________________
અધિકાર ] વૈરાગ્યપદેશ
[ ૨૦૭ કે સાંભળવા જતાં પ્રાણ નાશ થશે તે વખતે પાથરેલી જાળ પારધી સંકેચી લે છે, અને ભેળે મૃગ તેને ભેગા થઈ પડે છે. આ દુઃખ શ્રવણુદ્રિયને પરવશ પડવાથી થયું.
૪. પક્ષી-નીચે ઘઉં, જાર, બાજરો વગેરે અનાજ વિસ્તારી, તેના પર જાળ પાથરી પારધીઓ દૂર ખસી જાય છે. અનાજના લોભથી ભેળાં કબૂતરો અને બીજા પક્ષીઓ લલચાય છે અને, અન્ન ખાવા જતાં, જાળમાં ફસાઈ જાય છે. આવનાર પક્ષી દાણું જુએ છે. લાલચને એક જ આંખ ખુલ્લી હોય છે અને તેથી પાથરેલી જાળ જોવામાં આવતી નથી. બિચારાં અનેક પક્ષીઓ આવી રીતે જાળમાં ફસાઈ જાય છે. જિહવાને વશ થવાથી થયેલું આ દુઃખ સમજવું.
૫. સપ––કર્ણને વશ થઈને સર્પ વાંસળીને સ્વર સાંભળવા પિતાના રાફડામાંથી બહાર નીકળે છે અને પછી ગારુડી તેને પકડી લે છે, એટલે જન્મપર્યત કેદખાનું સહેવું પડે છે. આ કણને વશ થવાથી બંધને પામવાનું બીજુ દષ્ટાંત થયું.
૬. માછલું-મચ્છીમાર લોહના આંકડામાં ખાવાનો પદાર્થ ભરાવી તે જળાશયમાં મૂકી રાખે છે. માછલું તે પદાર્થના રસથી આકર્ષાઈ તે ખાવા આવે છે. તે પદાર્થ ખાવાનું તે દૂર રહે છે, પણ આંકડો તળાવામાં પિસી જાય છે અને માછલું મરણ પામે છે. જીભને વશ થવાથી મરણુભય થવાનું આ બીજું દષ્ટાંત થયું.
૭. હાથી–હાથીને પકડવાનો રસ્તો નીચે પ્રમાણે છે જ્યારે તેને પકડવો હોય છે ત્યારે ઘર વિભાગમાં એક હાથણીને ઊભી રાખે છે. અને તેની આડો એક મેટે ખાડો
દે છે. કેટલીક વખત એવા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે ને હાથણીનું મૂત્ર ફરતુ છાંટે છે. તેની ગંધથી આકર્ષાઈ હાથી ત્યાં આવે છે. ખાડાની અંદર તૃણ વગેરે ભરી ઉપરથી ઢાંકી દે છે અને હાથી જેવો દૂરથી આવે છે, તેવો હાથણીને જોઈ કામવિકારને વશ થાય છે, તેથી દેડો દેડતે હાથણી પાસે જવા જાય છે, તે જ તે ખાડામાં પડે છે. ત્યાર પછી તેને બંધન વગેરે મહાદુઃખ પ્રાપ્ત થાય છે. આ બધું સ્પશેટ્રિયને વશ પડવાથી થતું દુઃખ છે.
૮. સિહ-સિંહને પકડ હોય છે ત્યારે એક મેટા પાંજરાના બે વિભાગ બનાવે છે એક ભાગમાં એક બેકડાને પૂરે છે અને તેને મજબૂત બંધ કરે છે. બીજા ભાગ ઉઘાડ રાખી તેના ઉપર માણસે બેસે છે. સિંહ લેભથી આવે છે અને બેકડાના માંસની લાલચે જે અંદર પેસે છે કે ઉપરના માણસે દરવાજો પાડી નાખી તેને કેદ કરે છે. અથવા બાકડે ખુલ્લો રાખે છે તો તેને મારવા જતાં સિંહ સપડાઈ જાય છે. આ દુઃખ જીભને પરવશ પડવાથી થયેલું છે.
આવી રીતે એક-એક ઈદ્રિયને વશ પડવાથી ઉક્ત તિર્યંચે મરણકષ્ટ જેવું અથવા મરણનું જ દુખ પામે છે. તેમાં સમજશક્તિ ઓછી છે. તું સમજુ છે, સંસારનું સ્વરૂપ જાણે છે, છતાં મેહને વશ પી ઈંદ્રિ પર અંકુશ રાખીશ નહિ, તે મન પર અંકુશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org