________________
અધિકાર ]
યતિશિક્ષા
[ ૩૦૫
થાય છે. માટે ત્રણે ચેગાને માકળા મૂકી દઇ લબ્ધિસિદ્ધિ મેળવવાના નકામા મનારથા કરવા જ નહિ. શ્રી ગૌતમસ્વામીને લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, એ આપણે જાણીએ છીએ, પર’તુ એનું ચેાગવશીકરણ એટલું તેા ઉત્તમ હતું કે વીરપ્રભુ પર રાગ ન હેાત, તે પરમ જ્ઞાન પણ ઘણું જલદી મેળવી શકયા હાત. હે સાધુ! યાગને વશ કરવાની બહુ જ જરૂર છે. સ'સારદુઃખના આત્યંતિક નાશ અને સિદ્ધિ-લક્ષ્મીના પ્રસાદ તેનાથી બહુ જ જલદી પ્રાપ્ત થાય છે એટલું ધ્યાનમાં રાખી ચેાગગુપ્તિ માટે હવે જરા ધ્યાન રાખી નીચેના ત્રણ શ્લોક વાંચ. (૪૧; ૨૨૨)
મનાયેાગ પર અકુશ-મને ગુપ્તિ
मनोवशस्ते सुखदुःखसङ्गमो मनो मिलेद्यैस्तु तदात्मकं भवेत् ।
प्रमादचौरैरिति वार्यतां मिलच्छीलाङ्गमित्रैरनुषज्जयानिशम् ॥ ४२ ॥ ( वंशस्थ ) “તને સુખદુ:ખની પ્રાપ્તિ થવી એ તારા મનને વશ છે. મન જેની સાથે મળે છે તેની સાથે એકાકાર-એકમેક થઈ જાય છે; તેથી પ્રમાદરૂપ ચારને મળતા તારા મનને રોકી રાખ–અટકાવ, અને શીલાંગરૂપ મિત્રાની સાથે તેને નિર'તર જોડવા કર.” (૪૨)
વિવેચન—મન ય મનુષ્યાં ક્ષાર વષમોક્ષર્ચા:। એ સૂત્રનુ રહસ્ય ચિત્તભ્રમન અધિકારમાં આપણે જોઈ ગયા. કર્મબંધ પર સુખદુઃખના આધાર છે અને બંધનુ કારણ મન છે; તેથી સુખદુ:ખપ્રાપ્તિ કરવી એ મનને વશ છે. આ એક હકીકત થઈ. એનું કારણ એ છે કે મન જેને મળે, તેના જેવુ તે થઈ જાય છે. શાસ્ત્રકાર તેને તેલ સાથે સરખાવે છે. તેલ થોડુ' હોય પણ પાણીમાં નાખે તા જેમ ફેલાઈ જાય છે, તેમ સંસારસમુદ્રના જળમાં મનને માકળુ' મૂકયુ' હાય તા તે દોડાદોડ કરી મૂકે છે. વળી, તેલની સાથે જેવાં પુષ્પ મેળવીએ તેવી તેની ગંધ થાય છે; ઊંચુ અત્તર પણુ તેલ મળવાથી થાય છે, અને તેલમાં મેાગરા, ચએલી વગેરે મેળવવાથી તેવી ગંધ થાય છે; માટે જો મનને સારી વસ્તુ સાથે મેળવવા પ્રયત્ન કરીશ, તેા તે સારું થશે અને નહિ તા વિપરીત થશે. તાદાત્મ્ય થવાને અગે જળનું દૃષ્ટાંત જાણવા જેવુ છે : જેમ પાણીમાં ર'ગ નાખ્યા હોય તેા તે એકરૂપ થઈ જાય છે, તેવી જ રીતે સાંસારિક કાર્યમાંનાં કોઈપણુ સાથે મનરૂપ જળને મેળળ્યું હાય, તેા મન તેના જેવુ થઈ જાય છે, તેમ જ શીલાંગ સાથે મન જોડથુ હાય તા તે તદ્રુપ થઈ જાય છે.
આ પ્રમાણે મનની સબધક વસ્તુ સાથે થતી તાદાત્મ્યરૂપ પ્રાપ્તિ તરફ ધ્યાન ખેંચી કહે છે કે હું પતિ! આ પ્રમાણે વસ્તુસ્વરૂપ છે, તેથી તારા મનને પ્રમાદની સાખત થવા ઇશ નહિ, નહિ તેા એ પ્રમાદી બની જશે. એને તે શીલાંગ સાથે જોડી દેવુ', સમતા; દયા, ઉદારતા, સત્ય, ક્ષમા, ધીરજ વગેરે સગુણા સાથે તેને જોડી દેવું અને બીજો કઈ પણ પ્રકારના નીચ સંબંધ તેને ન થાય તે ધ્યાનમાં રાખવુ. (૪૨, ૨૨૩)
અ. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org