SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] અધ્યાત્મકલ્પદ્રુમ [ ત્રયોદશ બાર સાધુની પ્રતિમા–વાઋષભનારાચસંઘયણવાળે, ધીરજવાળે, સરવવંત પ્રાણી, શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે, મુનિની બાર પ્રતિમા વહન કરે. વિસ્તારથી સ્વરૂપ સદરહુ પ્રવચનસારોદ્ધાર ગ્રંથના પૃષ્ઠ ૨૧૭થી જોઈ લેવું. પાંચ ઈદ્રિયનિધ–સ્પષ્ટ છે. પચીસ પ્રતિલેખના –સવારે, બપોરે અને સાંજે સર્વ ઉપકરણોની પ્રતિલેખના કરવી. (જુઓ પ્રવચનસારે દ્વાર, પૃષ્ઠ ૨૨૫). ત્રણ ગુતિ-મન-વચન-કાયાના યોગે પર અંકુશ રાખવો, અગર તેમને રુંધવા. ચાર અભિગ્રહ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ-નિયમ કરવા તે. ચરણસિત્તરી નિત્ય અનુષ્ઠાન છે અને કરણસિત્તરી પ્રજનવશાત્ પ્રાય અનુષ્ઠાન છે. આ સર્વ સાધુ યોગ્ય કર્તવ્યમાં તું પ્રવૃત્તિ કરજે. પ્રમાદથી સંસાર વધતો જાય છે, મૃત્યુ નજીક આવતું જાય છે અને ગયેલ વખત ફરી મળતું નથી, તેમ જ આ મનુષ્ય દેહ ફરીને મળ મહાદુર્લભ છે. (૪; ૨૨૧) ગાંધનની આવશ્યકતા * हतं मनस्ते कुविकल्पजालैर्वचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन् , मनोरथैरेव हहा हतोऽसि ॥४१॥ (उपजाति) તારું મન ખરાબ સંકલ્પ-વિકલ્પથી હણાયેલું છે, તારાં વચન અસત્ય અને કઠોર ભાષણથી ખરડાયાં છે અને તારું શરીર પ્રમાદથી બગડયું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછા કરે છે. ખરેખર ! તું (મિથ્યા) મનરથથી હણાય છે.” વિવેચન-મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ મહાન નિયમની સત્યતા ચિત્તદમન અધિકારમાં આપણે જોઈ ગયા છીએ. એવી જ રીતે વચન અને કાયાને નિગ્રહ કરવાની જરૂરિયાત પણ આપણે જોઈ ગયા છીએ, એ ત્રણે યોને છૂટા મૂકીને પછી લબ્ધિસિદ્ધિની ઈચ્છા રાખવી એ તદ્દન મિથ્યા છે, અસંભવિત છે, અવિચારી છે. એ પ્રસંગે લબ્ધિ થવાની કે સિદ્ધિ થવાની ઈચ્છા રાખવી, એ મનમાં નકામે ફલેશ કરાવનાર થઈ પડે છે, એનું પરિણામ કાંઈ આવતું નથી અને ખેદ થવાથી ઊલટી આત્મ-અવનતિ * प्रथमपक्तिस्थाने “दग्धं मनो मे कुविकल्पजालैः” चतुर्थपक्तिस्थाने “ मनोरथैદેવ દ રિજેtત વા પાઢ: આ પાઠાંતરમાં બીજા પુરુષને ઉદ્દેશીને કહેવાને બદલે આત્માને ઉદ્દેશીને પ્રથમ પુરુષમાં તે જ ભાવ કહે છે. એ પાઠ પણ સમીચીન છે. એને અર્થ “મારું મન કવિકલપથી બળી ગયું છે, વચન અસત્ય અને કઠોર ભાષણથી ખરડયાં છે અને શરીર પ્રમાદથી છે; છતાં પણ લબ્ધિ-સિદ્ધિની વાંછી કરીને અરેરે ! હું મનરથથી હણા છું.આ અર્થને ભાવ સમજાય તે છે આને માટે જુઓ ચાલુ અધિકારને લેક ૧૮મો. ઉપર મૂળમાં જે પાઠ બતાવે છે તે આની પછીના ત્રણું લેકને અનુરૂપ છે તેથી તે વધારે બંધબેસત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy