ છે. (આ સિદ્ધાંત માટે જુઓ રસેશ્વર સિદ્ધાંત, અથવા રસાણુંવ -રસાદુદય વગેરે ગ્રંથ.) શાંતરસ સર્વ મંગળનો ભંડાર છે, કારણ કે સવ માંગલિકયમાલા એનાથી જ વિસ્તરે છે. પંડિતો આ ઉપદેશને યોગ્ય છે અને પંડિતે જ શાંતરસની ખૂબી સમજી શકે છે, તેથી સૂરિમહારાજે બુધ શબ્દથી પંડિતેને સંબોધન કર્યું છે. જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજી પુદગલ અને આત્માને ભેદ સમજ્યા હોય તેને શાસ્ત્રકારો પંડિત કહે છે. (૨)
આ ગ્રન્થનાં સોળ દ્વારા समतैकलीनचित्तो, ललनापत्यस्वदेहममतामुक् ।
વિષયવાવાદ્યવશા શાહપુમિત | અ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org