________________
[રર૭
અધિકાર ]
ધર્મશુદ્ધિ પર આધાર રાખનારા બહુધા છેતરાય છે. હવે ગુણ-દેષને અંગે કર્તવ્ય શું છે તે વિશેષ સ્પષ્ટ રીતે જોઈએ. (૪; ૧૫૪)
શત્રુગુણપ્રશંસા प्रमोदसे स्वस्य यथान्यनिर्मितैः, स्तवैस्तथा चेत्प्रतिपन्थिनामपि । विगर्हणैः स्वस्य यथोपतप्यसे, तथा रिपूणामपि चेत्ततोऽसि वित् ॥५॥ ( वंशस्थ )
બીજા માણસેએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે, તેવી જ રીતે શત્રુની પ્રશંસા સાંભળીને પણ તને પ્રમોદ થાય, અને જેવી રીતે તારી પિતાની નિંદા સાંભળીને ખેદ પામે છે, તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે, ત્યારે તું ખરેખરો જાણકાર છે એમ સમજવું.” (૫) - વિવેચન–પોતાના કે પારકાના ગુણેની સ્તુતિ સાંભળી ગુણ ઉપર પ્રભેદ થાય અને પોતાના કે પારકાના દેશની નિંદા સાંભળી દોષ ઉપર તિરસ્કાર થાય, એવું વલણ કરવાને અત્ર ઉપદેશ છે. એમાં પોતાની કે પારકી સ્તુતિ ગણવાની જ નથી અને પ્રમોદ થાય છે તે ગુણને થાય છે, ગુણ ઉપર થાય છે, ગુણ પ્રત્યે થાય છે. એમાં ગુણવાન કેણ છે, એ જ જોવાનું છે. ગુણવાન માણસ ભલે શત્રુ હોય, હાડરી હોય, પણ તેના સદ્દગુણ માટે તેના તરફ આકર્ષણ થાય છે. ટૂંકમાં, ગુણ ઉપર ગુણુ ખાતર જ પ્રેમ થાય છે. આવી સ્થિતિ જરા અવલોકન કરી વિચાર કરવાની ટેવ પાડવાથી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે જેમ પિતાની નિંદા સાંભળી ખેદ થાય છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને પણ ખેદ થાય, ત્યારે જે કાર્ય કરવાનું છે તે સિદ્ધ થયું સમજવું. સમજણ જ્ઞાન, વિદ્વત્તા એ સર્વનો સમાવેશ આ નાની વાતમાં થાય છે. ગુણ તરફ ગુણ ખાતર જ પ્રેમ રાખે એ ઉપદેશ છે. ભર્તુહરિ કહે છે કે પારકાના નાના સદ્દગુણને પણ જે માટે પર્વત જે કરી તેને માન આપે છે, તે સંત જાણવો. પણ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજ તે આગળ વધી જણાવે છે કે જે પ્રાણુ ગુણને ગુણ ખાતર માન આપે તે જ જાણકાર છે, શાસ્ત્ર વાંચ્યાં હોય તેનું ફળ એ જ છે અને તેવી જ રીતે દેષ ઉપર દોષ ખાતર જ અપ્રીતિ રાખે તે જ ખરે જ્ઞાની છે. આવી રીતના વર્તનનું ફળ શત્રુમિત્ર પર સમભાવમાં આવે છે. એવી રીતના વર્તનથી મનને જે ટેકે અને શાંતિ મળે છે તે અનિર્વચનીય છે, અને, વાસ્તવિક રીતે કહીએ તે, તે અનુભવગમ્ય જ છે. ઉપાધ્યાયજી કહી ગયા છે કે “રાગ ધરીજે જહાં ગુણ લહીએ.” જે જગ્યાએ ગુણ હોય ત્યાં રાગ રાખ; એમાં ગુણવાન કેણ છે તે જોવાનું જ નથી; જ્યાં ગુણ હોય ત્યાં રાગ રાખવો. (૫, ૧૫૫)
પગુણપ્રશંસા स्तवैर्यथा स्वस्य विगर्हणैश्च, प्रमोदतापौ भजसे तथा चेत् । इमौ परेषामपि तैश्चतुव॑प्युदासतां वासि ततोऽर्थवेदी ॥६॥ (उपेन्द्रवज्रा )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org