________________
૨૨૬ ] અધ્યાત્મકલ્પકમ
[એકાદશ ભાવ અત્ર બતાવ્યું તે જ છે. ભર્તુહરિ કહે છે કે સંત લોકો પર-ગુણસ્તવન કરીને પિતાના ગુણ પ્રસિદ્ધ કરે છે, એ તેમનું ચરિત્ર આશ્ચર્યથી ભરપૂર છે. વાતનો સાર એ છે કે પારકા ગુણ જોઈને ઈર્ષ્યા કરવાનું તે સ્વપ્ન પણ લાવવું નહિ, પણ તેના તરફ સ્વાભાવિક પ્રેમથી જ જેવું. ગુણ-પ્રાપ્તિ અને સ્વામ-શુદ્ધદશા પર આરોહણ કરવાને એ મુખ્ય ઉપાય છે. (૩; ૧૫૩)
પિતાનાં ગુણસ્તુતિ અને દેશનિન્દામાં મન ન રાખવું जनेषु गृह्णत्सु गुणान् प्रमोदसे, ततो भवित्री गुणरिक्तता तव । મૃત્યુ ૨ *, મનુ કોષાવિ મુfથતંત૪ | (વરાથ)
બીજા માણસે તારા ગુણની સ્તુતિ કરે ત્યારે તું હર્ષ પામીશ તો તારામાં ગુણની શૂન્યતા થશે અને લોકો તારા દે તને બતાવે ત્યારે ખેદ પામીશ, તો તે દેશે તારામાં નિશ્ચળ-દઢ થશે.” (૪)
વિવેચન-આપણામાં કાવ્યચાતુર્ય, પ્રામાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્દભુત શક્તિ કે એવો કોઈ પણ સદ્દગુણ કે સદ્દવર્તન હોય, તેની આપણાં નેહી, સગાં કે રાગીઓ પ્રશંસા કરે, તે સાંભળી આપણને આનંદ થાય કે તરત મદ ચઢે છે, કેટલીક વાર આ બનાવ આડકતરી રીતે બને છે. માયાથી કે દેખાવ કરવાની ટેવથી આ જીવ તે વખતે બોલે છે કે “એમાં કાંઈ નહિ, એ તે મારી ફરજ હતી વગેરે.” પણ એમાં ઘણી વખત માયા હોય છે. બીજા માણસો ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પિતાનું વર્તન બીજાને જણાવવાની ઈચ્છા થાય અને બીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય, ત્યાં ગુણપ્રાપ્તિને છેડે આવે છે. જેને ગુણ ઉપર ગુણ ખાતર જ પ્રેમ હોય છે તે લેકે શું બોલે છે, શું ધારે છે, એની દરકાર જ કરતા નથી; એનો વિચાર પણ કરતા નથી.
એ જ નિયમ પ્રમાણે, જ્યારે પોતાના દોષ સાંભળીને ખેદ થાય છે, ત્યારે પછી દેષ દૂર કરવાની વિચારણા કે કર્તવ્યનું ભાન રહેતું નથી. એને બીજા માણસો શું કહે છે, તે તરફ તેનું ધ્યાન રહે છે. તેથી ખેલ બગડે છે, અને તેને લીધે દે જામી જાય છે, દેષ પર સીલ થાય છે અને એને દોષ છોડવા એ પિતાની પ્રિય વસ્તુ છોડવા જેવું થઈ પડે છે; અથવા ઘણુ વાર દેષને દેષ તરીકે ઓળખી શકાતે જ નથી અને દેષ છુપાવવાને પ્રયત્ન થાય છે, કારણ કે અમુક વિચાર, ઉચ્ચાર કે આચાર તરફ એનું ધ્યાન રહેતું નથી પણ લોકે તેને માટે શું ધારે છે કે બોલે છે, તે તરફ ધ્યાન રહે છે. લોકોનું ધારવું બરાબર ન હોય તે આ જીવ છેતરાય છે. લેકમાં આંતર હેતુને વિચાર કરી મત બાંધનારા અલ્પ હોવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હોય છે, અને તેથી લોકપ્રશંસા કે જનચિ
* चेद् स्थाने रे इति वा पाठः । - स्तव इति वा पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org