________________
અધિકાર] ધર્મશુદ્ધિ
[ રર૩ दुर्गतिप्रपतजन्तुधारणाद्धर्म उच्यते ।
धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥ ધારણ શા માટે કરે એ વિચાર કરવાથી સમજાઈ જાય તેવું છે. ભારે વસ્તુ પાણીમાં નીચે બેસે છે અને શુદ્ધ વર્તન રાખનાર કર્મથી ભારે થતું નથી, તેથી એને કર્મબંધ એ છે થવાથી તે પરિણામે ઉપર તરી આવે છે, એટલે ઊંચે-અનુક્રમે શિવપુરમાં–જાય છે શુદ્ધ આત્મધર્મ પ્રકટ કરે, એ સાધ્ય ધર્મ છે. દરેક પ્રયાસ, દરેક ક્રિયા, દરેક વર્તનનું સાધ્ય અનંત ગુણ પ્રકટ કરી અક્ષય સુખ પ્રાપ્ત કરવું એ જ છે. આ સાધ્ય ધર્મને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એનાં સાધન સામાયિક, પૂજા, પ્રતિષ્ઠા, દેશસેવા, જનસમૂહસેવા, પ્રાણસેવા વગેરે અનેક પ્રકારનાં છે. યે સાધનધર્મ ક્યા જીવને ઉપયેગી થઈ પડશે એ શોધી કાઢવું, પ્રત્યેક પ્રાણીનું કામ છે. કેટલીક વાર સાધનધર્મને સાધ્યધર્મ સમજવાની મોટી ભૂલ થઈ જાય છે, તેની સામે બહુ વિચાર કરવાની જરૂર છે. સામાન્ય દૃષ્ટિમાં તે ગમે તેટલું ઉપયોગી સાધન હેય, તેપણ જે તે પિતાને પ્રતિકૂળ થઈ પડે, તો તેને તજી દેવામાં અડચણ નથી, પરંતુ સાધ્ય ધર્મને કદી પણ નુકસાન પહોંચવા ન દેવું એ રેખા અનુસાર દરેક ક્રિયા કે વર્તન આદરવાં.
એ ધર્મપ્રાપ્તિની એટલી બધી જરૂર છે કે તેનું વર્ણન કરી શકાય નહિ. જે જે પ્રાણી અથવા પ્રજા ધર્મને ત્યાગ કરે છે, તે ઈતિહાસનાં પાનાં પરથી અસ્ત થઈ જાય છે. રિમન પ્રજાએ જ્યારે ધર્મને ત્યાગ કર્યો ત્યારે તેણે રાજ્ય ખોયું અને ધીમે ધીમે સર્વ
યું. ચાલુ જમાનાની પાશ્ચાત્ય પ્રજામાં ધાર્મિક સંસ્કાર ઓછા થતા જાય છે તેને માટે તત્ત્વચિંતકે બહુ ચિંતાતુર રહે છે. તેને લીધે આત્મહત્યા, અસંતેષ, મહાપ્રવૃત્તિ થયા કરે છે અને કમનસીબે હિંદુસ્તાનની ધર્મપરાયણ પ્રજા જે આ વર્તણુકનું અનુકરણ કરશે, તે પછી તેને જે માટે વારસો મળે છે, તે બેઈ બેસશે અને ધીમે ધીમે ઈતિહાસના 'પૃષ્ઠ પરથી નાશ પામશે, પણ તેના વિચારશીલ પુત્રો આ ભૂલ હવે જોવા લાગ્યા છે અને તેથી પડતી થતી અટકવાનો સંભવ કાંઈક ઉત્પન્ન થયેલ છે. નવયુગની પ્રજાએ આ વાત જરૂર લયમાં રાખવા જેવી છે.
આધુનિક સુધારા (civilization) માં અતિ વ્યવસાય, અતિ ખરચાળપણું, નવીન પદાર્થોને વ્યામોહ, નૂતન વસ્તુઓ પ્રાપ્ત કરવાની કામના અને ધનની ગુલામગીરી પ્રત્યક્ષ દેખાઈ આવે છે, એમાં સ્વાર્થ ત્યાગ, પોપકારપરાયણ વૃત્તિ અને અશક્તનું પાલન થતું નથી. દેડાદોડમાં જે આગળ નીકળે, તેને જય થાય છે. એમાં ધમ શબ્દને લેપ થાય છે, એટલે પછી પ્રેમ, સંતોષ, સ્થિરતા, એ તે આવી શકતાં જ નથી. એ સુધારાને નામે પ્રજાસત્તાક રાજ્ય થાઓ કે સમષ્ટિ-વ્યવહાર વધે, પણ એથી આત્મિક શાંતિ પ્રાપ્ત થવાની નથી, એથી વાસ્તવિક આનંદ થવાને નથી, એથી નિરાંતે બેસી સ્વ-સ્વરૂપ વિચારણા થવાની નથી. આર્ય પ્રજાને ધર્મ એ જ સર્વસ્વ છે અને તેથી નવીન યુગની પ્રવૃત્તિમાં
**Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org