SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] સમતા [ ૪૫ અશેાક વૃક્ષને સ્રી પગની લાત મારે ત્યારે તે વિકાસ પામે છે; બકુલ વૃક્ષ પર સ્ત્રી જ્યારે દારૂના કોગળા નાખે છે ત્યારે તે શેાક તજી દે છે; કુરબક (નારંગી ) વૃક્ષને સ્ત્રી આલિંગન કરે છે ત્યારે તે પણ વિકાસ પામે છે, અને તિલક વૃક્ષની સામુ` સ્ત્રી જુએ છે ત્યારે તેને કળિયા આવે છે. 66 આવી રીતે શબ્દાદિ વિષયનું ગ્રહણ કરવુ' સર્વ પ્રાણીઓને હાય છે, તેમાંથી કેટલું ક આ પ્રમાણથી અને કેટલુક અનુભવથી સિદ્ધ છે. પ્રખળ ટીકાકારના આ અર્થ સમીચીન જણાય છે. તિય...ચમાં આપણે જોઈએ તે સર્પને ક્રોધ, હાથીને માન, શિયાળને માયા, ઉદર વગેરેને લાભ વગેરે જુદી જુદી પ્રકૃતિ દેખાય છે, પણ વિષયસુખની ઈચ્છા તેા સર્વ પ્રાણીઓને સામાન્ય હેાય છે. સંજ્ઞા દરેક પ્રાણીને કેટલી હાય છે તેનું સ્વરૂપ બતાવવા માટે શાસ્ત્રમાં બહુ ઉલ્લેખ થયેલા છે. સામાન્ય રીતે દરેક જીવને ચાર સ`જ્ઞા બતાવી છે; આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ સસ'જ્ઞા અનાભાગથી કે આભાગથી સર્વ પ્રાણીઓને હાય છે; એ એકેન્દ્રિયને પણ હોય છે; તેના સમર્થનમાં બહુ ાંતા આપ્યાં છે. તે ઉપરાંત સંજ્ઞા દશ અથવા સેાળ પણ છે. વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ લાકપ્રકાશ * ગ્રંથ જોવા. એમાં શ્રીભગવતી સૂત્ર, સ્થાનાંગસૂત્ર વગેરેના આધારથી બહુ સારી રીતે સ’જ્ઞાનું સ્વરૂપ બતાવ્યુ છે. ત્યાં સિદ્ધ કર્યું છે કે સર્વાં પ્રાણીએને આહારાદિ ચારે સ’જ્ઞાએ અવશ્ય હેાય છે. પરિગ્રહ સ’જ્ઞાને બદલે નિદ્રા સ`જ્ઞા મૂકીને અન્ય ગ્રંથકારા પણ કહે છે કે સાદા નિદ્રામયમૈથુનાનિ સામાન્યમેતસ્વામિનેરાળામ એથી જણાય છે કે ઇંદ્રિયાના વિષયા સર્વ પ્રાણીઓ જાણે છે; એ ખાબતમાં કાઈને શીખવવાની જરૂર પડતી નથી. સ સ`જ્ઞી ( જેને સંજ્ઞા હાય તે) પ્રાણીઓમાંથી મનુષ્ય ધનપ્રાપ્તિના વિષય સારી ( રીતે જાણે છે. ધન બીજો પુરુષાર્થ છે. એનુ ક્ષેત્ર વિશેષે મનુષ્ય લેાકમાં જ છે. કેટલાક તિર્યંચ ધન પર ચાકી કરે છે, પરંતુ તેની પ્રાપ્તિના વિષય તે મનુષ્યમાં જ છે. મનુષ્ય ધન ખાતર અનેક પ્રકારનાં અકાર્ય કરે છે, રાત-દિવસ તે મેળવવા પ્રયાસ કરે છે, તેને માટે દેશ-પરદેશ ફરે છે, નીચ( અધમ )ની નોકરી કરે છે, નાલાયક માણસેાની ખુશામત કરે છે અને પૈસા ખાતર ગમે તેવા ભાગ આપે છે. આવી રીતે ધનપ્રાપ્તિ માટે આ જીવ અનેક પ્રકારના નાચ નાચે છે અને અનેક વેષ ભજવે છે. ભતૃ હિર તેટલા માટે ચેાગ્ય રીતે કહે છે કે-સ્વમારો નોધારો મિલરમતો નર્રાયસિ મામૂ ^ હું આશા ! તારી ખાતર લુચ્ચાએના ઉદ્ભાપ મે. સહન કર્યા, આંસુ મનમાં શમાવી દઈ શૂન્ય મનથી પણ હાસ્ય કર્યું, અ'તઃકરણને મે દાખી રાખ્યુ' અને નીચ માણસેાને મે' નમન પણ કર્યું. હું નિષ્ફળ આશા ! હજી વળી તુ' કેટલા નાચ કરાવીશ ?” ધનપ્રાપ્તિ માટે મનુષ્યા શું શું કરે તેનુ વિશેષ વર્ણન * દ્રવ્યલાક, ત્રીજો સ, લેાક ૪૪૨-૪૬૩. × વૈરાગ્યશતક, લેાક ટ્ટો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy