SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] અધ્યાત્મકલ્પમ [ ત્રયોદશ અસત્યાગ ध्रुवः प्रमादैर्भववारिधी मुने ! तव प्रपातः परमत्सरः पुनः । જે નિવસિરોપમોડક્તિ ૨૦થે તવોન્મળનમવાસ્થતિ છે ૪રૂ | (વંથ) હે મુનિ! તું પ્રમાદ કરે છે તેને લીધે સંસારસમુદ્રમાં તારો પાત તે જાણે નકકી જ છે; પણ વળી પાછો ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મોટી શિલા જેવો છે, ત્યારે પછી તે તું તેમાંથી ઊંચે પણ કેવી રીતે આવી શકીશ?” (૪૩) વિવેચન–પ્રમાદિત્યાગ’ અધિકારમાં જોઈ ગયા કે પ્રમાદ કરવાથી સંસાર સમુદ્રમાં પાત થાય છે. સાધુધર્મમાં આત્મજાગૃતિ રાખવી એ મુખ્ય ધર્મ છે. જાગૃતિ રાખ્યા વગરને વ્યવહાર નિંદ્ય છે, હેય છે, અધઃપાત કરાવનાર છે. આત્મજાગૃતિ ચૂકનાર પ્રમાદને વશ પડે છે અથવા પ્રમાદવશ પડેલો હોય તે આત્મજાગૃતિ કરી શકતો નથી. આ બન્ને વચન બરાબર સત્ય છે. સાધુને અપ્રમત્ત અવસ્થામાં રહેવાનું તેટલા માટે જ ફરમાન છે, અને છદ્મસ્થપણુમાં અપ્રમત્ત દશા તેમ જ પ્રમત્ત દશાની સ્થિતિના સંબંધમાં જે શાસ્ત્રકારને લેખ છે, તે યથાસ્થિત છે. અત્ર તે વિશાળ અર્થવાળા પ્રમાદાચરણમાં–મધ, વિષય, કષાય વિકથા અને નિદ્રામાં-ન પડવાને ઉપદેશ છે, એ પ્રમાદ કરનારે જીવ અવશ્ય વિકાસકમમાં નીચે પડી જાય છે અને સાથે જે મત્સર-ઈર્ષ્યા કરે, તે તે પછી અધઃપાત થતી વખત ગળે માટે પથરે બાંધે છે, તેથી એનાથી તરીને ઉપર આવી જ શકાતું નથી અને બિચારો ક્ષણિક સુખ ખાતર, અનંત કાળ સુધી સંસાર સમુદ્રને તળિયે સબડ્યા કરે છે. અત્ર પર મત્સર ન કરે, પરઅવર્ણવાદ ન બેલ અને પ્રમાદ ન કરવો એ ઉપદેશ છે. સાધુજીવનમાં આ ઉપદેશ ખાસ ઉપગી છે, પણ બીજાને તેનું ઉપગીપણું ઓછું નથી. (૪૩; ૨૨૪) નિર્જરા નિમિત્ત પરીષહસહન महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कं प्रसङ्गागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो ! ॥४४॥ (उपजाति ) “જયારે મોટા ઋષિમુનિઓ કર્મની નિર્જરા માટે, ઉદીરણ કરીને પણ, આતાપનાદિ સહન કરે છે, તે તું મેક્ષની ઈચ્છા રાખે છે ત્યારે પિતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ તે સાધુ! તું કેમ સહન કરતું નથી ? (૪૪) વિવેચન-કર્મનો ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં તેને પુરુષાર્થથી આકર્ષણ કરી 9 રાક ગરમ મા મારા “ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ.” એ વાક્ય પ્રમાદનું અત્યંત અનર્થ કારીપણું બતાવવા માટે જ સમય સમય સરખા સૂકમ કાળને માટે પ્રવતેલું છે. કેમ કે સમયપ્રમાણુ ઉપયોગ છદ્મસ્થને હેત નથી, પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy