________________
૫૦ ] અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ પ્રાપ્ત થયા પછી થોડા વખતમાં તેના પરથી મન ઊતરતું જાય છે. નાની વયમાં ઘડિયાળ પ્રાપ્ત કરવાની અથવા મેળામાં ગયા પછી નવીન રમકડાં પ્રાપ્ત કરવાની જે હોંશ બાળકમાં જોવામાં આવે છે તેવી હોંશ તે મળ્યા પછી બે-ચાર દિવસે રહેતી નથી, આવી રીતે બીજી સર્વ વસ્તુઓ માટે સમજી લેવું, તેમાં આનંદ છે જ નહિ, માન્ય છે તે પણ અલ્પ છે, અ૯૫ કાળ સુધી ચાલે તેવો છે, અને પરિણામે અધઃપતન કરાવનારો છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. સંસારના સર્વ પદાર્થ અને સંબંધનું સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ વસ્તુ સાથે અથવા ઇંદ્રજાળ સાથે મળતાપણું બહુ મનન કરવા યોગ્ય છે, ચમત્કારી છે અને વિચાર કરવાથી સર્વ બાબતમાં લાગુ પડતી રીતે ઘટી શકે તેવું છે. વસ્તુધર્મ એવા પ્રકારનો છે, એટલે સાંસારેક કોઈ પણ પદાર્થમાં સુખ માનવું અથવા ઈન્દ્રિયના કેઈપણ વિષયમાં સ્થિરતા માનવી એ અયોગ્ય છે, ખોટું છે, આડે રસ્તે દોરનારું છે. ત્યારે સવાલ પ્રાપ્ત થાય છે કે કરવું શું ? જ્યારે પદગલિક વિષમાં આનંદ નથી ત્યારે આનંદ છે
ક્યાં ? આ જીવના પિતાના સહજ ધર્મો હોય તે પ્રાપ્ત કરીને તેમાં જે લીનતા કરવામાં આવે તો પરમ સુખ પ્રાપ્ત થાય અને નકામી અસ્થિરતા મટી જાય, માટે બીજી નકામી વાતે બાજુએ મૂકી સ્વગુણ પ્રગટ કરવા માટે આત્મલય કરે એ જ કર્તવ્ય છે. આત્મલય કરવા માટે યમ અને નિયમ પ્રબળ સાધન છે. જ્યારે મને અમુક નિયમથી નિયંત્રિત થઈ કબજામાં આવે છે ત્યારે આત્મ-સ્થિરતા બહુ અંશે પ્રાપ્ત થતી જાય છે અને અભ્યાસથી તે વધારે અંશમાં રમણતા કરાવે છે. સગાંસ્નેહીઓના અસ્થિર સંબંધ અને પદગલિક વસ્તુ પર બેટે પ્રેમ દૂર કરી, આપણું પિતાનું શું છે તેની વિચારણામાં અને તેનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેની વિશેષ ખીલવણી કરવાના કાર્ય માં મગ્ન રહેવું એ સમતા પ્રાપ્ત કરવાનું ચોથું સાધન છે અને પંડિત પુરુષ તેને “આત્મલયનું સાર્થક નામ આપે છે. (૨૭)
મરણ પર વિચાર एष मे जनयिता जननीयं, बन्धवः पुनरिमे स्वजनाश्च । द्रव्यमेतदिति जांतममत्वो, नैव पश्यसि कृतान्तवशत्वम् ।। २८ ॥ (स्वागतावृत्त)
આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા ભાઈઓ છે, વળી આ મારા સગાં-સ્નેહીઓ છે, આ મારું ધન છે, એ પ્રમાણે તને મમત્વ થયું છે અને તેથી તારું યમને વશપણું છે, તે તે તું જેતે જ નથી.” (૨૮)
- વિવેચન- આ સંસારના સર્વ સંબંધ સ્વપ્ન જેવા છે, તેનું દૃષ્ટાંત બતાવવા અત્ર ઉલ્લેખ કરે છે. આ જીવને સ્ત્રી, કુટુંબ, પુત્ર, સગાંઓ અને ધન પર એવી સજજડ મમતા ચટેલી છે કે તે આ જીવને બહુ દુઃખ આપે છે, છતાં પણ આ સંસારમાં દુઃખ આપનાર મમતા છે એમ આ જીવ જાણતું નથી, પણ તેમાં જ સુખ માની બેઠો છે, આવાં કારણેથી શાસ્ત્રકારે મમતાને મદિરા (દારુ) સાથે સરખાવે છે, દારૂ પીનારને સદસદ્ધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org