________________
અધિકાર ] યતિશિક્ષા
[ ૩૦૭ ભોગવી લેવાં તેને ઉદીરણ કહે છે. (પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરવા માટે તેની સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાં તેને ઉદયમાં લાવી ભેગવીને, આત્મપ્રદેશથી ખંખેરી નાખવા માટે કાદિ સહન કરવું તે “ઉદીરણા” કહેવાય છે.) અદ્દભુત ચારિત્રવાળા મહાત્માઓ આત્મલાભની પ્રાપ્તિ માટે કષ્ટને શોધે છે, પરમાત્માની પ્રાર્થના કરે છે કે “અમને એવાં કષ્ટ આપે, “જપ સરંતુ : રાક્ષ-અમને નિરંતર વિપત્તિ હો–આ પ્રમાણે સ્તુતિ કરીને પણ શુદ્ધ દૃષ્ટિથી આત્મકલ્યાણ માટે વિપત્તિ ભેગવનાર ધીર, વીર, પુરુષાર્થ કરનાર મધ્યાહને નદીની વેળમાં આતા પના લે છે, પિસ માસની ખરી ઠંડીમાં કપડાં વગર નદીના તીર જેવાં અતિ ઠંડીનાં સ્થળો ઉપર કાઉસ્સગ ધ્યાને રહે છે અને બીજાં અનેક કષ્ટ ખમે છે. માક્ષસન્મુખ થવાની ઈચ્છા હોય તેને આ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે. અને તે સાધુ! તારી ઈચ્છા છે તે જ પ્રાપ્ત કરવાની છે, છતાં જરા કષ્ટ પડે કે તું હાય કરે છે અથવા નિઃસાસા મૂકે છે એ તને છાજતું નથી. ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્વાર્થને પણ ભેગ આપે પડે છે, પરંતુ આમાં તે તેવું પણ કાંઈ નથી. આગન્તુક કષ્ટ પણ સહન કરવામાં તું પાછો શા માટે પડે છે? આને બદલે ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવી, એ તો તારો સ્વાર્થ છે. (૪૪; ૨૨૫)
* ૨૨૧-૨૨૫–આ પાંચ શ્લોકમાં સાધુગુણની મુખ્યતા બતાવી. એમાં ચરણસિત્તરી, કરણસિત્તરી, ભાવનાની પ્રધાનતા અને મુખ્ય વૃત્તિએ નિર્બળ શરીરવાળા વગેરે અસમર્થને માટે પણ ત્રણ ગુપ્તિનું પ્રબળ સાધન બતાવ્યું. એ અભ્યાસથી સાધ્ય વસ્તુ છે, એમાં બાહા વસ્તુની સામગ્રી પૂર્ણ પણે ન મળી હોય તે પણ ચાલી શકે છે. વળી, દુનિયામાં કઈ પણ વસ્તુ એવી નથી કે જે અભ્યાસથી સાધી શકાય નહિ. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે –
एवं च विरतेरभ्यासेनाविरतिर्जीयते । अभ्यासादेव सर्वक्रियासु कौशल्यमुन्मिलति, अनुभवसिद्धं चेदं, लिखनपठनसंख्यानगाननृत्यादिसर्वकलाषिज्ञानेषु सर्वेषां, उक्तमपि
अभ्यासेन क्रियाः सर्वा, अभ्यासात्सकलाः कलाः ।
अभ्यासाद ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ “વિરતિને અભ્યાસ પાડવાથી અવિરતિને પરાજય થાય છે. અભ્યાસથી સર્વ ક્રિયામાં કુશળતા પ્રાપ્ત થાય છે. લેખન, પઠન, સંખ્યાન, ગાયન, નૃત્ય વગેરે સર્વ કળાવિજ્ઞાન અભ્યાસથી થાય છે, એ પ્રમાણે સર્વ વિદ્વાનેને અનુભવસિદ્ધ છે. કહ્યું છે કે “ અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળાઓ પ્રાપ્ત કરાય છે, અભ્યાસથી ધ્યાન, મૌન વગેરે થાય છે. અભ્યાસની પાસે શું મુશ્કેલ છે?
આવી રીતે અભ્યાસ પાડવાની જરૂર છે. ગુપ્તિને પ્રવચનમાતા કહેવામાં આવે છે, તેનું કારણ પણ એ જ છે. એ બરાબર પ્રાપ્ત કરવાથી ભગવાનની સર્વ આજ્ઞા પળાય છે. હવે પછીના તેર શ્લોકમાં મુનિને સીધી રીતે અને આક્ષેપરૂપે શિક્ષા આપી છે, તે બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org