________________
અધિકાર ] વૈરાગ્યપદેશ
[ ૨૨૫ વિચારણા તે ગૌરવ, માન, પ્રમાદ. સમક્તિ અને વ્રતાદિ રહિત ધર્માચાર્ય નામધારી તે કુગુરુ. હલકા માણસની સોબત કરવી એ કુસંગતિ અને બીજા માણસે પિતાની પ્રશંસા કરે એ સાંભળવાની ઈચ્છા લાઘાર્થિતા.
આ સર્વ વસ્તુઓ સુકૃત્યમાં મલરૂપ છે, સંસારમાં રખડાવનારી છે. જોકે આ લિસ્ટ પૂર્ણ નથી, તે પણ તેમાં અગત્યની વસ્તુઓ ઘણી આવી જાય છે. હવે આમાંથી સુકૃત્યમાં મળરૂપ કેટલાક મને વિકાર વિષે અત્ર ખાસ વિવેચન કરી બતાવે છે. (૨૧૫૨)
પરગુણપ્રશંસા यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी ।। तेषामिमां सन्तनु यल्लमेथास्तां नेष्टदानाद्धि विनेष्टलाभः ॥३॥ (उपजाति)
જેવી રીતે તને તારા પિતાના ગુણોની પ્રશંસા વહાલી છે, તેવી જ રીતે બીજાઆને પણ પોતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડે, જેથી તેને પણ તે મળે (એટલે તારા ગુણોની પણ પ્રશંસા થાય.) કારણ કે વહાલી વસ્તુ આપ્યા વગર વહાલી વસ્તુ મળતી નથી.” (૩)
વિવેચન—ઉપર આપણે જોઈ ગયા કે સ્વગુણપ્રશંસા એ મલરૂપ છે. હવે અત્ર તે મેલરૂપ ન થાય અને મળે પણ ખરી, એવી યેજના બતાવે છે. હે ભાઈ ! જે તને તારા ગુણોની સ્તુતિ સાંભળવાની ઈચ્છા હોય તે, તું પારકાના ગુણોની સ્તુતિ કર; કારણ કે મનુષ્ય-સ્વભાવ બધે એકસરખો છે. દુનિયાના નિયમ પ્રમાણે “રાખપત અને રખાપત” અરસપરસ હોવાથી, જે તું તારી પ્રિય વસ્તુ બીજાને આપીશ, તે તેઓ પિતાની પ્રિય વસ્તુ તને આપશે, દરેકને પોતાના ગુણની પ્રશંસા પ્રિય છે, એવું તું તારા પિતાના દષ્ટાંતથી જાણી શકે છે, માટે તારે તારી પિતાની ઈષ્ટપ્રાપ્તિના લાભ માટે પર-ગુણસ્તવન કરવું, એ ખાસ જરૂરનું છે.
આ તે વ્યવહારની વાત કરી, પણ જ્યારે નિષ્કામ વૃત્તિથી પારકા ગુણની પ્રશંસા થાય છે, ત્યારે કરનારને બહુ આનંદ આવે છે. સદ્દગુણુ એ એવું શુદ્ધ કાંચન છે કે એની પ્રશંસા થાઓ કે ન થાઓ તો પણ એ ત્રણ કાળમાં સોનું જ રહેવાનું છે. એના પર એપ ચઢે તે દેખાવ સારો લાગે છે, પણ એની મૂળ કિંમત તે ઓપ વગર પણ ત્રણ કાળમાં એકસરખી જ રહે છે. એવા પારકાના એક નાના સદગુણને પણ માટે માની એનાં સ્તુતિ, સ્તવન, પ્રશંસા કરવામાં આવે ત્યારે કરનાર આડકતરી રીતે ગુણ માટે માન, ગુણવાન થવાની ઈચ્છા અને પિતાનું ગુણીપણું બતાવે છે; એથી પારકા ગુણની પ્રશંસા કરવી, એ આડકતરી રીતે પિતાની જ પ્રશંસા કરવા જેવું છે. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે વાણિયાને હિસાબ બતાવ્યો છે કે તમે આપશે તે તે તમને મળશે, પણ તેને ખરેખર
અ. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org