________________
[દશમ
૨૨૪]
અધ્યાત્મક ૫ક્રમ પડવાની સાથે ધર્મતત્વ શું છે તે વિચારવાનો અવકાશ રહે તે કાંઈ પણ મૃદુતા રહેશે નહિ તે ધનના વિચારમાં, રાજ્યકારી ખટપટમાં અને નિર્ણય વગરના વાદવિવાદમાં જીવન પૂર્ણ થઈ જશે. ધર્મશુદ્ધિની આ કાળમાં બહુ જ જરૂર છે એ ખાસ વિચારવા યોગ્ય વિષય છે.
અત્ર શરૂઆત કરતાં કવીશ્વર કહે છે કે શુદ્ધ ધર્મથી જન્મ, જરા, મૃત્યુને મોટો ભય નાશ પામે છે. આ જીવ પ્રમાદ, માન, માયા-કપટ વગેરે કરીને પિતાની જાતને અને પિતાથી મનાયેલા ધર્મને મલિન કરે છે. શુદ્ધ ધર્મથી જન્મ, જરા અને મૃત્યુને ભય
એ છે થાય છે, નાશ પામે છે, પણ એ ધર્મ શુદ્ધ જોઈએ. આ જીવ વિષય-કષાયાદિ પૌગલિક ભાવમાં ફસાઈ જઈને ધર્મને મલિન કરે છે, એટલે ધર્મરૂપ સંચામાં દુઃખ ટાળવાની જે શક્તિ છે તે સદર પ્રાણીના સંબંધમાં બગડી જાય છે, અટકી પડે છે. ઔષધમાં રેગોને હરવાની શક્તિ છે, પરંતુ જ્યારે તે જ ઔષધમાં વિરુદ્ધ દ્રવ્ય મેળવ્યું હોય ત્યારે તે પિતાને ગુણ મૂકી દે છે; તેવી જ રીતે ધર્મ તે ભવનાં દુઃખ ટાળી શકે છે, પણ પ્રમાદ વગેરે તેને ડોળી નાખે છે. ધર્મ એ શુદ્ધ સુવર્ણ છે, પણ તેમાં અનેક પ્રકારને ભેગા થઈ જાય છે. ધર્મ એ શુદ્ધ જળ છે, પણ તેમાં કચરો નાખવામાં આવે છે. ધર્મ એ ચંદ્ર છે, પણ તેમાં લાંછન લાગતાં જાય છે, એ લાંછને કયાં ક્યાં છે તેનાં શેડાં નામે અત્ર બતાવે છે. (૧; ૧૫૧)
શુદ્ધ પુણ્યજળમાં મલ; તેનાં નામો शैथिल्यमात्सर्यकदाग्रहधोऽनुतापदम्भाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसंगतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥२॥ (उपजाति)
સુકૃત્યમાં આટલા પદાર્થો મિલરૂપ છે: શિથિલતા. મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુવાપ. દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, કુગુરુ, કુસંગ, આત્મપ્રશંસાશ્રવણની ઈચ્છાઓ-સર્વ પુણ્યરાશિમાં એલરૂપ છે.” (૨)
વિવેચનનીચે સ્પષ્ટ કરેલા પદાર્થો પુણ્ય કાંચનની પર મેલ જેવા છે. એ શુદ્ધ જળને ઓળી નાખનારા છે, ચંદ્રમાં કલંક જેવા છે, માટે તેમને ઓળખી કાઢવા. એ આખું લિસ્ટ નથી, પણ આગેવાન ડોળનારા એમાં આવી જાય છે. ધર્મકૃત્ય, આવશ્યક ક્રિયા, ચિત્યવંદનાદિમાં મંદપણું, તે શિથિલ્ય, પરના ગુણોને સહન ન કરવા, તે તરફ ઈર્ષા કરવી, એ માત્સર્ય. પિતાથી થયેલાં અપકૃત્યને પણ વાજબી ઠરાવવા અને તેવા અભિપ્રાય અથવા તકરારને જાણી જોઈને મજબૂતાઈથી વળગી રહેવું એ કદાગ્રહ,ગુસ્સે થવું એ કેધ. કેઈ ને દાન-માન આપ્યા પછી અથવા ટીપ ભરાવ્યા પછી અથવા તે કઈ પણ ધર્મકાર્ય કર્યા પછી, તે કાર્યોને ભૂલરૂપ સમજવાં તે અનુતાપ. માયા-કપટ એટલે વચન અને વર્તનમાં ભિન્નભાવ. શાસ્ત્રમાં બતાવેલી મર્યાદાપુર સર વર્તનને બદલે તેથી ઊલટું કરવું. એ અવિધિ. મેં આ મોટું કામ કર્યું, તેથી હું મોટે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org